IND vs ENG: ઋષભ પંતનો જોફ્રા આર્ચરની બોલીંગમાં રિવર્સ સ્વિપ છગ્ગો, અંદાજને જોઇ દિગ્ગજો આફ્રીન

ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે શુક્રવાર થી પાંચ T20 મેચોની સિરીઝનો પ્રારંભ થયો છે. ભારતે પ્રથમ મેચમાં જ 8 વિકેટે હાર મેળવી છે આમ ઇંગ્લેંડ શ્રેણીમાં 1-0 થી આગળ છે. શ્રેણીની પ્રથમ મેચ દરમ્યાન ઋષભ પંત (Rishabh Pant) એ રિવર્સ સ્વિપ પર એક શાનદાર છગ્ગો લગાવ્યો હતો.

Avnish Goswami
| Edited By: | Updated on: Mar 13, 2021 | 10:11 AM

ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે શુક્રવાર થી પાંચ T20 મેચોની સિરીઝનો પ્રારંભ થયો છે. ભારતે પ્રથમ મેચમાં જ 8 વિકેટે હાર મેળવી છે આમ ઇંગ્લેંડ શ્રેણીમાં 1-0 થી આગળ છે. શ્રેણીની પ્રથમ મેચ દરમ્યાન ઋષભ પંત (Rishabh Pant) એ રિવર્સ સ્વિપ પર એક શાનદાર છગ્ગો લગાવ્યો હતો. આ છગ્ગાને લઇને પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહ (Yuvraj Singh) એ ઋષભ પંતના વખાણ કર્યા હતા. તેણે સોશિયલ મીડિયા પર લખ્યુ હતુ કે, આ એક નવી જનરેશન છે. જે કોઇના થી ડરતી નથી. સોશિયલ મીડિયા પર હવે તે શોટ પણ વાયરલ થવા લાગ્યો છે. ઋષભ પતે આ પહેલા ટેસ્ટ શ્રેણી દરમ્યાન જેમ્સ એંડરસન (James Anderson) ના એક બોલ પર પણ જબરદસ્ત રિવર્સ સ્વિપ સિકસ લગાવી હતી. જેને લઇને તે ખૂબ ચર્ચામાં રહ્યો હતો, સાથે જ અનેક દિગ્ગજોએ તેના એક શોટ પર વખાણ કર્યા હતા.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલ T20 મેચની ચોથી ઓવર ઇંગ્લેંડ તરફ થી જોફ્રા આર્ચર કરી રહ્યો હતો. જોફ્રા આર્ચરે ચોથી ઓવરના પાંચમો બોલ નાંખ્યો હતો જેને, ઋષભ પંત એ રિવર્સ સ્વિપ પર છગ્ગો ફટકાર્યો હતો. પંતે આગળના બોલે જ ચોગ્ગો પણ ફટકાર્યો હતો. પંતના આ અંદાજ પર ફરી એકવાર ફેંસ અને દિગ્ગજો આફ્રિન પોકારી ઉઠ્યા હતા.

https://twitter.com/ChloeAmandaB/status/1370388734508552192?s=20

યુવરાજ સિંહે કહ્યુ હતુ કે, આ શોટ ને રિવર્સ સ્વિપ કહુ કે, એવો શોટ કે જેને હું નથી જાણતો. પરંતુ પંત તમને મારી સલામ. તમે આર્ચર જેવા ઝડપી બોલર પર સિક્સર લગાવી છે. તમે ફાસ્ટ બોલર પર રિવર્સ સ્વિપ લગાવો છો. જ્યારે વાસિમ જાફરે અને વીવીએસ લક્ષ્મણે પણ ટ્વીટ કરીને તેના શોટને વખાણ્યા હતો. જ્યારે તેનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થવા લાગ્યો હતો.

આ પહેલા પણ ઇંગ્લેંડ સામેની ટેસ્ટ શ્રેણી દરમ્યાન અમદાવાદમાં રમાયેલી ચોથી ટેસ્ટ મેચમાં તેણે શતકીય ઇનીંગ રમી હતી. જે ઇનીંગમાં તેણે દિગ્ગજ ઝડપી બોલર જેમ્સ એંડરસનના બોલ પર રિવર્સ સ્વિપ શોટ રમ્યો હતો. જેમાં તેણે છગ્ગો લગાવ્યો હતો. જેને લઇને તેના એ શોટના ખૂબ વખાણ થયા હતા.

Follow Us:
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
g clip-path="url(#clip0_868_265)">