IND vs ENG: પિતાને યાદ કરી Krunal Pandya થયો ઇમોશનલ, ટ્વીટ કરી કહ્યુ પાપા તમારા માટે

ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે ત્રણ મેચોની વન ડે શ્રેણી (ODI Series) માં પ્રથમ મેચમાં જ ઇંગ્લેંડને 66 રન થી હરાવીને ભારતે 1-0 થી શ્રેણીમાં લીડ મેળવી લીધી છે. ભારતની જીતમાં પોતાની ડેબ્યુ મેચ રમી રહેલા કૃણાલ પંડ્યા (Krunal Pandya) નુ પણ મોટો ફાળો રહ્યો છે.

IND vs ENG: પિતાને યાદ કરી Krunal Pandya થયો ઇમોશનલ, ટ્વીટ કરી કહ્યુ પાપા તમારા માટે
Krunal Pandya-Hardik Pandya
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Mar 24, 2021 | 11:02 AM

ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે ત્રણ મેચોની વન ડે શ્રેણી (ODI Series) માં પ્રથમ મેચમાં જ ઇંગ્લેંડને 66 રન થી હરાવીને ભારતે 1-0 થી શ્રેણીમાં લીડ મેળવી લીધી છે. ભારતની જીતમાં પોતાની ડેબ્યુ મેચ રમી રહેલા કૃણાલ પંડ્યા (Krunal Pandya) નો પણ મોટો ફાળો રહ્યો છે. પોતાની પ્રથમ મેચમાં જ તેણે 58 રનની ઇનીંગ રમી હતી. તેણે અર્ધશતકીય રમતને પોતાના પિતાને સમર્પિત કરી હતી. મેચ બાદ તેણે પોતાના પિતાને યાદ કરીને ઇમોશનલ ટ્વીટ કરી હતી. ભારતીય ઇનીંગ 317 રન 5 વિકેટનાં સ્કોર પર ખતમ થઇ હતી. જ્યારે કૃણાલે વર્ચ્યુલ ઇન્ટરવ્યુ દરમ્યાન વાત કરવા લાગ્યો તો તે એકદમ ભાવુક થઇ ગયો હતો. આજે કૃણાલનો જન્મ દિવસ છે.

કૃણાલ પંડ્યાએ જીત બાદ ટ્વીટ કરીને લખ્યુ હતુ કે, પાપા, દરેક બોલની સાથે હંમેશા મારા મગજ અને દિલમાં તમે હતા. મારી સાથે આપની ઉપસ્થિતી હોવાનુ મહેસૂસ કરતા જ મારા ચહેરા પર આંસુ આવી ગયા હતા. આભાર મારી તાકાત બનવા માટે. આપ મારા સૌથી મોટા સપોર્ટ હતા. આશા છે કે, મે આપને ગૌરવ મહેસુસ કરાવ્યુ હશે. આ આપના માટે છે પાપા, જે કંઇ પણ અમે કરીએ છીએ તે આપના માટે જ છે પાપા.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

કૃણાલ પંડ્યાએ ડેબ્યુ મેચમાં 26 બોલ પર જ 50 રન ફટકારી દીધા હતા. આ સાથે જ ડેબ્યુ મેચમાં સૌથી ઝડપી અર્ધશતક બનાવવાનો વિશ્વરેકોર્ડ પણ પોતાના નામે કૃણાલે કર્યો હતો. કૃણાલ પંડ્યા 31 બોલમાં 58 રનની ઇનીંગ રમીને અણનમ રહ્યો હતો. તેણે પોતાની ઇનીંગ દરમ્યાન સાત ચોગ્ગા અને બે છગ્ગા લગાવ્યા હતા. આ મેચમાં ભારત એ ટોસ જીતીને પહેલા બેટીંગ કરવાનો ફેંસલો કર્યો હતો. ભારત એ 50 ઓવરમાં પાંચ વિકેટ પર 317 રન બનાવ્યા છે. ભારત તરફથી શિખર ધવન એ સર્વાધિક 98 રન બનાવ્યા હતા.

ઇંગ્લેંડની ટીમ લક્ષ્યનો પિછો કરતા 43 મી ઓવરની શરુઆતે જ 251 રન પર ઓલ આઉટ થઇ ગઇ હતી. આ સાથે જ ભારતે આ મેચને 66ન રન થી જીતી લીધી હતી. ભારત તરફ થી ઝડપી બોલર પ્રસિધ્ધ કૃષ્ણાં એ પોતાની ડેબ્યુ મેચમાં જ 4 વિકેટ ઝડપી હતી. તો શાર્દુલ ઠાકુર એ ત્રણ અને ભુવનેશ્વર કુમારે બે વિકેટ હાંસલ કરી હતી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">