IND vs ENG: ચેન્નાઈની પીચ પર માંજરેકર સહિત ઈંગ્લેન્ડના દિગ્ગજોએ ઉઠાવ્યા સવાલ, અયોગ્ય પીચ ગણાવી

ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે ચેન્નાઈ (Chennai Test)માં બીજી ટેસ્ટ મેચની પીચને લઈને સવાલો પેદા થવા લાગ્યા છે.

IND vs ENG: ચેન્નાઈની પીચ પર માંજરેકર સહિત ઈંગ્લેન્ડના દિગ્ગજોએ ઉઠાવ્યા સવાલ, અયોગ્ય પીચ ગણાવી
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Feb 13, 2021 | 11:44 PM

ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે ચેન્નાઈ (Chennai Test)માં બીજી ટેસ્ટ મેચની પીચને લઈને સવાલો પેદા થવા લાગ્યા છે. ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ વોન (Michael Vaughan), ઈયાન બેલ (Ian Bell) અને ભારતના પૂર્વ કેપ્ટન સંજય માંજરેકરે (Sanjay Manjrekar) પીચને લઈને સવાલો ઉઠાવ્યા છે. વોને તો ચેન્નાઈની પીચને બિચ તરીકે ગણાવી દીધી છે તો વળી સંજય માંજરેકર અને બેલે કહ્યુ કે ચેપોક મેદાનની આ પીચ ટેસ્ટ ક્રિકેટના લાયક નથી.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ બંને ટેસ્ટ મેચ ચેન્નાઈમાં રમાઈ છે. પ્રથમ ટેસ્ટ માટે જે પીચનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેમાં બે દિવસ સુધી તો બોલરોને કોઈ મદદ જ નહોતી મળી રહી. જોકે આખરી ત્રણ દિવસમાં પીચ તુટી ગઈ હતી અને જેને લઈને બોલરોને ખૂબ ફાયદો મળ્યો હતો તો વળી બીજી ટેસ્ટ મેચ અલગ પીચ પર રમાઈ રહી છે, આ પીચ પર પણ પ્રથમ દિવસથી જ સ્પિનરોને મદદ મળી રહી છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

સંજય માંજરેકરે આ અંગે વાત કરતા કહ્યુ કે આકરા શબ્દોનો ઉપયોગ કરવામાં આવે તો સોશિયલ મીડિયા પર ટ્રોલીંગ થવા લાગે છે. પરંતુ પીચ ટેસ્ટ મેચના લાયક નથી. તેમણે ઈએસપીએન ક્રિકઈન્ફો સાથે વાત કરતા કહ્યુ હતુ કે જ્યારે તમે ટેસ્ટ લેવલની બેટીંગ, બોલીંગ અને કેચિંગની આશા રાખો છો તો પીચ પણ એવી જ જોઈએ. હું વધારે કડક શબ્દોમાં તો નહીં કહુ, પછી ટ્રોલીંગ થવા લાગે છે. જોકે પીચ ઈન્ટરનેશનલ લેવલની હોવી જોઈએ, તે પહેલા જ દિવસે 25-30 મિનિટની રમતમાં જ તુટવી ના જોઈએ. આ હિસાબથી આ પીચ ખૂબ ખરાબ છે. કોઈ પણ રીતે ટેસ્ટ લેવલની આંતરરાષ્ટ્રીય પીચ ના કહી શકાય. આ તો ખરાબ પીચ છે.

જ્યારે સંજય માંજરેકરે કહ્યુ કે બીજી ટેસ્ટના પ્રથમ કલાકમાં જ પ્રથમ ટેસ્ટના પહેલા દિવસ કરતા વધુ રોમાંચ જોવા મળ્યો. આ પૂર્વ ક્રિકેટરે કહ્યુ કે, પ્રથમ ટેસ્ટમાં પ્રથમ દિવસે ધીમો ટર્ન હતો. જ્યારે આજે પહેલા એક દોઢ કલાકમાં જ પીચ તુટવા લાગી હતી. આ ઠીક નથી. તેમણે કહ્યુ કે, આ પ્રકારની પીચ બનાવવા પાછળ એક તરફની તડપ જોઈ શકાય છે. આ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપને લઈને હોઈ શકે, પરંતુ ભારતને આવી પીચની જરુર નથી. નાગપુરમાં દક્ષિણ આફ્રિકાની સામેની આવી જ પીચને લઈને પણ અગાઉ આલોચના થઈ હતી.

ઈંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર ઈયાન બેલે પણ કહ્યુ હતુ કે, પીચ જેવી જોવા મળી રહી તેનાથી લાગતુ નથી કે રમત પાંચ દિવસ સુધી રમી શકાય. જોકે જોવાનુ એ રહેશે કે, બંને ટીમો કેવી રીતે રમી શકે છે. અત્યાર સુધીની રમતના હિસાબથી તો પીચ યોગ્ય નથી લાગી રહી. વળી ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ વોને ટ્વીટ કરીને બીજી ટેસ્ટની પીચને લઇને પણ પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યુ હતુ કે, જો ઈંગ્લેન્ડ આ પીચ પર ટોસ હારી જવા છતાં પણ જીતી જશે તો શાનદાર જીત હશે.

આ પણ વાંચો: INDvsENG: રોહિત શર્માના બેટે ધમાલ મચાવી તો કોહલી શૂન્યમાં આઉટ, જાણો કેવા રહ્યા નવા ટેસ્ટ રેકોર્ડ

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">