AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

INDvsENG: રોહિત શર્માના બેટે ધમાલ મચાવી તો કોહલી શૂન્યમાં આઉટ, જાણો કેવા રહ્યા નવા ટેસ્ટ રેકોર્ડ

ચેન્નાઈ (Chennai Test)માં ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચેની બીજી ટેસ્ટ મેચનો પ્રથમ દિવસ ટીમ ઈન્ડીયાના નામે રહ્યો હતો.

INDvsENG: રોહિત શર્માના બેટે ધમાલ મચાવી તો કોહલી શૂન્યમાં આઉટ, જાણો કેવા રહ્યા નવા ટેસ્ટ રેકોર્ડ
Avnish Goswami
| Edited By: | Updated on: Feb 13, 2021 | 9:06 PM
Share

ચેન્નાઈ (Chennai Test)માં ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચેની બીજી ટેસ્ટ મેચનો પ્રથમ દિવસ ટીમ ઈન્ડીયાના નામે રહ્યો હતો. પ્રથમ સેશનથી જ ટર્ન લઈ રહેલી વિકેટ પર રોહિત શર્માએ અદ્ભુત શતક ફટકાર્યુ હતુ. જેની મદદથી પ્રથમ દિવસના અંતે ભારતે 6 વિકેટે 300 રનનો સ્કોર ખડકી દીધો છે. રોહિત શર્મા (Rohit Sharma)નો સાથ વાઈસ કેપ્ટન અજીંક્ય રહાણે (Ajinkya Rahane)એ નિભાવ્યો હતો. રહાણેએ પણ અર્ધશતકીય રમત રમી હતી. જોકે આ સાથે જ ઈંગ્લેન્ડની ટીમને પણ સારા મોકો રહ્યા હતા. પહેલા અને ત્રીજા સેશનમાં ઈંગ્લેન્ડના બોલરોએ વિકેટો ઝડપી હતી.

એક તરફ રોહિત શર્મા શાનદાર શતકીય રમત રમી હતી તો બીજી તરફ કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) ખાતુ ખોલાવ્યા વિના જ ક્લીન બોલ્ડ થઈને ચાલતો થયો હતો. જે જોઈને એક વર્ષે રુબરુ મેચ જોવા આવેલા દર્શકો પણ હેરાન રહી ગયા હતા. પ્રથમ દિવસની રમત દરમ્યાન પણ કેટલાક રેકોર્ડ બન્યા હતા. જ્યારે કેટલાક મજેદાર આંકડાઓ પણ સામે આવ્યા હતા. આવા જ આંકડાઓ અને રેકોર્ડ પર કરી એ એક નજર.

રોહિત શર્માનો બેટીંગ રેકોર્ડ

1. રોહિત શર્માના કેરિયરનું આ સાતમુ ટેસ્ટ શતક હતુ. ઓપનરના રુપમાં તેનુ આ ચોથુ શતક હતુ. 2019માં દક્ષિણ આફ્રિકા સામે ઓપનીંગ રમતની શરુઆત કરનાર રોહિત શર્માએ અત્યાર સુધીમાં ઓપનર તરીકે 13 ઈનીંગ રમી છે. જેમાં ચાર શતક લગાવ્યા છે.

2. રોહિત શર્મા વિશ્વનો પહેલો એવો ખેલાડી બની ચુક્યો છે. જેણે શ્રીલંકા, વેસ્ટ ઈન્ડીઝ, દક્ષિણ આફ્રિકા અને ઈંગ્લેન્ડ સામે તેણે ક્રિકેટના તમામ ફોર્મેટમાં શતક લગાવ્યા છે.

3. રોહિત શર્માએ ઈનીંગમાં 161 રન બનાવ્યા હતા. આ સાથે 7 શતકમાં ચોથી વખત તે 150 રનથી વધુનો સ્કોર બનાવી ચુક્યો છે. આમ સચિન તેંડુલકર (12) બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વખત 150 રન કે તેનાથી વધુનો સ્કોર બનાવનાર યાદીમાં બીજા નંબર પહોંચ્યો છે. તેણે 11 વખત આ 150ના આંકડાને પાર કર્યો છે.

4. રોહિત શર્માએ અત્યાર સુધીમાં 7 ટેસ્ટ શતક લગાવ્યા છે. તે તમામ શતક તેને દેશમાં જ લગાવ્યા છે. જે નવો ભારતીય રેકોર્ડ છે. આ પહેલા આ પ્રકારનો રેકોર્ડ મહંમદ અઝહરુદ્દીન નામે હતો, જેણે 6 શતક દેશમાં જ લગાવ્યા બાદ વિદેશની ધરતી પર પહેલુ શતક લગાવ્યુ હતુ.

5. ઘર આંગણે ઓછામાં ઓછા એક હજાર રન બનાવવાવાળા બેટ્સમેનોમાં રોહિત શર્માની સરેરાશ સૌથી સારી છે. રોહિત શર્માએ 23 ઈનીંગમાં 1,504 રન કર્યા છે. જેમાં તેની સરેરાશ 83.55 રનની છે. જે સર ડોન બ્રેડમેન બાદ બીજી સૌથી સારી સરેરાશ છે.

6. 2018 બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધારે શતક ફટકારવાના મામલામાં રોહિત શર્મા સૌથી આગળ નીકળી ચુક્યો છે. રોહિત શર્માના નામે 106 પારીમાં 19 શતક છે. વિરાટ કોહલી 120 પારીમાં 18 શતક ધરાવે છે.

7. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઓપનરના રુપમાં સૌથી વધારે શતક બનાવવાના મામલામાં ભારતીય બેટ્સમેનોની યાદીમાં રોહિત શર્માએ સુનિલ ગાવાસ્કરને પાછળ મુકી દીધા છે. રોહિત 35 શતક ધરાવે છે, સુનિલ ગાવાસ્કર 34 શતક ધરાવે છે. જોકે સચિન તેંડુલકર (45) અને વિરેન્દ્ર સહેવાગ (36) સાથે તેની આગળ છે.

વિરાટ કોહલીનો અણગમતા રેકોર્ડ

1. પોતાની 67 રનની ઈનિંગ દરમ્યાન અજીંક્ય રહાણેએ આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં એક હજાર રન પુરા કરી લીધા છે. આ ચેમ્પિયનશીપમાં એક હજાર રન પુરા કરવાવાળો તે પ્રથમ ભારતીય ખેલાડી છે.

2. પ્રથમ ઈનીંગ દરમ્યાન કેપ્ટન વિરાટ કોહલી ખાતુ ખોલાવ્યા વિના જ આઉટ થઈ ગયો હતો. અંડર-19થી લઈને સિનીયર કેરિયર સુધી, ઘરેલુ અને આંતરારાષ્ટ્રીય મેચમાં આ પ્રથમ મોકો હતો કે તેને કોઈ સ્પિનરે શૂન્ય પર આઉટ કર્યો હોય.

3. ભારતે પ્રથમ દિવસે 300 રન બનાવ્યા પરંતુ પુરી ઈનીંગમાં એક પણ રન વધારાના રન રુપે આવ્યો નથી. ટેસ્ટ ક્રિકેટમાં એક્સ્ટ્રા રન વિના જ કોઈ પારીમાં સૌથી વધુ 328 રન ભારતે પાકિસ્તાન સામે 1955માં બનાવ્યા હતા.

g clip-path="url(#clip0_868_265)">