IND vs ENG: પિંક બોલ ટેસ્ટ માટે PM MODI અને ગુહપ્રધાનને આમંત્રણ, સૌરવ ગાંગુલી પણ આવી શકે છે અમદાવાદ

IND vs ENG: 24 ફેબ્રુઆરીના રોજ અમદાવાદમાં નવનિર્મિત મોટેરા સ્ટેડિયમમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ડે-નાઇટ Pink Ball  ટેસ્ટ મેચ રમાવાની છે. આ ટેસ્ટ મેચ માટે પીમોદી અને ગૃહ પ્રધાન અમિત શાહને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. જેમાં એવી શક્યતા છે કે 23 થી 25 ફેબ્રુઆરી સુધી સૌરવ ગાંગુલી અમદાવાદમાં રહેશે.

IND vs ENG: પિંક બોલ ટેસ્ટ માટે PM MODI અને ગુહપ્રધાનને આમંત્રણ, સૌરવ ગાંગુલી પણ આવી શકે છે અમદાવાદ
Follow Us:
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Feb 21, 2021 | 2:30 PM

IND vs ENG: બીસીસીઆઈના પ્રમુખ સૌરવ ગાંગુલી ઇંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચ પહેલા 23 મીએ અમદાવાદની મુલાકાતે આવી શકે છે. જેમાં 24 ફેબ્રુઆરીના રોજ અમદાવાદમાં નવનિર્મિત મોટેરા સ્ટેડિયમમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ડે-નાઇટ Pink Ball  ટેસ્ટ મેચ રમાવાની છે. આ ટેસ્ટ મેચ માટે પીમોદી અને ગૃહ પ્રધાન અમિત શાહને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. જેમાં એવી શક્યતા છે કે 23 થી 25 ફેબ્રુઆરી સુધી સૌરવ ગાંગુલી અમદાવાદમાં રહેશે. જો કે બે મહિના પૂર્વે સૌરવ ગાંગુલીને હળવો હાર્ટ એટેક આવ્યો હતો. જેની બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર પછી તે પ્રથમ વખત કોઇ જાહેર કાર્યક્રમમાં ભાગ લેશે.

ભારતીય ટીમના આ પૂર્વ કપ્તાને આ પૂર્વે દરેક ડોમેસ્ટિક સીરિઝ મેચ પૂર્વે Pink Ball  ટેસ્ટનું આયોજન કરવાની વાત કરી હતી. તેમણે કહ્યું, દરેક ડોમેસ્ટિક સીરિઝ Pink Ball  ટેસ્ટ જરૂરી છે. દરેક પેઢી કોઇને કોઇ પરિવર્તનના તબક્કામાંથી પસાર થાય છે. પિંક બોલ ટેસ્ટ આ ટેસ્ટ ક્રિકેટમાં થયેલો મુખ્ય ફેરફારમાંથી એક છે. તેની વિશેષતા એ છે કે તે ટેસ્ટ ક્રિકેટને જીવંત રાખી શકે છે. મને લાગે છે કે અમદાવાદના નવા સ્ટેડિયમમાં દરેકને એક શાનદાર નજારો જોવા મળશે. ઉલ્લેખનીય છે કે આ મેચની તમામ ટિકિટો બુક થઈ ચૂકી છે.

સૌરવ ગાંગુલીને જાન્યુઆરીમાં હાર્ટ એટેક આવ્યો હતો

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

ઉલ્લેખનીય છે કે , જાન્યુઆરીમાં સામાન્ય હાર્ટ એટેક આવ્યા બાદ ગાંગુલીને કોલકત્તાની વુડલેન્ડ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેના હૃદયની ત્રણ ધમનીઓમાં અવરોધ જોવા મળ્યો. આ પછી તેમની એન્જીયોપ્લાસ્ટી પછી સ્ટેન્ટ્સ મૂકવામાં આવ્યા હતા. ગાંગુલી હવે સંપૂર્ણ સ્વસ્થ છે અને ફરી એકવાર પોતાની જવાબદારી નિભાવવા માટે તૈયાર છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">