IND vs ENG: બેન સ્ટોક્સ થયો રન આઉટ, વિરાટ કોહલી પહોચ્યો અમ્પાયર પાસે અને પછી થયું કઈંક આવું

ભારત અને ઇંગ્લેંડ (India vs England) સામેની બીજી વન ડે મેચમાં છ વિકેટ થી હારનો સામનો કરવો પડ્યો હતો. 337 રનના લક્ષ્ય સામે ઇંગ્લીશ ટીમના જોની બેયરસ્ટો (Jonny Bairstow) અને બેન સ્ટોક્સ (Ben Stokes) એ તોફાની બેટીંગ કરીને ચાર વિકેટ થી જીત અપાવી હતી.

Avnish Goswami
| Edited By: | Updated on: Mar 27, 2021 | 11:23 AM

ભારત અને ઇંગ્લેંડ (India vs England) સામેની બીજી વન ડે મેચમાં છ વિકેટ થી હારનો સામનો કરવો પડ્યો હતો. 337 રનના લક્ષ્ય સામે ઇંગ્લીશ ટીમના જોની બેયરસ્ટો (Jonny Bairstow) અને બેન સ્ટોક્સ (Ben Stokes) એ તોફાની બેટીંગ કરીને ચાર વિકેટથી જીત અપાવી હતી. બેયરસ્ટોએ ભારત સામે શતક લગાવ્યુ હતુ, જ્યારે બેન સ્ટોક્સ એક રન થી શતક ચુકી ગયો હતો. મેચ દરમ્યાન જ્યારે મેચ દરમ્યાન એક તક એવી પણ હતી કે, બેન સ્ટોક્સ રન આઉટ થઇ ગયો હતો.

જોકે થર્ડ અંપાયરનો નિર્ણય ઇંગ્લીશ ખેલાડીના પક્ષમાં આપવામાં આવ્યો હતો. જેનો ફાયદો ઉઠાવીને ભારતથી મેચ છીનવાઇ ગઇ હતી. અંપાયરના આ નિર્ણયને લઇને નારાજગી પણ ભારતીયો તરફ થી જોવા મળી હતી. કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) એ બાદમાં ગ્રાઉન્ડ અંપાયર નિતીન મેનન (Nitin Menon) સાથે વાત કરવાનો પ્રયાસ પણ કરવા લાગ્યો હતો. પરંતુ અંપાયર નિતીન એ તેને કોઇ ભાવ જ ના આપ્યો.

આ ઘટના ઇંગ્લેંડની ઇનીંગની 26મી ઓવરમાં થઇ હતી. ભુવનેશ્વર કુમારના બોલ પર બેન સ્ટોક્સ એ મિડ ઓન તરફ શોટ લગાવ્યો હતો. ત્યાર બાદ બે રન માટે દોડ્યો હતો. આવામાં કુલદિપ યાદવ એ બોલને રોકીને સીધો જ થ્રો સ્ટંપ પર મારી દીધો હતો. બેન સ્ટોક્સ ક્રિઝ પાસે પહોંચવા દરમ્યાન ધીમો થઇ ગયો હતો. રિપ્લેમાં જોયુ તો સ્ટંપ્સ થી બોલ અથડાયો ત્યારે બેટ લાઇન પર જ હતુ. જોકે સ્ટંપ્સની લાઇટ થવામાં પળ વીતી ગઇ હતી. બાદમાં થર્ડ અંપાયર એ બેન સ્ટોક્સને નોટ આઉટ કરાર આપ્યો હતો. અંપાયરના આ નિર્ણયે સૌને ચોંકાવી દીધા હતા. યુવરાજ સિંહ થી લઇને માઇકલ વોન સહિતના અનેક લોકોએ લખ્યુ કે સ્ટોક્સ આઉટ હતો, પરંતુ લકી રહ્યો હતો.

અમ્પાયરે કોહલીને ભાવ ના આપ્યો
બેન સ્ટોક્સને આઉટ નહી આપવાને લઇને ભારતીય ખેલાડી અસહમત જોવા મળ્યા હતા. ટીમ ઇન્ડીયાના કેપ્ટન વિરાટ કોહલી બાદમાં મેદાની અંપાયર નિતીન મેનન થી વાત કરવા લાગ્યો હતો. તે ક્રિઝ પાસે જ બેસી ગયો અને તે બેટ ક્યાં હતુ એ બતાવવા લાગ્યો હતો. જોકે નિતીન મેનને કોઇ જ ધ્યાન આપ્યુ નહોતુ. કોહલી પણ આવુ જોઇને આશ્વર્ય પામ્યો હતો, પરંતુ કંઇજ કરી શક્યો નહોતો. કોમેન્ટેટર પણ આ ઘટનાને લઇને હસી રહ્યા હતા.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">