IND vs AUS 3rd ODI: રોહિત-કોહલીનો બ્રોમાંસ, ઓસ્ટ્રેલિયાઈ બોલરોની કરી ધુલાઈ, 69 બોલમાં ભારતની શાનદાર વિજય
India vs Australia: રોહિત શર્માની સદી અને વિરાટ કોહલીની હાફ સેન્ચ્યુરની મદદથી ભારતે ત્રીજી વનડેમાં ઓસ્ટ્રેલિયાને કરારી હાર આપી છે. જોકે, ઓસ્ટ્રેલિયાએ 2-1થી સિરીઝ પોતાને નામ કરી છે.

સિડની: ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામે ત્રીજી વનડે જીતી લીધી છે. સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર ભારતે નવ વિકેટથી વ્યાપક વિજય મેળવ્યો. પહેલા બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયા 236 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. એક સમયે ટીમ 3 વિકેટે 183 રન બનાવી ચૂકી હતી. ત્યારબાદ ભારતીય ટીમે જોરદાર વાપસી કરી અને ઇનિંગ્સને સમેટી લીધી. રોહિત શર્માની સદી અને વિરાટ કોહલીની ફિફ્ટીના સહારે, ટીમે 39મી ઓવરમાં 69 બોલ બાકી રહેતા માત્ર એક વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું. રોહિતે 121 રન બનાવ્યા, જ્યારે વિરાટ કોહલીએ 74 રન બનાવ્યા. જોકે, ઓસ્ટ્રેલિયાએ ત્રણ મેચની શ્રેણી 2-1થી પોતાને નામ કરી છે.
રોહિત શર્માએ ફટકારી 33મી સદી
રોહિત શર્માએ ભારતીય ટીમ માટે તેની 33મી વનડે સદી ફટકારી. તે શરૂઆતથી જ સારા ફોર્મમાં દેખાતો હતો. શુભમન ગિલ 24 રન બનાવ્યા બાદ શરૂઆતમાં આઉટ થઈ ગયો હતો, પરંતુ ત્યારબાદ વિરાટને રોહિતનો ટેકો મળ્યો. વિરાટે ઇનિંગ્સ દરમિયાન તેની ફિફ્ટી પણ પૂરી કરી. બંનેએ ઓસ્ટ્રેલિયન બોલરોને કોઈ તક આપી ન હતી. રોહિતે125 બોલની પોતાની ઇનિંગમાં 13 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા. બંનેએ 173 બોલમાં 168 રનની ભાગીદારી નોંધાવી. વિરાટે 81 બોલની ઇનિંગમાં 7 ચોગ્ગા ફટકાર્યા.
ભારતે ટીમ ઓસ્ટ્રેલિયાને ભાગીદારી ન કરવા દીધી
ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો, પરંતુ તેમના બેટ્સમેન મોટી ભાગીદારી નિભાવવામાં નિષ્ફળ ગયા. ભારતીય બોલરોએ સારું પ્રદર્શન કર્યું, ખાસ કરીને સ્પિનર્સે.. જેઓ વચ્ચેની ઓવરોમાં રનના પ્રવાહને રોકવામાં સફળ રહ્યા. હર્ષિત રાણાએ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડની પીચ પરથી સારી ગતિ અને ઉછાળો મેળવ્યો અને પ્રભાવશાળી પ્રદર્શનથી તેના ટીકાકારોને જવાબ આપ્યો. તેણે 39 રનમાં ચાર વિકેટ ઝડપી, જે તેની વનડે કારકિર્દીનું શ્રેષ્ઠ પ્રદર્શન છે.
કેપ્ટન મિશેલ માર્શ (41) અને ટ્રેવિસ હેડ (29) વચ્ચે 61 રનની ઓપનિંગ ભાગીદારી અને રેનશો (56) અને એલેક્સ કેરી (24) વચ્ચે 54 રનની ભાગીદારીએ ઓસ્ટ્રેલિયાને મેચમાં જાળવી રાખ્યું, પરંતુ તે મોટો સ્કોર હાંસલ કરવા માટે પૂરતું ન હતું. માર્શ અને હેડે વિકેટની આસપાસ કેટલાક સારા શોટ રમ્યા. પરંતુ હેડે મોહમ્મદ સિરાજનો એક સહજ બોલને બેકવર્ડ પોઈન્ટ પર પ્રસિદ કૃષ્ણાના હાથમાં સીધો પહોંચાડી દેતા વિકેટ ગુમાવી દીધી.
વિરાટ અને ઐયરે ઝટક્યા શાનદાર કેચ
વોશિંગ્ટન સુંદરની બોલ પર મેથ્યુ શોર્ટ (30) ને આઉટ કરવા માટે વિરાટ કોહલીનો બેકવર્ડ પોઈન્ટ પરનો કેચ શ્રેષ્ઠ રીફ્લેક્સ કેચમાંથી એક ગણી શકાય. પરંતુ શ્રેયસ ઐયરે કેરીને આઉટ કરવા માટે દોડીને જે પ્રકારે શાનદાર કેચ કર્યો તે પણ એક મજબુત પ્રયાસ હતો. શ્રેયસે પોઈન્ટ પરથી ડાઇવ કર્યો અને નોંધપાત્ર અંતર કાપ્યું, જોકે તેમાં તેને થોડી ઈજા પણ આવી
