ICC Rankings: ન્યુઝીલેન્ડ સામે નિષ્ફળ રહેનાર વિરાટ કોહલી સાતમા ક્રમાકે ઘકેલાયો, રોહીત શર્મા પાંચમાં નબંરે યથાવત, બોલરોમાં આર અશ્વિન બીજા નંબરે

વિરાટ કોહલી પાસે દક્ષિણ આફ્રિકાના પ્રવાસમાં આઈસીસી રેન્કિગમાં થયેલ નુકસાન ભરપાઈ કરવાની સુવર્ણ તક હશે. દક્ષિણ આફ્રિકામાં ભારત ત્રણ ટેસ્ટ મેચ રમશે.

ICC Rankings: ન્યુઝીલેન્ડ સામે નિષ્ફળ રહેનાર વિરાટ કોહલી સાતમા ક્રમાકે ઘકેલાયો, રોહીત શર્મા પાંચમાં નબંરે યથાવત, બોલરોમાં આર અશ્વિન બીજા નંબરે
Virat Kohli (file photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 22, 2021 | 4:56 PM

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીને (Virat Kohli ) ICC ટેસ્ટ બેટ્સમેન રેન્કિંગમાં (ICC Rankings) ભારે નુકસાન થયુ છે. તે એક સ્થાનના નુકસાન સાથે સાતમા ક્રમાકે સરકી ગયો છે. ન્યુઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચ રમનાર કોહલી છઠ્ઠા સ્થાને હતો પરંતુ હવે 756 પોઈન્ટ સાથે સાતમા સ્થાને છે. જો કે ભારતનો રોહિત શર્મા પાંચમા સ્થાને યથાવત છે. ઓસ્ટ્રેલિયાના માર્નસ લાબુશેને (Marnus Labuschagne) એશિઝ શ્રેણીમાં તેના શાનદાર ફોર્મને કારણે ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટને (England captain Joe Root) બદલે વિશ્વનો નંબર વન બેટ્સમેન બન્યો છે. એશિઝ સિરીઝમાં અત્યાર સુધી રમાયેલી બે મેચમાં તેના શાનદાર પ્રદર્શનના કારણે લાબુશેન પ્રથમ વખત બેટ્સમેનોની ICC રેન્કિંગમાં ટોચ પર પહોંચી ગયો છે. કારકિર્દીના સર્વશ્રેષ્ઠ 912 રેટિંગ પોઈન્ટ્સ સાથે, તેણે રૂટ (897 પોઈન્ટ)ને બીજા સ્થાને ધકેલવામાં સફળ રહ્યો.

માર્નસ લેબુશેન શ્રેણી પહેલા તે ચોથા ક્રમે હતો પરંતુ બ્રિસ્બેનમાં રમાયેલ એશિઝ શ્રેણીની પ્રથમ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાની જીતમાં 74 રન બનાવ્યા બાદ બે સ્થાન ઉપર આવીને બીજા સ્થાને પહોંચી ગયો હતો. ત્યાર બાદ, એડિલેડમાં તેણે એક સદી અને અડધી સદી (103 અને 51) ફટકારી હતી. બીજી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડને 275 રનથી હરાવી એશિઝ શ્રેણીમાં 2-0થી લીડ મેળવી લીધી છે. લેબુશેન અને કોહલી સિવાય ટેસ્ટ બેટ્સમેનોની ટોપ-10 રેન્કિંગમાં કોઈ ફેરફાર થયો નથી.

અશ્વિન બીજા સ્થાને યથાવત  બોલરોમાં રવિચંદ્રન અશ્વિન હજુ પણ ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સ પછી બીજા સ્થાને છે. બીજી તરફ, કમિન્સનો સાથી ખેલાડી મિચેલ સ્ટાર્ક બીજી ટેસ્ટમાં 6/80 (પ્રથમ ઇનિંગમાં 4 વિકેટ)ના પ્રદર્શન સાથે ટેસ્ટ બોલરોની રેન્કિંગમાં ટોચના 10 બોલરોમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યો હતો. તે નવમા સ્થાને પહોંચી ગયો છે. એડિલેડમાં ન રમનાર જોશ હેઝલવુડને એક ક્રમાક પાછળ ધકેલાયો છે. તે હવે પાંચમા નંબર પર આવી ગયો છે. તેનું સ્થાન ટિમ સાઉથીએ લીધું છે, જે ચોથા નંબરે પહોંચી ગયો છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

એડિલેડ ટેસ્ટ દરમિયાન મિચેલ સ્ટાર્કે પણ બેટથી યોગદાન આપ્યું હતું. તેણે 39 રન અને અણનમ 19 રનની ઇનિંગ્સ રમી હતી. આ સાથે તે ટેસ્ટ ઓલરાઉન્ડરોની રેન્કિંગમાં છઠ્ઠા સ્થાને પહોંચી ગયો છે. ઈંગ્લેન્ડનો કેપ્ટન જો રૂટ ભલે બેટ્સમેનોમાં બીજા ક્રમે આવ્યો હોય, પરંતુ તેને બોલિંગના સારા પ્રદર્શનનો ફાયદો પણ મળ્યો છે. તેણે એડિલેડમાં 86 રન બનાવ્યા અને ત્રણ વિકેટ લીધી. જેના કારણે તેઓ બે સ્થાન ઉપર આવીને 10મા નંબરે આવ્યો છે.

આ પણ વાંચોઃ

England: જોફ્રા આર્ચરે ઇજાને લઇને કરાવ્યુ ઓપરેશન, લાંબો સમય સુધી ક્રિકેટ થી રહેશે દૂર, જાણો ક્યાં સુધી નહી કરી શકે બોલીંગ

આ પણ વાંચોઃ

IND Vs SA: દક્ષિણ આફ્રિકાની ટીમને નબળી સમજવી હશે મોટી ભૂલ, જાણો વિરોધી બેટ્સમેનો-બોલરોનુ કેવુ છે ફોર્મ

Latest News Updates

જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
g clip-path="url(#clip0_868_265)">