શું ઈમરાન ખાન આવશે વર્લ્ડ કપ ફાઈનલ મેચમાં? તમામ વિશ્વ વિજેતા કેપ્ટનોને અપાયુ આમંત્રણ
વર્લ્ડ કપ 2023ની ફાઈનલ રવિવારે એટલે કે 19 નવેમ્બરે યોજાવા જઈ રહી છે. વિશ્વભરના તમામ ક્રિકેટ ચાહકો આ દિવસની રાહ જોઈ રહ્યા છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ત્યારે આ મેચમાં વર્લ્ડ કપ ફાઈનલ સેરેમનીમાં તમામ વિશ્વ વિજેતા કેપ્ટનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. પરંતુ આ વચ્ચે એક પ્રશ્ન છે. કે શું ઇમરાન ખાન મેચ જોવા આવશે કે નહીં.
સમગ્ર ભારત દેશમાં હાલમાં મેચને લઈ મહા મુકાબલનો માહોલ છે. ત્યારે વર્લ્ડ કપ 2023ની ફાઈનલ રવિવારે એટલે કે 19 નવેમ્બરે યોજાવા જઈ રહી છે. વિશ્વભરના તમામ ક્રિકેટ ચાહકો આ દિવસની રાહ જોઈ રહ્યા છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.
મહત્વનુ છે કે આ દરમિયાન 2023ના વર્લ્ડ કપની ફિનાલે જોવા માટે વિશ્વભરમાંથી વિશ્વ કપ વિજેતા કેપ્ટનોને આમંત્રણ મોકલવામાં આવ્યા છે. સાથે આ ફિનાલેમાં ઘણા મોટા સેલેબ્સ ભાગ લે તેવી અપેક્ષા છે.
તમામ ભૂતપૂર્વ કેપ્ટનોને આમંત્રણ
એક અહેવાલ અનુસાર તમામ વર્લ્ડ કપ વિજેતા ટીમોના કેપ્ટન રહી ચૂક્યા છે તે તમામ લોકોને આ ફિનાલે જોવા માટે આમંત્રણ મોકલવામાં આવ્યું છે. પૂર્વ ભારતીય કેપ્ટન કપિલ દેવ સહિત વિશ્વના તમામ મહાન કેપ્ટન રવિવારે ફરી એકવાર સાથે જોવા મળશે, પરંતુ સવાલ એ છે કે શું પાકિસ્તાનના વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન ઈમરાન ખાનને ભારત સરકાર દ્વારા ભારત આવવા માટે વિઝા આપવામાં આવશે. પરંતુ આ વચ્ચે શું પૂર્વ પાકિસ્તાની કેપ્ટન વર્લ્ડકપ ફાઇનલ જોવા ભારત આવશે?
વર્લ્ડ કપના સમાપન સમારોહમાં પોપ સિંગર દુઆ લિપાના પરફોર્મન્સને લઈને અટકળો ચાલી રહી છે. જો કે, દુઆ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. આની અપેક્ષા રાખવામાં આવી રહી છે કારણ કે વર્ચ્યુઅલ ઈવેન્ટમાં શુભમનને આપેલા જવાબથી એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે તે પરફોર્મ કરી શકે છે.
રજનીકાંત, અમિતાભ બચ્ચન, કમલ હાસન જેવા ઘણા મોટા સ્ટાર્સ આ હાઈ વોલ્ટેજ સ્પર્ધામાં હાજરી આપે તેવી અપેક્ષા છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે વડાપ્રધાન મોદી પણ આ ફંક્શનમાં ભાગ લઈ શકે છે. આ મેચ માટે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ અને ડેપ્યુટી પીએમ રિચર્ડ માર્લ્સને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. જો કે, તે હાજરી આપશે તેની કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
ભારત-ઓસ્ટ્રેલિયા મેચને યાદગાર બનાવવા માટે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ભારતીય વાયુસેનાની સૂર્ય કિરણ ટીમ દ્વારા ફાઇનલ મેચમાં સ્ટેડિયમની આસપાસ એરોબેટિક ડિસ્પ્લે કરવામાં આવશે. રવિવારે કરતા પહેલા શુક્રવારે તેનું રિહર્સલ કરવામાં આવશે.
આ પણ વાંચો : વર્લ્ડ કપ ફાઈનલમાં પ્લેઈંગ-11 માં શું રોહિત કરશે કોઈ પરિવર્તન? જાણો ભારતની સંભવિત પ્લેઈંગ 11
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત વિ ઓસ્ટ્રેલિયા ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ફાઈનલ દરમિયાન વિશ્વ કપ વિજેતા તમામ કેપ્ટનોને સન્માનિત કરશે. જો કે, પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન ઈમરાન ખાન હજુ પણ જેલમાં હોવાથી સમારોહમાં હાજરી આપશે નહીં. તોશાખાના ભ્રષ્ટાચાર કેસમાં દોષિત જાહેર થયા બાદ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને ઓગસ્ટમાં જેલની સજા ફટકારવામાં આવી હતી.