AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hardik Pandya : પોલાર્ડને દાદાજી બોલાવે છે હાર્દિક પંડ્યા, કહ્યું પોલાર્ડ દિલથી ગુજરાતી છે

હાર્દિકે કહ્યું કે, પોલાર્ડ ભલે કેરેબિયન હોય, પરંતુ તે હૃદયથી સંપૂર્ણપણે ગુજરાતી છે. હવે તે માત્ર મિત્ર કે સાથી ખેલાડી જ નહીં પરંતુ પરિવાર બની ગયો છે.

Hardik Pandya : પોલાર્ડને દાદાજી બોલાવે છે હાર્દિક પંડ્યા, કહ્યું પોલાર્ડ દિલથી ગુજરાતી છે
Hardik Pandya & Kieron Pollard
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 18, 2021 | 1:58 PM
Share

Hardik Pandya : ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ ટી 20 વર્લ્ડ કપ પહેલા વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન કિરોન પોલાર્ડ વિશે કેટલીક રમુજી વાતો જણાવી છે.

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં, હાર્દિક અને કિરોન પોલાર્ડ બંને ફ્રેન્ચાઇઝી ટીમ મુંબઇ ઇન્ડિયન્સ (Mumbai Indians) તરફથી રમે છે. હાર્દિકે કહ્યું કે, પોલાર્ડ ભલે કેરેબિયન (Caribbean) હોય, પરંતુ તે હૃદયથી સંપૂર્ણપણે ગુજરાતી છે. આ સિવાય હાર્દિકે (Hardik Pandya) કહ્યું કે તેઓ પોલાર્ડને દાદા કહે છે.

હાર્દિક પંડ્યા (Hardik Pandya)એ એક ન્યુઝ વેબસાઈટને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું, ‘મારા માટે કૃણાલ પંડ્યાની જેમ, કિરોન પોલાર્ડ પણ છે, અમે તેમને દાદાજી (ગ્રાન્ડ પા) કહીએ છીએ. તે વેસ્ટ ઈન્ડિઝ (West Indies)નો છે, પરંતુ હૃદયથી ગુજરાતી છે. તે ખરેખર એક ભારતીયની જેમ વિચારે છે. જે વ્યક્તિ પ્રોપર્ટી ખરીદવામાં માને છે, જે રોકાણ કરવામાં માને છે, હું પ્રોપર્ટી ખરીદીશ કારણ કે તે વધશે, હું એક પણ રૂપિયાનો બગાડ નહીં કરું. તે લાંબા સમયથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ (International Cricket) રમી રહ્યો છે.

તેમણે આગળ કહ્યું, ‘ઘણી વખત એવું બન્યું છે કે, તેઓએ મને શાંત કરાવ્યો છે, કૃણાલના કારણે અમારી મિત્રતા 2015 માં શરૂ થઈ હતી. મેં પોલાર્ડ સાથે વાત કરી નહોતી, તે અમારા રૂમની બાજુના રૂમમાં હતો. જ્યારે કૃણાલ આવ્યો ત્યારે મેં પોલાર્ડ સાથે વાત કરવાનું શરૂ કર્યું. હવે તે માત્ર મિત્ર કે સાથી ખેલાડી જ નહીં પરંતુ પરિવાર બની ગયો છે. 23 ઓક્ટોબરે વેસ્ટ ઇન્ડીઝે ઇંગ્લેન્ડ સામે ટુર્નામેન્ટમાં પોતાની પ્રથમ મેચ રમવાની છે. પોલાર્ડના મતે ક્રિસ ગેલ પોતાની શાનદાર રમત બતાવશે.

ભારતીય ટીમ (Team India) ટી20 વિશ્વકપ (T20 World Cup) માં પાકિસ્તાન (Pakistan) સામેની મેચથી અભિયાનની શરુઆત કરશે. BCCI દ્વારા ટી20 વિશ્વકપનુ આયોજન યુએઇ અને દુબઇમાં યોજવામાં આવ્યુ છે. હાલમાં ક્વોલિફાઇંગ રાઉન્ડની મેચ રમાઇ રહી છે. આ મેચ પહેલા ભારતીય ટીમે (Team India) ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે બે વોર્મ અપ મેચ રમવાની છે. ટીમ ઈંગ્લેન્ડ સામે પ્રથમ વોર્મ અપ મેચ રમવા જઈ રહી છે.

આ પણ વાંચો : Gold Price Today : દિવાળી સુધી સોનાનું રોકાણ આપી શકે છે સારું રિટર્ન, જાણો શું છે આજે 1 તોલા સોનાના ભાવ

આ પણ વાંચો : Delhi Air Pollution: વરસાદ હોવા છતાં, દિલ્હી-NCRમાં હવાનું પ્રદૂષણ વધ્યું, AQI 350 પર પહોચ્યું,પરિસ્થિતિ વધુ ખરાબ થવાની શક્યતા

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">