AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ESPNcricinfo એ નેક્સા દ્નારા સંચાલિત ઉદ્ધાટન ક્રિકકાસ્ટરના વિજેતાની જાહેરાત કરી

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 દરમિયાન શરૂ કરાયેલ, આ ઝુંબેશમાં ભારતભરના ચાહકોને રમત સાથેના તેમના જોડાવને પ્રદર્શિત કરનાર એક મિનિટના વિડિયો સબમિટ કરવા આમંત્રણ આપવામાં આવ્યું હતું. સોશિયલ પ્લેટફોર્મ પર 700 થી વધુ એન્ટ્રીઓ સાથે પ્રતિસાદ જબરદસ્ત રહ્યો હતો.

ESPNcricinfo એ નેક્સા દ્નારા સંચાલિત ઉદ્ધાટન ક્રિકકાસ્ટરના વિજેતાની જાહેરાત કરી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 02, 2025 | 10:15 AM

હવે રાહ પૂરી થઈ. સર્જનાત્મક અસાઈમેન્ટ, ઓનગ્રાઉન્ડ પડકારો અને સ્ટુડિયો ટ્રાયલ્સની કઠિન પ્રક્રિયા પછી, ESPNcricinfo, Nexa સાથે ભાગીદારીમાં, પ્રથમ ‘ESPNcricinfo Criccaster’ના વિજેતાની જાહેરાત કરતા ખુશ છે. આ પહેલા કેમેરા પર વાર્તાકાર બનવાની ઇચ્છા ધરાવતા ક્રિકેટ ચાહકો માટે એક પ્રશંસક તરીકે ડિઝાઈન કરવામાં આવી છે.ચેમ્પિયન્સ ટ્રોફી 2025 દરમિયાન શરૂ કરાયેલ, આ ઝુંબેશમાં ભારતભરના ચાહકોને રમત સાથેના તેમના જોડાવને પ્રદર્શિત કરનાર એક મિનિટના વિડિયો સબમિટ કરવા આમંત્રણ આપવામાં આવ્યું હતું. સોશિયલ પ્લેટફોર્મ પર 700 થી વધુ એન્ટ્રીઓ સાથે પ્રતિસાદ જબરદસ્ત રહ્યો હતો.

આ સબમિશનમાં 30 વ્યક્તિઓની મૌલિકતા, રમતની સમજ અને ઓન કેમનેરા પર ઉપસ્થિતિના આધાર પર શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા હતા. તેમને ક્રિકેટની સમજ, વિશ્લેષણાત્મક તેમજ ચાાહકો માટે ક્રિકેટને રજુ કરવાની તેની ક્ષમતાનું આકલન કરવા માટે તૈયાર કરવામાં આવેલા 3 અસાઈમેન્ટની એક સીરિઝ છે.

ક્રિકેટ પ્રેજેન્ટર મયંતી લેંગર, જતીન સપ્રુ અને રૌનક કપૂરની બનેલી એક નિષ્ણાત પેનલે સ્પર્ધકોનું મૂલ્યાંકન કર્યું અને ચાર ફાઇનલિસ્ટ નક્કી કર્યા હતા.

કેટલી સ્પીડ પર Aeroplane ટેકઓફ કરે છે ?
Food Colour થી શું સમસ્યાઓ થઈ શકે છે?
57 વર્ષની ઉંમરે બીજી વખત લગ્ન કરનાર આશિષ વિદ્યાર્થીનો આવો છે પરિવાર
વસ્તી ગણતરી 2027: આ 6 સવાલો માટે થઈ જજો તૈયાર!
તમારી ઉંમર પ્રમાણે તમારે રોજ કેટલું ચાલવું?
કેલ્શિયમની ખામી દૂર થશે, રોજ ખાવાનું ચાલુ કરો આ વસ્તુઓ

પલક શર્મા (દિલ્હી)

અશ્વિન મેનન (મુંબઈ)

ધ્રુવ શુક્લા(મુંબઈ)

નકુલ શર્મા(ફરીદાબાદ)

નેક્સા આ સફરનો એક અભિન્ન ભાગ બની

આ ફાઈનલિસ્ટ 5 અલગ અલગ પડકારોમાંથી પસાર થયા હતા. જેમાં સ્ટોરી સંભળાવી પ્રશંસકો સાથે વાતચીત તેમજ એક ક્રિકેટ સેલિબ્રિટીનીસાથે એક સેગેમેન્ટ સામેલ હતુ. તેની આ સફર ESPNcricinfo સ્ટૂડિયોમાં પૂર્ણ થઈ હતી. જેમાં તેમણે એક પૂર્વ ક્રિકેટરની સાથે એક રીઅલ-ટાઇમ સ્ટુડિયો વાતાવરણમાં ભાગ લીધો.

સ્પોન્સર દ્વારા સંચાલિત, નેક્સા આ સફરનો એક અભિન્ન ભાગ બની હતી. સ્પર્ધાના મુખ્ય તબક્કા દરમિયાન મારુતિ સુઝુકી FRONX ફાઇનલિસ્ટ માટે મુસાફરી સાથી તરીકે કામ કર્યું. આ વાહન તેમની મુસાફરી-આધારિત સામગ્રીમાં મુખ્ય ભૂમિકા ભજવતું હતું, જે સ્ટોરી કહેવાના અનુભવમાં સ્ટાઈલમાં, આરામ અને ગતિશીલતાની ભાવના લાવતું હતું.

નકુલ શર્માને વિજેતા

તમામ 4 પ્રવાસESPNcricinfoના ડિજિટલ ઈકોસિસ્ટમમાં જોવા મળ્યા હતા. બ્રાન્ડના મુખ્ય લાઈવ શો ESPNcricinfo TimeOut પર ઉપસ્થિતિથી લઈ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સમર્પિત સુવિધાઓ સુધી જેમાં ચાહકો તેની પ્રગતિનું અનુસરણ કરી શકે અને સમર્થનને જોઈ શકે. પસંદગી પ્રક્રિયા પછી, નકુલ શર્માને વિજેતા તરીકે પસંદ કરવામાં આવ્યા અને તેઓ IPL 2025 ના છેલ્લા તબક્કા દરમિયાન 3 જૂને ESPNcricinfoના લાઇવ શોમાં પ્રથમ વખત હાજર રહેશે.21 વર્ષીય નકુલ શર્મા ફરીદાબાદ થી સ્ટેજ હોસ્ટ, પર્ફ્યુશનિસ્ટ અને કોમ્યુનિકેશન ગ્રેજ્યુએટ છે. થિએટર રેડિયો અને લાઈવ ઈવેન્ટમાં તેનું સારું કામ છે.

મંયતી લેંગરે કહ્યું, સ્ટુડિયોનું વાતાવરણ ડરામણું અને ઘણીવાર અણધાર્યું હોઈ શકે છે. દરેક ફાઇનલિસ્ટ દબાણનો સામનો કરે છે તે જોવું પ્રશંસનીય હતું. નકુલ એક સ્વાભાવિક વ્યક્તિ તરીકે ઉભરી આવ્યો, જેમાં વિચારોની સ્પષ્ટતા, રમતની સારી સમજ અને પોતાની જાત પ્રત્યે સાચા રહેવાનો અનુભવ હતો.”

જતિન સપ્રુએ કહ્યું,ફાઈનલિસ્ટને દરેક તબક્કામાં આગળ વધતા જોવું એક પ્રેરણાદાયક હતુ. જેમાં મને મારી શરુઆતની સફરની યાદો તાજા થઈ હતી. નકુલની ઈમાનદારી અને પ્રામાણિકતાની સાથે સાથે તેના આત્મવિશ્વાસથી ભરેલા પ્રદર્શને એક સ્થાયી છાપ છોડી હતી.

રૌનક કપૂરે કહ્યું, તમામ 4 ફાઈનલિસ્ટ એક તાજગી અને વ્યક્તિત્વને લઈ આવ્યા. નકુલે વિશેષ રુપથી પોતાના પ્રત્યે સાચા રહીને અમને મંત્રમુગ્ધ રાખ્યા. તેને ચાહકો તરીકે જોવો ખૂબ જ સારો રહ્યો, જ્યારે તેણે રમતની ઉત્સાહી સમજ પણ દર્શાવી.”

દુનિયામાં નવા ચહેરાઓનું સ્વાગત

ESPNcricinfo ના મુખ્ય સંપાદક સંબિત બાલે કહ્યું, ક્રિકકાસ્ટરના ચાહક જૂથની અંદર પ્રતિભા અને જુસ્સાને બહાર કાઢવાના વિચાર પર બનાવવામાં આવ્યું હતું. વિજેતા શોધવા કરતાં પણ વધુ, તે એક પ્લેટફોર્મ પૂરું પાડવા, માર્ગદર્શન આપવા અને ક્રિકેટ મીડિયાની દુનિયામાં નવા ચહેરાઓનું સ્વાગત કરવા વિશે હતું. નકુલે ટોચનું સ્થાન મેળવ્યું, પરંતુ પલક, અશ્વિન અને ધ્રુવ બધા પોતપોતાની અનોખી રીતે વિજેતા રહ્યા.

નેક્સા દ્વારા સંચાલિત ક્રિકકાસ્ટરની સાથે ESPNcricinfoના ચાહકોની સંલગ્નતાને વધુ ઊંડાણપૂર્વક વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રાખ્યું છે, ફક્ત દર્શકો તરીકે જ નહીં, પરંતુ ક્રિકેટ સામગ્રીના ભવિષ્યને આકાર આપતા સક્રિય સહભાગીઓ તરીકે.3 જૂન સાંજે 6:30 કલાકે ESPNcricinfo ટાઈમ આઉટ લાઈવ શો જુઓ અને નકુલ શર્માને આઈપીએલ 2025ના વિશે ચાલી રહેલી વાતચીતમાં સામેલ થતાં જુઓ.

ક્રિકેટ માટે વિશ્વનું અગ્રણી ડિજિટલ ડેસ્ટિનેશન

ESPNcricinfo વિશે વિસ્તારથી વાત કરીએ તો.ESPNcricinfoએ ક્રિકેટ માટે વિશ્વનું અગ્રણી ડિજિટલ ડેસ્ટિનેશન છે, જે તમામ ફોર્મેટ અને ભૌગોલિક વિસ્તારોમાં રમતનું અજોડ કવરેજ પૂરું પાડે છે. ઊંડાણપૂર્વક વિશ્લેષણ, રીઅલ-ટાઇમ સ્કોર્સ, બ્રેકિંગ ન્યૂઝ અને ટોચના ક્રિકેટ નિષ્ણાતોની વિશિષ્ટ આંતરદૃષ્ટિ સાથે, ESPNcricinfo 1993માં તેની સ્થાપનાથી જ વિશ્વભરના ક્રિકેટ ચાહકો માટે વિશ્વસનીય સ્ત્રોત રહ્યું છે.

આ પ્લેટફોર્મ તેની વેબસાઇટ, મોબાઇલ એપ્લિકેશન્સ અને સોશિયલ મીડિયા ચેનલો દ્વારા સીમલેસ મલ્ટી-પ્લેટફોર્મ અનુભવ પ્રદાન કરે છે, જે ચાહકોને ગમે ત્યારે, ગમે ત્યાં રમત સાથે જોડાયેલા રહેવાની ખાતરી આપે છે. ESPN નેટવર્કનો ભાગ, ESPNcricinfo ક્રિકેટ પત્રકારત્વ, સ્ટોરી કહેવા અને ચાહકોની સંલગ્નતામાં બેન્ચમાર્ક સ્થાપિત કરવાનું ચાલુ રાખે છે.

IPL એ વિશ્વની સૌથી મોટી અને સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ છે. આ લીગને બીસીસીઆઈનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે. આઈપીએલના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">