Cricket: બેટથી ધૂમ મચાવતો રહેતો શિખર ધવન વાંસળીના મધુર સૂર રેલાવતો નજર આવ્યો, જુઓ વિડીયો
શિખર ધવન (Shikhar Dhawan) આમ તો બેટથી મેદાનમાં બોલરોના બેન્ડ વગાડીને ફેંન્સની વાહ વાહી મેળવતો રહેતો હોય છે. તેનુ આક્રમક બેટ ચાલવાના વિડીયો પણ ખૂબ વાયરલ થતા રહેતા હોય છે. પરંતુ હવે શિખર ધવનના હાથમાં બેટ નહી પરંતુ, વાંસળી જોવા મળી રહી છે.

શિખર ધવન (Shikhar Dhawan) આમ તો બેટથી મેદાનમાં બોલરોના બેન્ડ વગાડીને ફેંન્સની વાહ વાહી મેળવતો રહેતો હોય છે. તેનુ આક્રમક બેટ ચાલવાના વિડીયો પણ ખૂબ વાયરલ થતા રહેતા હોય છે. પરંતુ હવે શિખર ધવનના હાથમાં બેટ નહી પરંતુ, વાંસળી જોવા મળી રહી છે. વાંસળી (flute) ની ધૂન વગાડતો ધવન જોવા મળ્યો છે.
શિખર ધવને પોતાના સોશિયલ મીડિયા પર વાંસળીની ધૂન સાથેનો એક વિડીયો શેર કર્યો છે. સાથે જ તેણે શાનદાર કેપ્શન પણ લખી છે કે, આત્મા માટે સંગીત, શાંત રહો સકારાત્મક રહો. તો વળી ધવનને ફેંન્સને એ પણ પૂછી લીધુ કે, તમે અનુમાન લગાવી શકો છો કે કયુ ગીત છે ? ફેન્સને પણ શિખર ધવનનો આ અંદાજ ખૂબ જ ગમી રહ્યો છે. શિખર ધવનનો વાંસળી વગાડતો આ વિડીયો ફેન્સ પણ ખૂબ લાઇક કરી રહ્યા છે.
View this post on Instagram
શિખર ધવનની જો વાત કરવામાં આવે તો આઇપીએલ 2021 સ્થગીત થવા સુધી શાનદાર રમત રમી હતી. ટુર્નામેન્ટ રોકાઇ એ સમયે ઓરેન્જ કેપ શિખર ધવન પાસે હતી. ધવનની રમતને લઇને દિલ્હી કેપિટલ્સની ટીમ પોઇન્ટ ટેબલ પર ટોપર રહી હતી. ધવને આઇપીએલમાં 8 મેચ દરમ્યાન 380 રન બનાવ્યા હતા. તેણે આઈપીએલ 2021 માં 3 ફિફટી લગાવી હતી. જ્યારે દિલ્હી કેપિટલ્સે રમેલી 8 મેચમાંથી 6 મેચમાં જીત મેળવી હતી.
શિખર ધવન માટે એમ પણ માનવામાં આવી રહ્યુ છે કે, તે ઇંગ્લેંડ પ્રવાસનો હિસ્સો નથી પરંતુ શ્રીલંકા પ્રવાસ માટે કેપ્ટનશીપ નિભાવી શકે છે. ટીમ ઇન્ડીયા ઇંગ્લેંડ પ્રવાસે જનાર હોઇ અન્ય ટીમ, શ્રીલંકા પ્રવાસ દરમ્યાન મર્યાદિત શ્રેણી માટે કેપ્ટનશીપ માટે ખેલાડી પંસદ કરાશે. જે પસંદગી બીસીસીઆઇ શિખર ધવન પર તેના અનુભવને ધ્યાને રાખીને ઉતારી શકે છે.
Latest News Updates





