ZIM vs IND 2022 : ઓગસ્ટમાં ઝિમ્બાબ્વે પ્રવાસ પર જશે ટીમ ઈન્ડિયા, આ યુવા ખેલાડી બની શકે છે સુકાની, જાણો સંપુર્ણ કાર્યક્રમ
Cricket : ભારતીય ક્રિકેટ ટીમ (Team India) છેલ્લી વખત ભારતીય ટીમ વર્ષ 2016માં મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) ની આગેવાની હેઠળ ઝિમ્બાબ્વેના પ્રવાસે ગઈ હતી. તે પ્રવાસમાં બંને દેશો વચ્ચે 3 ODI અને 3 T20 મેચોની શ્રેણી રમાઈ હતી.

ભારતીય ક્રિકેટ ટીમ (Team India) આવતા મહિને ઝિમ્બાબ્વે (Zimbabwe Cricket) ના પ્રવાસે જશે. હવે 6 વર્ષ બાદ ભારતીય ક્રિકેટ ટીમ ઝિમ્બાબ્વેના પ્રવાસે જશે. આ પહેલા વર્ષ 2016 માં ભારતીય ક્રિકેટ ટીમ (Team India tour to Zimbabwe 2016) એ ઝિમ્બાબ્વેનો પ્રવાસ કર્યો હતો. આ પ્રવાસમાં ભારતીય ટીમ યજમાન ઝિમ્બાબ્વે સાથે 3 વનડે મેચોની શ્રેણી રમશે.
હરારેમાં રમાશે ત્રણેય વન-ડે મેચ
ભારત અને ઝિમ્બાબ્વે (ZIMvIND) વચ્ચે 18 ઓગસ્ટે પ્રથમ વનડે મેચ રમાશે. તો બીજી મેચ 20 ઓગસ્ટે રમાશે જ્યારે ત્રીજી મેચ 22 ઓગસ્ટે રમાશે. ભારત-ઝિમ્બાબ્વે શ્રેણીની તમામ મેચો (ZIM vs IND 2022) હરારેમાં રમાશે. હકિકતમાં એવું માનવામાં આવે છે કે કેએલ રાહુલ (KL Rahul) આ શ્રેણીમાં ભારતીય ટીમની કેપ્ટનશીપ કરશે. મહત્વનું છે કે લોકેશ રાહુલ છેલ્લા ઘણા સમયથી ક્રિકેટના મેદાનથી બહાર છે. છેલ્લા ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) માં રમ્યો હતો. ત્યાર બાદથી ઇજાના કારણે ક્રિકેટથી દુર રહ્યો છે. ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચેની આ શ્રેણી મેન્સ વર્લ્ડ કપ સુપર લીગનો ભાગ હશે. ઝિમ્બાબ્વે સામેની વન-ડે સીરિઝની શરૂઆથ 18 ઓગસ્ટ 2022 થી શરૂ થવાની હોય બંને ટીમોના બોર્ડે હજુ સુધી પોતાની ટીમોની જાહેરાત કરી નથી. પરંતુ આ સીરિઝમાં માનવામાં આવે છે કે વિરાટ કોહલી (Virat Kohli), રોહિત શર્મા (Rohit Sharma) સહિતના સીનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવી શકે છે. આ સીરિઝમાં યુવા ખેલાડીઓને તક આપવામાં આવી શકે છે. કારણ કે વર્ષ 2023 માં વન-ડે વર્લ્ડ કપ રમાશે. જેને લઇને ભારતીય ક્રિકેટ બોર્ડ અત્યારથી પોતાની ટીમ તૈયાર કરવા માંગે છે.
છેલ્લે વર્ષ 2016 માં ઝિમ્બાબ્વના પ્રવાસે ગઇ હતી ટીમ ઇન્ડિયા
નોંધનીય છે કે આગામી 50 ઓવરનો વર્લ્ડ કપ ભારતમાં રમાશે (Cricket World Cup 2023). હાલમાં ઝિમ્બાબ્વે મેન્સ વર્લ્ડ કપ સુપર લીગમાં 12મા નંબર પર છે. જ્યારે આ લીગમાં 13 ટીમો છે. ઝિમ્બાબ્વેની ટીમે અત્યાર સુધી 15 મેચ રમી છે. પરંતુ તેમાંથી માત્ર 3 મેચ જીતી છે. જ્યારે ભારતીય ટીમ છેલ્લી વખત ઝિમ્બાબ્વે ગઈ હતી ત્યારે ભારતીય ટીમના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની હતા. તે પ્રવાસ પર ભારતીય ટીમે 3 ODI અને 3 T20 મેચોની શ્રેણી રમી હતી.
ઝિમ્બાબ્વે પ્રવાસનો કાર્યક્રમ
પહેલી વન-ડે મેચઃ 18 ઓગસ્ટ, હરારે સ્પોર્ટ્સ ક્લબ બીજી વન-ડે મેચઃ 20 ઓગસ્ટ, હરારે સ્પોર્ટ્સ ક્લબ ત્રીજી વન-ડે મેચઃ 22 ઓગસ્ટ, હરારે સ્પોર્ટ્સ ક્લબ