AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India માટે સારા સમાચાર, 5 મહિના પછી આ બોલરે કરી વાપસી, શેર કર્યો વીડિયો

Cricket : દિપક ચહર (Deepak Chaha) T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયા (Team India) માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. 5 મહિનાથી ક્રિકેટના મેદાનથી દૂર રહેલા દીપકે તેનો બોલિંગ કરતો એક વીડિયો શેર કર્યો છે અને ટૂંક સમયમાં તેની વાપસીનો સંકેત આપ્યો છે.

Team India માટે સારા સમાચાર, 5 મહિના પછી આ બોલરે કરી વાપસી, શેર કર્યો વીડિયો
Deepak Chahar (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 20, 2022 | 2:36 PM
Share

ઈંગ્લેન્ડ પ્રવાસ પર ODI અને T20 સિરીઝ જીત્યા બાદ વેસ્ટ ઈન્ડિઝ (West Indies Cricket) ના પ્રવાસે ગયેલી ટીમ ઈન્ડિયા (Team India) ને T20 વર્લ્ડ કપ (T20 World Cup 2022) પહેલા એક સારા સમાચાર મળ્યા છે. હકિકતમાં ઈજાના કારણે 5 મહિનાથી ક્રિકેટથી દૂર રહેલા બોલર દીપક ચહર (Deepak Chahar) નો એક વીડિયો સામે આવ્યો છે. જેના કારણે ક્રિકેટ ચાહકોમાં તેની જલ્દી વાપસીની આશા વધી ગઈ છે.

દીપક ચહરે સોશિયલ મીડિયામાં શેર કર્યો વીડિયો

ભારતના યુવા ફાસ્ટ બોલર દીપક ચહર (Deepak Chahar) એ પોતાની બોલિંગનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. તેણે આ વીડિયો પોસ્ટ દ્વારા લખ્યું છે કે 5 મહિનાથી વધુ સમય પછી હું મેચમાં બોલિંગથી એટલો જ ખુશ છું જેટલો હું ડેબ્યૂ મેચમાં હતો. તેણે સંકેત આપ્યો કે તે ટૂંક સમયમાં ટીમ ઈન્ડિયા (Team India) માં વાપસી કરશે.

ઇજાના કારણે દીપક ચહર IPL 2022 માં રમી શક્યો નહીં દીપક ચહર વેસ્ટ ઈન્ડિઝ સામેની હોમ સિરીઝ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. જો કે તેની ઈજા શરૂઆતમાં એટલી મોટી ન હતી અને એવી અપેક્ષા હતી કે તે કેટલીક મેચો પછી આઈપીએલમાં ઉપલબ્ધ થશે. પરંતુ તેમ થયું નહીં અને ઈજાને કારણે તે આખી આઈપીએલમાં રમી શક્યો ન હતો.

ઇજાના કારણે તે ટી20 વર્લ્ડ કપમાં રમી શકશે કે નહીં તેના પર પ્રશ્નાર્થ

જો કે બાદમાં તેની સમસ્યા વધી ગઈ. ત્યારે ડોક્ટરોએ તેને કેટલાક અઠવાડિયા સુધી ક્રિકેટથી દૂર રહેવાની સલાહ આપી. એવું લાગી રહ્યું હતું કે T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાનો આ બોલર ફિટ થઈ શકશે કે નહીં. પરંતુ તેની આ પોસ્ટથી આશા જાગી છે કે હવે તે જલ્દી ટીમ ઈન્ડિયામાં પરત ફરી શકે છે.

દીપક ચહર જલ્દી ટીમમાં પાછો ફરે તેની ચાહકોની આશા છે

ભારતના યુવા ફાસ્ટ બોલર દીપક ચહર (Deepak Chahar) એ છેલ્લી T20 મેચ 20 ફેબ્રુઆરી 2022 ના રોજ વેસ્ટ ઈન્ડિઝ સામે રમી હતી. જ્યારે છેલ્લી ODI મેચ તેણે વેસ્ટ ઈન્ડિઝ સામે 11 ફેબ્રુઆરીએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમી હતી. દીપક ચહરના બોલિંગના વીડિયોએ ભારતીય ચાહકોને આશા આપી છે કે તે જલ્દી ટીમ ઈન્ડિયામાં વાપસી કરી શકશે.

પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">