IPL 2025 : ક્વોલિફાયરમાં પંજાબ કિંગ્સની હાર જોઈને ચહલની રુમર્ડ ગર્લફ્રેન્ડ મહવશ દુઃખી થઈ, વાયરલ થયું રિએક્શન
લોકપ્રિય સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને યુઝવેન્દ્ર ચહલની રુમર્ડ ગર્લફ્રેન્ડ, આરજે મહવશ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. મહવશ ચાહકો સાથે પોતાના વિશે અપડેટ્સ શેર કરતી રહે છે.

RJ મહવશ છેલ્લા કેટલાક મહિનાથી ચર્ચામાં છે. મહવશ માત્ર પોતાના કામને લઈ નહી પરંતુ યુઝવેન્દ્ર ચહલ સાથે નામ જોડાવવાને કારણે પણ ચર્ચામાં રહે છે.મહવશની હાલમાં રિલીઝ થયેલી વેબસિરીઝ પ્યાર,પૈસા,પ્રોફિટનો ચાહકોને સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. ખાસ કરીને તેની એક્ટિંગના પણ ખુબ વખાણ કરવામાં આવ્યા છે. જેમાં તે વ્યક્તિગત સંધર્ષ અને પ્રોફેશનલ સંતુલનને દર્શાવતી જોવા મળી હતી. આ વચ્ચે મહવશ અને યુઝવેન્દ્ર ચહલને લઈ અફવાઓ જલ્દી વાયરલ થઈ રહી છે. બંન્ને અનેક વખત સાથે જોવા મળ્યા છે. જેનાથી તેના સંબંધોને લઈને પણ ચર્ચાઓ થઈ રહી છે પરંતુ બંન્નેમાંથી કોઈએ હજુ સુધી આ વિશે ખુલ્લીને ચર્ચા કરી નથી.
આ અટકળો વચ્ચે ગુરુવારના રોજ અભિનેત્રી અને આરજે મહવશનો એક નવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેને જોયા બાદ લોકો અવનવું રિએક્શન આપી રહ્યા છે.
View this post on Instagram
જાણો શું છે વાયરલ વીડિયોમાં
હાલમાં આરજે મહવશનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે એક હોટલમાં જોવા મળી રહી છે. આ વીડિયો વિરલ ભાયાણીએ શેર કર્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ હોટલમાં યુઝવેન્દ્ર ચહલ પણ રોકાયો હતો.પાપારાઝીથી બચવા માટે, મહવશે પોતાનો ચહેરો માસ્કથી છુપાવી દીધો. આ સાથે, તેણે પોતાનું માથું હૂડીથી ઢાંકી દીધું. તે કેમેરા સામે જોતા જલ્દી ચાલતી જોવા મળી હતી અને લિફ્ટ પાસે ઉભી રહી હતી. હાલમાં તો એ સ્પષ્ટ નથી કે, આ હોટલમાં એન્ટ્રી કરી રહી છે કે, પછી હોટલમાંથી બહાર નીકળી રહી છે. આ વીડિયો જોયા બાદ લોકો કહી રહ્યા છે ‘રિશ્તા તો પક્કા હૈ.’
છેલ્લા 6 મહિનાથી રિલેશનશીપને લઈ ચાલી રહી છે અફવા
તમને જણાવી દઈએ કે, આઈપીએલ દરમિયાન આરજે મહવશ યુઝવેન્દ્ર ચહલ સાથે જોવા મળે છે. બંન્ને ગત્ત ડિસેમ્બર મહિનાથી સાથએ જોવા મળી રહ્યા છે. સોશિયલ મીડિયા પર પણ મહવશ યુઝવેન્દ્ર ચહલની સાથે ફોટો પોસ્ટ કરે છે.હંમેશા યુઝવેન્દ્ર ચહલનું મનોબળ વધારતી પણ જોવા મળી છે.
