AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WTC Final: હરિફ ટીમના કેપ્ટન વિલિયમ્સને ભારતીય બોલરોની કરી પ્રશંસા, કહ્યુ શાનદાર બોલીંગ આક્રમણ

વિશ્વ ટેસ્ટ ચેમ્પ્યિનશીપ ફાઇનલ (WTC Final) મેચ ને લઇ ભારતીય ખેલાડીઓ ઉત્સુક છે. વિશ્વ ભરના ક્રિકેટ ચાહકો અને વિશ્ર્લેષકોની નજર પણ ટેસ્ટ ફાઇનલ પર છે. ભારતીય બોલરો છેલ્લા કેટલાક સમય થી વિદેશમાં પણ જમાવટ કરી રહ્યા છે. દરમ્યાન હરિફ ટીમના કેપ્ટન કેન વિલિયમસ (Kane Williamson) ને ભારતીય બોલીંગ ની ખૂબ પ્રશંસા કરી છે.

WTC Final: હરિફ ટીમના કેપ્ટન વિલિયમ્સને ભારતીય બોલરોની કરી પ્રશંસા, કહ્યુ શાનદાર બોલીંગ આક્રમણ
Kane Williamson-Virat Kohli
Avnish Goswami
| Edited By: | Updated on: Jun 08, 2021 | 8:41 AM
Share

ભારત અને ન્યુઝીલેન્ડ (India vs NewZealand) વચ્ચેનો ટેસ્ટ મહામુકાબલાને આડે હવે ગણતરીના દિવસો જ રહ્યા છે. વિશ્વ ટેસ્ટ ચેમ્પ્યિનશીપ ફાઇનલ (WTC Final) મેચ ને લઇ ભારતીય ખેલાડીઓ ઉત્સુક છે. વિશ્વ ભરના ક્રિકેટ ચાહકો અને વિશ્ર્લેષકોની નજર પણ ટેસ્ટ ફાઇનલ પર છે. ભારતીય બોલરો છેલ્લા કેટલાક સમય થી વિદેશમાં પણ જમાવટ કરી રહ્યા છે. દરમ્યાન હરિફ ટીમના કેપ્ટન કેન વિલિયમસ (Kane Williamson) ને ભારતીય બોલીંગ ની ખૂબ પ્રશંસા કરી છે.

ભારતીય ટીમ (Team India) વિદેશ દેખાડી રહેલા દમદાર પ્રદર્શન માં બોલરોની પણ મહત્વની ભૂમિકા રહી છે. ચારે તરફ તેની નોંધ પણ લેવાઇ રહી છે. પરંતુ આ વખતે ફાઇનલ મેચ પહેલા ખુદ હરીફ ટીમના કેપ્ટને જ ખૂબ પ્રશંસા કરી છે.

મીડિયા રિપોર્ટનુસાર ન્યુઝીલેન્ડના કેપ્ટન વિલિયમસને ભારતીય બોંલીગને દમદાર આક્રમણ ગણાવ્યુ હતુ. તેમણે કહ્યુ હતુ, ભારતીય છાવણી પાસે શાનદાર બોલીંગ આક્રમણ છે. ખરેખર જ તે એક મજબૂત ટીમ છે. અમે તેમની બોલીંગને ઉંડાણપૂર્વક જોઇ છે, ખાસ કરીને ઓસ્ટ્રેલીયા પ્રવાસ દરમ્યાન. તેમની ઝડપી બોલીંગ અને સ્પિન વિભાગમાં ખૂબ તાકાત છે.

શાનદાર લડાઇની આશા

આગળ પણ કહ્યુ, તે એક શાનદાર ટીમ છે, જે સૌથી ઉપર છે. અમારા માટે WTC ફાઇનલ માં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે એક રોમંચક અવસર છે. અમારા બેટ્સમેન હરિફ કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) ની સામે સારી લડાઇની આશા કરી રહ્યા છે. તે એક એવા ખેલાડી છે, જેમની સામે તેઓએ પોતાના કરિયરમાં અનેક ટુર્નામેન્ટનો આનંદ લીધો છે.

ટોચની ટીમ સાથે રમવા ઉત્સુક

વિલિયમસને કહ્યુ હતુ કે, અમે ઘણાં વર્ષો થી અલગ અલગ સ્તરે અને ટુર્નામેન્ટમાં એક બીજા સામે રમ્યા છે. અમે એક બીજાને સારી રીતે જાણીએ છીએ. આ એક રોમાંચક છે. અમે તે સમયની રાહ જોઇ રહ્યા છીએ, જ્યારે અમે વિશ્વની ટોચની ટીમ સાથે રમીશુ. અમે જાણીએ છીએ કે તેઓ કેટલા મજબૂત છે અને તેમનુ કેટલુ ઉંડાણ છે. તટસ્થ સ્થાન પર એક બીજા સામે રમવુ ખૂબ રોમાંચક છે.

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">