AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WTC Final: પાર્થિવ પટેલે કહ્યુ ન્યુઝીલેન્ડ સામે સૌથી વધુ રન કોણ નોંધાવશે, કોની બોલીંગ મહત્વની રહેશે

ICC વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ (WTC Final) ને લઇ વિશ્લેષકો અને દિગ્ગજ ખેલાડીઓ પણ પ્રિડીકશન કરવા લાગી ચુક્યા છે. 18 જૂનથી શરુ થનારી ફાઇનલ મેચનો ફેન્સને ખૂબ જ ઇંતઝાર છે.

WTC Final: પાર્થિવ પટેલે કહ્યુ ન્યુઝીલેન્ડ સામે સૌથી વધુ રન કોણ નોંધાવશે, કોની બોલીંગ મહત્વની રહેશે
Parthiv Patel-Team India
Avnish Goswami
| Edited By: | Updated on: Jun 09, 2021 | 12:03 AM
Share

ICC વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ (WTC Final) ને લઇ વિશ્લેષકો અને દિગ્ગજ ખેલાડીઓ પણ પ્રિડીકશન કરવા લાગી ચુક્યા છે. 18 જૂનથી શરુ થનારી ફાઇનલ મેચનો ફેન્સને ખૂબ જ ઇંતઝાર છે. ટીમ ઇન્ડીયાના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) અને રોહિત શર્મા (Rohit Sharma) જેવા દિગ્ગજો છે. તો હરિફ ટીમ પણ ટેસ્ટમાં બીજુ સ્થાન ધરાવતી ટીમ છે. જેની સામે મેદાને ઉતરતી વેળા ચેતેશ્વર પુજારા (Cheteshwar Pujara) સૌથી વધારે રન બનાવશે તેવી આગાહી કરાઇ છે.

આ પ્રકારનું અનુમાન ટીમ ઇન્ડીયા (Team India) ના પૂર્વ ક્રિકેટર પાર્થિવ પટેલે (Parthiv Patel) પ્રિડીક્ટ કર્યુ છે. પાર્થિવ પટેલના મતે ભારતીય ટીમ માટેની નવી ‘ધ વોલ’ તરીકે ઓળખ પામી રહેલ પુજારા સારો દેખાવ કરશે. જ્યારે બોલીંગ વિભાગમાં મહંમદ શામીનો દેખાવ મહત્વનો રહેશે.

મીડિયા રિપોર્ટસ મુજબ પટેલે કહ્યુ હતુ કે, જો ભારતે ફાઇનલ મેચમાં જીત હાંસલ કરવી હશે તો, પુજારાને ત્રણ નંબર પર બનાવી રાખવો જરુરી હશે. જો તે આ મેચમાં ત્રણ થી ચાર કલાક માટે ક્રિઝ પર ટકી રહેશે તો, ભારત માટે સારી સ્થિતી સર્જાશે. હું આ ટેસ્ટ મેચમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનના રુપમાં પુજારાને જોઉ છુ.

ભારત તરફથી 25 ટેસ્ટ અને 38 વન ડે મેચ રમનારા પાર્થિવ પટેલને આશા છે કે ભારતીય ટીમ ફાઇનલ મેચમાં સફળતા હાંસલ કરી શકે છે. તેણે કહ્યુ કે, દમદાર બેટીગ અને જબરદસ્ત બોલીંગ આક્રમણના દમ પર વિરાટ કોહલીની ટીમ ફાઇનલ મેચ જીતવામાં સફળ રહેશે.

શામી શાનદાર રહેશે

પટેલે આગળ પણ કહ્યુ હતું કે, ક્રિકેટના તર્કને એક બાજુ રાખીને આ ટેસ્ટને જીતવા માટે હું ભારતને સમર્થન કરીશ. મને લાગે છે કે, ભારતીય બોલીંગ આક્રમણમાં મહંમદ શામી ની ભૂમિકા મહત્વની રહેશે. તેણે હકિકતમાં તમામ પરિસ્થિતીમાં સારુ પ્રદર્શન કર્યુ છે.

ભારતીય ટીમ 18 જાન્યુઆરીથી શરુ થનારી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ મેચમાં ન્યુઝીલેન્ડ સામે મેદાને ઉતરશે. ન્યુઝીલેન્ડ હાલમાં ઇંગ્લેંડ સામે બે ટેસ્ટ મેચની શ્રેણી ઇંગ્લેંડ સામે રમી રહ્યુ છે. ત્યારબાદ ન્યુઝીલેન્ડ ભારત સામે ફાઇનલમાં મેદાને ઉતરશે. ભારતીય ટીમ પણ ફાઇનલ મેચને લઇને ઉત્સુક છે. ટીમ ઇન્ડીયાના ખેલાડીઓ આ માટે તૈયારીઓ શરુ કરી દીધી છે.

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">