ઇંગ્લેંડ અને ન્યુઝીલેન્ડ (England vs New Zealand) વચ્ચે રમાયેલી ટેસ્ટ શ્રેણીમાં ઇંગ્લેંડનો કારમો પરાજય થયો છે. ન્યુઝીલેન્ડે બીજી અને અંતિમ મેચ જીતી લેતા ટેસ્ટ શ્રેણી પણ જીતી લીધી હતી. ન્યુઝીલેન્ડએ ઇંગ્લેંડ સામેની 2 ટેસ્ટ મેચોની શ્રેણીની 1-0 થી જીતી હતી. લોર્ડઝમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચ ડ્રોમાં પરિણમી હતી. બીજી ટેસ્ટ મેચને જીતીને ન્યુઝીલેન્ડ ટેસ્ટ રેન્કીંગમાં હવે નંબર વન ટીમ બની ચુકી છે.
આ જીત સાથે જ ન્યુઝીલેન્ડની ટીમે ભારત પાસેથી ટેસ્ટ ટીમ નંબર વનનો તાજ છીનવ્યો હતો. ભારતીય ટીમ (Team India) આમ તો ફાઇનલમાં નંબર વન ટીમ સાથે પહોંચી હતી. પરંતુ હવે નંબર ટુના સ્થાન પર આવી ચુકી છે.
બીજી ટેસ્ટ મેચમાં છ વિકેટ ઝડપનાર ન્યુઝીલેન્ડના મેટ હેનરીને મેન ઓફ ધ મેચ તરીકે પંસદ કરવામા આવ્યો હતો. ઇંગ્લેંડએ પ્રથમ ઇનીંગમાં 303 રન કર્યા હતા. જેના જવાબમાં ડેવોન કોન્વેની 80 અને રોઝ ટેલરની 80 રનની, ઇનીંગને લઇ મજબૂત સ્થિતી ન્યુઝીલેન્ડે બનાવી હતી. ન્યુઝીલેન્ડ એ 388 રન બનાવ્યા હતા.
તો ઇંગ્લેંડની બીજી ઇનીંગ દરમ્યાન મેન હેનરી, ટ્રેન્ટ બોલ્ટ અને નીલ વેગનરે આક્રમક બોલીંગ કરી હતી. જેની સામે ઇંગ્લેંડ માત્ર 122 રનમાં જ સમે્ટાઇ ગયું હતું. ઇંગ્લેંડ તરફથી સૌથી વધુ રન ઝડપી બોલર માર્ક વુડએ બીજી ઇનીંગમાં બનાવ્યા હતા. હેનરી અને વેગનરે 3-3 વિકેટ ઝડપી હતી. જ્યારે ટ્રેન્ટ બોલ્ટએ 2 વિકેટ મેળવી હતી.