WTC Final: ભારતીય ટીમ સાઉથમ્પ્ટનમાં કડક ક્વોરન્ટાઇન હેઠળ, ખેલાડીઓને એકબીજાને મળવા પર પ્રતિબંધ

ટીમ ઇન્ડીયા ઇંગ્લેંડ (England) પહોંચ્યા બાદ તમામ ખેલાડીઓને એક બીજા થી મળવાને લઇને પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ટીમ ઇન્ડીયા સાઉથમ્પ્ટમન (Southampton) ની હોટલમાં રોકાણ માટે પહોંચતા જ આ નિયમને લાગુ કરી દેવામાં આવ્યો છે. ટીમ ઇન્ડીયા (Team India) ક્વોરન્ટાઇનના આકરા નિયમમાં 3 દિવસ રહ્યા બાદ ટીમ ના ખેલાડીઓ ને રાહત મળશે.

WTC Final: ભારતીય ટીમ સાઉથમ્પ્ટનમાં કડક ક્વોરન્ટાઇન હેઠળ, ખેલાડીઓને એકબીજાને મળવા પર પ્રતિબંધ
Team India
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Jun 04, 2021 | 3:22 PM

ટીમ ઇન્ડીયા ઇંગ્લેંડ (England) પહોંચ્યા બાદ તમામ ખેલાડીઓને એક બીજા થી મળવાને લઇને પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જે પ્રતિબંધ ત્યાંના ક્વોરન્ટાઇન નિયમ મુજબ પાળવામાં આવી રહ્યો છે. ટીમ ઇન્ડીયા સાઉથમ્પ્ટમન (Southampton) ની હોટલમાં રોકાણ માટે પહોંચતા જ આ નિયમને લાગુ કરી દેવામાં આવ્યો છે. ટીમ ઇન્ડીયા (Team India) ક્વોરન્ટાઇનના આકરા નિયમમાં 3 દિવસ રહ્યા બાદ ટીમ ના ખેલાડીઓ ને રાહત મળશે.

ભારતીય ટીમ મુંબઇ થી વાયા લંડન સાઉથમ્પ્ટન પહોંચી હતી. જ્યાં પહોંચતા જ શરુઆતના ત્રણ દિવસ માટેના આકરા ક્વોરન્ટાઇનની શરુઆત કરવામાં આવી હતી. જેમાં ખેલાડીઓને એક બીજાને હળવા મળવા પર પણ મનાઇ ફરમાવવામાં આવી છે. આ દરમ્યાન તમામ ખેલાડીએ પોતપોતાના રુમમાં છોડીને અન્ય ખેલાડીના રુમમાં જઇ શકતા નથી. ત્રણ દિવસ બાદ ખેલાડીઓને રાહત મળશે. ત્યાર બાદ ખેલાડીઓને વર્કઆઉટ તાલીમની પણ શરુઆત થશે.

સાઉથમ્પ્ટનમાં ક્વોરન્ટાઇન હેઠળ રોકાયેલા ખેલાડીઓના નિયમીત કોરોના પરિક્ષણ કરવામાં આવશે. જ્યારે સંપૂર્ણ પ્રવાસ દરમ્યાન ખેલાડીઓને બાયોબબલથી બહાર જઇ શકાશે નહી. જોકે ખેલાડીઓ એ પહોંચતા વેંત જ હોટલના ટેરસથી મેદાનની ઝલક દર્શાવતી લીધી હતી. જે તસ્વીરો સોશિયલ મીડિયામાં પણ શેર કરી હતી.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

ફાઇનલ પહેલા 4 પ્રેકટીશ સેશન

ભારત અને ન્યુઝીલેન્ડ (India vs New Zealand) વચ્ચે આગામી 18 જૂને વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ (WTC final) મેચ રમાશે. હાલમાં ન્યુઝીલેન્ડની ટીમ ઇંગ્લેંડ સામે બે ટેસ્ટ મેચની ટેસ્ટ શ્રેણી રમી રહી છે. જ્યારે ભારતીય ટીમ ફાઇનલ મેચની તૈયારીઓ માટે ચાર પ્રેકટીશ સેશન યોજશે. ભારતીય ટીમ સંતુલીત છે અને ખેલાડીઓ પણ ફાઇનલને લઇ ઉત્સાહીત છે. ભારતીય ટીમ ફાઇનલ મેચ બાદ લાંબો વિરામ લેશે. ત્યાર બાદ ઓગષ્ટ માસના પ્રથમ સપ્તાહથી ઇંગ્લેંડ સામે 5 ટેસ્ટ મેચની શ્રેણીની શરુઆત કરશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">