WTC Final : સ્ટીવ સ્મિથ સાથે વિવાદ બાદ ચમક્યો મોહમ્મદ સિરાજ, ચાર વિકેટ લઈ મચાવ્યો તરખાટ

સ્ટીવ સ્મિથ અને ટ્રેવિસ હેડની સદીના આધારે ઓસ્ટ્રેલિયાએ ફાઈનલની પ્રથમ ઈનિંગમાં 469 રન બનાવ્યા હતા પરંતુ મોહમ્મદ સિરાજે ઓસ્ટ્રેલિયન ટીમની યોજનાને નિષ્ફળ બનાવી દીધી હતી અને ચાર ઓસ્ટ્રેલિયન ખેલાડીઓને આઉટ કર્યા હતા.

WTC Final : સ્ટીવ સ્મિથ સાથે વિવાદ બાદ ચમક્યો મોહમ્મદ સિરાજ, ચાર વિકેટ લઈ મચાવ્યો તરખાટ
Siraj controversy with Smith
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 08, 2023 | 9:10 PM

ઈંગ્લેન્ડના ઓવલ મેદાન પર રમાઈ રહેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 469 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા માટે સ્ટીવ સ્મિથઅને ટ્રેવિસ હેડે શાનદાર સદી ફટકારી હતી, પરંતુ આ ઇનિંગ્સ વચ્ચે ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે પણ સારી બોલિંગ કરી હતી. મોહમ્મદ સિરાજે ઓવલ ટેસ્ટમાં ચાર વિકેટ ઝડપી હતી. સિરાજે ઉસ્માન ખ્વાજા, ટ્રેવિસ હેડ, નાથન લિયોન અને પેટ કમિન્સની વિકેટ લીધી હતી.

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
View this post on Instagram

A post shared by ICC (@icc)

હેડ અને સ્મિથને કર્યા આઉટ

ભલે મોહમ્મદ સિરાજે આ ચાર વિકેટ માટે 108 રન આપ્યા છતાં આ જમણા હાથના ફાસ્ટ બોલરનું પ્રદર્શન પ્રશંસનીય રહ્યું હતું, કારણ કે ઓસ્ટ્રેલિયાની સ્થિતિ એક સમયે ખૂબ જ મજબૂત હતી. હેડ અને સ્મિથ બંને ક્રિઝ પર ઉભા હતા, તેમજ બંનેએ સદી ફટકારી હતી. પરંતુ સિરાજે હેડની વિકેટ લઈને આ ભાગીદારી તોડી હતી.

View this post on Instagram

A post shared by ICC (@icc)

સ્ટીવ સ્મિથ સાથે થયો વિવાદ

WTC ફાઇનલના બીજા દિવસે મોહમ્મદ સિરાજને પ્રથમ ઓવર મળી હતી. સ્ટીવ સ્મિથે તેના બે બોલ પર બે ચોગ્ગા ફટકાર્યા અને આ સાથે જ આ મહાન બેટ્સમેને તેની સદી પણ પૂરી કરી. પરંતુ આ પછી તે આગલા જ બોલ પર સ્ટીવ સ્મિથ સાથે વિવાદ થયો હતો. ખરેખર સિરાજ બોલિંગ માટે દોડ્યો અને સ્મિથ અચાનક જ પિચની બહાર નીકળી ગયો. આનાથી સિરાજ ગુસ્સે થયો અને તેણે બોલ તેની તરફ ફેંક્યો.

આ પણ વાંચોઃ દિલ્હી કોર્ટે શિખર ધવનની પત્નીને તેમના પુત્રને ભારત લાવવાનો આદેશ આપ્યો

સિરાજે દમદાર રમત બતાવી

સ્મિથ સાથેના વિવાદ બાદ સિરાજે શાનદાર બોલિંગ કરી હતી અને મજબૂત બાઉન્સર પર ટ્રેવિસ હેડને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. આ પછી સિરાજે ધારદાર બોલિંગ કરી અને કુલ ચાર વિકેટ લઈને ઓસ્ટ્રેલિયાને 500 રનથી ઓછા સ્કોર પર ઓલઆઉટ કરવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું.

સિરાજની ટેસ્ટમાં ‘અર્ધ સદી’

મોહમ્મદ સિરાજે ઓસ્ટ્રેલિયા સામે ચાર વિકેટ લઈને ટેસ્ટ ક્રિકેટમાં પોતાની પચાસ વિકેટ પૂરી કરી હતી. સિરાજે તેની ટૂંકી કારકિર્દીમાં મોટી અસર છોડી છે. સિરાજે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2020-21માં 13 વિકેટ લીધી હતી. તે ઈંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણીમાં 18 વિકેટ પણ લેવામાં સફળ રહ્યો હતો. હવે સિરાજે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ચાર વિકેટ લઈને પોતાનું કૌશલ્ય બતાવ્યું છે. સિરાજ ત્રણેય ફોર્મેટમાં બોલિંગ કરી રહ્યો છે અને બુમરાહની ઈજા બાદ તેને ભારતીય બોલિંગનું ભવિષ્ય માનવામાં આવી રહ્યો છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">