IND vs AUS WTC Final: ઓસ્ટ્રેલિયન બોલર દાંડિયા ઉડાવવાની કરી રહ્યા છે પ્રેકટીસ! 15 સેકન્ડ્સનો વાયરલ થયો Video

Mitchell Starc Bowling Video: ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ પણ અંતિમ દિવસોની તૈયારીઓ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલને લઈ કરી રહ્યા છે. આ દરમિયાન ઓસ્ટ્રેલિયન સ્ટાર બોલર યોર્કર બોલ કરીને દાંડિયા ઉડાવવાની પ્રેકટીસ કરી રહ્યો છે.

IND vs AUS WTC Final: ઓસ્ટ્રેલિયન બોલર દાંડિયા ઉડાવવાની કરી રહ્યા છે પ્રેકટીસ! 15 સેકન્ડ્સનો વાયરલ થયો Video
WTC Final 2023 Mitchell Starc yorker Bowling Video
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 03, 2023 | 12:13 PM

વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટક્કર જબરદસ્ત બનનારી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા બંને ટીમના ખેલાડીઓ ખૂબ જ પરસેવો વહાવતી પ્રેકટીસ ઈંગ્લેંડમાં કરી રહ્યા છે. આગામી 7 જૂનથી લંડનના ધ ઓવલ મેદાનમાં વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ રમવાની શરુઆત થનારી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા બંને ટ્રોફી જીતવા માટે ઈરાદો મજબૂત રાખે એ સ્વાભાવિક છે. જોકે ટીમ ઈન્ડિયાના ઈરાદા અને તેવર અલગજ છે. ટીમના બેટર હાલમાં સારા ફોર્મમાં હોવાનુ IPL ની સિઝનમાં જોવા મળ્યુ છે. પુજારા કાઉન્ટી ક્રિકેટ દરમિયાન ફોર્મમાં જોવા મળ્યો છે. તો બીજી તરફ ઓસ્ટ્રેલિયાએ ભારતીય બેટર્સનો સામનો કરવાની તૈયારીઓ કરી છે.

ભારતીય બેટર્સ સામે ઓસ્ટ્રેલિયા પોતાના બોલરની ધારને તેજ કરવાનો પ્રયાસ કરી રહ્યુ છે. ઓસ્ટ્રેલિયાનો મોટાભાગના મદાર બોલર્સ પર છે, જ્યારે ભારતીય ટીમનો મહદઅંશે આધાર બેટર્સ પર છે. આ દરમિયાન ઓસ્ટ્રેલિયન સ્ટાર બોલર્સની બોલિંગની પ્રેકટીસનો વિડીયો ખૂબ વાયરલ થયો છે. આ બોલર્સ એકદમ સટીક યોર્કર વડે બેટરને બોલ્ડ કરી રહ્યો છે.

ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન

દાંડિયા ઉડાવતો Video

ટીમ ઈન્ડિયા ઝડપી બોલરોની પરેશાનીને પણ ધ્યાનમાં રાખી રહ્યુ છે. ઈંગ્લેંડમાં ડ્યૂક બોલ કેવી અસર સર્જશે એ પણ પૂરો ખ્યાલ છે. આ દરમિયાન હાલમાં ઓસ્ટ્રેલિયા પણ ખૂબ તૈયારીઓ કરી રહ્યુ છે. ઓસ્ટ્રેલિયા તેના હથિયારોને ઘસી ઘસીને તૈયાર કરી રહ્યુ છે. ભારત સામમે ઓસ્ટ્રેલિયાનો જંગ આસાન નથી, એ તેઓ સારી રીતે જાણે છે. આ દરમિયાન ઓસ્ટ્રેલિયાના સ્ટાર બોલરનો એક વિડીયો ખૂબ જ વાયરલ થવા લાગ્યો છે. આ વિડીયોમાં સ્ટાર બોલર દાંડિયા ઉડાવતી બોલિંગ કરતો નજર આવી રહ્યો છે.

View this post on Instagram

A post shared by ICC (@icc)

ICC એ જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વિડીયો શેર કર્યો છે. આ વિડીયોમાં ઓસ્ટ્રેલિયન સ્ટાર બોલર મિશેલ સ્ટાર્ક ઝડપી અને સટીક યોર્કર બોલ પર દાંડિયા ઉડાવી રહ્યો છે. નેટમાં પ્રેકટીસ દરમિયાન તેની સામે માર્નસ લાબુશેન બેટિંગ પ્રેકટીસ કરી રહ્યો છે. સ્ટાર્કે યોર્કર બોલ વડે તેના સ્ટંપને ઉડાવી દીધા હતા. આમ પણ સ્ટાર્ક ખતરનાક બોલર્સમાંથી એક તરીકે ગણના કરવામાં આવે છે. આ વિડીયો આમ તો ભારતીય ચાહકોની ચિંતામાં વધારો કરનારો છે.

સ્ટાર્ક-કમિન્સ ભારે પડી શકે છે

ભારતીય બેટર્સ દુનિયાની દરેક ટીમ માટે મોટો પડકાર છે. ઓસ્ટ્રેલિયા માટે આ પડકારનો સામનો કરો આસાન નથી. આમ ઓસ્ટ્રેલિયા આ માટે રણનિતી સાથે તૈયારીઓ કરી રહ્યુ છે. ઓસ્ટ્રેલિયા માટે ભારત સામે મિશેલ સ્ટાર્ક અને પેટ કમિન્સ મુખ્ય હથિયાર રહેશે. બંનેએ આઈપીએલના બે મહિના પુરો આરામ કર્યો છે. હવે બંને પૂરી રીતે તૈયાર થઈને સજીને ઈંગ્લેંડ આવ્યા છે. આ બંનેની જોડી હવે ભારત સામે મુશ્કેલીઓ પેદા કરવા માટેની યોજનાઓ પર કામ કરી રહી છે, જેને ભારતીય બેટર્સે નિષ્ફળ બનાવવી જરુરી છે.

આ પણ વાંચોઃ IND vs AUS: જેની ખૂબ ચર્ચા ચાલી રહી છે તે Duke Ball ની શુ છે ખાસિયત, જે બોલ ઓસ્ટ્રેલિયાનો કરી શકે છે ખેલ ખતમ!

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
કોંગ્રેસ આદિવાસીની વિરોધી પાર્ટી - અમિત શાહ
કોંગ્રેસ આદિવાસીની વિરોધી પાર્ટી - અમિત શાહ
માંડવીના નાના આસંબીયા ગામ પાસે પવનચક્કી ધરાશાયી
માંડવીના નાના આસંબીયા ગામ પાસે પવનચક્કી ધરાશાયી
રામ મંદિરના મુદ્દા પર અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર
રામ મંદિરના મુદ્દા પર અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર
દુનિયાના સૌથી મહાન હસ્તીઓ ગુજરાતે આપ્યા - પ્રિયંકા ગાંધી
દુનિયાના સૌથી મહાન હસ્તીઓ ગુજરાતે આપ્યા - પ્રિયંકા ગાંધી
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી ગુજરાત મુલાકાતે
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી ગુજરાત મુલાકાતે
g clip-path="url(#clip0_868_265)">