AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WPL 2023 Prize Money: મુંબઈ માલામાલ, દિલ્હી અને યુપીને મળશે આટલા રુપિયા, જાણો કોને શુ મળ્યુ ઈનામ

WPL 2023: મુંબઈ ઈન્ડિયન્સ ટીમે શરુઆતથી જ ધમાકેદાર રમત બતાવી હતી. દિલ્હી કેપિટલ્સની રમત ટૂર્નામેન્ટમાં આવી જ શાનદાર રહી હતી, અંતે મુંબઈએ દિલ્હીને હરાવીને બાજી મારી લીધી હતી.

WPL 2023 Prize Money: મુંબઈ માલામાલ, દિલ્હી અને યુપીને મળશે આટલા રુપિયા, જાણો કોને શુ મળ્યુ ઈનામ
WPL 2023 Winner Prize Money
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 27, 2023 | 10:13 AM
Share

WPL 2023 ની પ્રથમ સિઝન રવિવારે સમાપ્ત થઈ ગઈ. પ્રથમ સિઝનની ચેમ્પિયન ટીમ મુંબઈ ઈન્ડિયન્સ બની છે. ટૂર્નામેન્ટની શરુઆતથી જ પ્રબળ દાવેદાર તરીકે મુંબઈ ઈન્ડિયન્સ ટીમને જોવામાં આવી રહી હતી. મુંબઈ ઈન્ડિયન્સે ટૂર્નામેન્ટમાં દમદાર પ્રદર્શન દર્શાવવા સાથે અંતમાં દિલ્હી કેપિટલ્સને હરાવીને ચેમ્પિયન બન્યુ હતુ. મુંબઈના બ્રેબોન સ્ટેડિયમમાં રમાયેલ વુમન્સ પ્રીમિયર લીગની ફાઈનલ મેચ મુંબઈએ 7 વિકેટથી જીતી હતી. એવોર્ડમાં પણ મુંબઈની ટીમના ખેલાડીઓનો દબદબો જોવા મળ્યો હતો. ટીમને પણ ચેમ્પિયન બનવા સાથે મોટો કેશ એવોર્ડ મળ્યો હતો.

મુંબઈ ઈન્ડિયન્સ ટીમ જ નહીં પરંતુ ખેલાડીઓ પર પણ પૈસાનો વરસાદ થયો હતો. બોલિંગ, બેટિંગ અને ફિલ્ડીંગમાં જબરદસ્ત દેખાવ કરનારા ખેલાડીઓને પણ કેશ એવોર્ડ અપાયા હતા. મુંબઈ ઈન્ડિયન્સ ટીમને ચેમ્પિયન ટ્રોફી સાથે 6 કરોડ રુપિયાનો ચેક મળ્યો છે. જ્યારે દિલ્હીને તેની અડધી રકમ એટલે કે રનર અપ રહેતા 3 કરોડ રુપિયા મળ્યા હતા.

મુંબઈના ખેલાડીઓનો દબદબો

ઈનામ વિતરણ કાર્યક્રમમાં રવિવારે સાંજે એક બાદ એક મુંબઈની ટીમના ખેલાડીઓના નામ એનાઉન્સ થતા સાંભળવા વધારે મળ્યા હતા. આમ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ ઈનામ મેળવવામાં મુંબઈનો દબદબો વધારે જોવા મળ્યો હતો. એવોર્ડસમાં દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના એક એક ખેલાડીને પણ સ્થાન મળ્યુ હતુ.

પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ (મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર) થી ઇમર્જિંગ પ્લેયર સુધી, ઈનામની યાદી પર એક નજર

  1. પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ: હેલિ મેથ્યૂઝ, મુંબઈ ઈન્ડિયન્સ, 5 લાખ રુપિયા
  2. ઓરેન્જ કેપઃ મેગ લેનિંગ, દિલ્હી કેપિટલ્સ, 5 લાખ રુપિયા
  3. પર્પલ કેપઃ હેલી મેથ્યૂઝ, મુંબઈ ઈન્ડિયન્સ, 5 લાખ રુપિયા
  4. ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ સિઝનઃ યાસ્તિકા ભાટીયા, મુંબઈ ઈન્ડિયન્સ, 5 લાખ રુપિયા
  5. કેચ ઓફ ધ સિઝનઃ હરમનપ્રીત કૌર, મુંબઈ ઈન્ડિયન્સ, 5 લાખ રુપિયા
  6. પાવરફુલ સ્ટ્રાઈકર ઓફ ધ સિઝનઃ સોફી ડિવાઈન, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, 5 લાખ રુપિયા
  7. ફેયર પ્લે એવોર્ડઃ મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ, 5-5 લાખ રુપિયા
  8. પ્લેયર ઓફ ધ મેચઃ નેટ સિવર બ્રન્ટ, મુંબઈ ઈન્ડિયન્સ, 2.5 લાખ રુપિયા

ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">