RCB vs GG : ગુજરાતના ‘જાયન્ટ્સ’ની ધમાકેદાર બેટિંગ, વોલ્વાર્ડ 68 રનની મદદથી આપ્યો 189 રનનો ટાર્ગેટ

TV9 GUJARATI

|

Updated on: Mar 18, 2023 | 9:16 PM

Royal Challengers Bangalore vs Gujarat Giants : વુમન્સ પ્રીમિયર લીગમાં મુંબઈ-યુપી વચ્ચેની મેચ બાદ આજે બીજી મેચ બેંગ્લોર -ગુજરાત વચ્ચે છે. વુમન્સ પ્રીમિયર લીગની આ 16મી મેચ બ્રેબોન સ્ટેડિયમમાં છે. પ્લેઓફની રેસમાં રહેવા માટે બંને ટીમોએ આજની મેચ જીતવી જરુરી છે.

RCB vs GG :  ગુજરાતના 'જાયન્ટ્સ'ની ધમાકેદાર બેટિંગ, વોલ્વાર્ડ 68 રનની મદદથી આપ્યો 189 રનનો ટાર્ગેટ
Royal Challengers Bangalore vs Gujarat Giants

વુમન્સ પ્રીમિયર લીગની 16મી મેચ ગુજરાત જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર બેંગ્લોર વચ્ચે ચાલી રહી છે. ગુજરાત ટીમની કેપ્ટન સ્નેહ રાણાએ આ મેચમાં ટોસ જીતી બેટિંગ પસંદ કરી હતી. ગુજરાતની શરુઆત સારી ન રહી હતી પણ ગાર્ડરન, વોલ્વાર્ડ અને મેઘનાની ધમાકેદાર બેટિંગને કારણે ગુજરાતની ટીમે મોટો ટાર્ગેટ સેટ કર્યો હતો. 20 ઓવરના અંતે ગુજરાત જાયન્ટ્સનો સ્કોર 4 વિકેટના નુકશાન સાથે 188 રન રહ્યો હતો. બેંગ્લોરની ટીમને આ મેચમાં જીતવા માટે 189 રનનો વિશાળ ટાર્ગેટ મળ્યો છે.

ગુજરાત જાયન્ટસનું પ્રદર્શન

પ્રથમ ઈનિંગમાં ગુજરાત તરફથી સોફિયા ડંકલીએ 16 રન, લૌરા વોલ્વાર્ડ 68 રન, હરલીન દેઓલએ 12 રન, એશલે ગાર્ડનરે 41 રન, દયાલન હેમલથાએ 16 રન, સભીનેની મેઘના 31 રન ફટકાર્યા હતા. ગુજરાત તરફથી પ્રથમ ઈનિંગમાં 5 સિક્સર અને 15 ચોગ્ગા જોવા મળ્યા હતા.

રોયલ ચેલેન્જર બેંગ્લોરનું પ્રદર્શન

પ્રથમ ઈનિંગમાં બેંગ્લોર તરફથી શ્રેયંકા પાટીલએ 2 ઓવરમાં 17 રન આપી 2 વિકેટ લીધી હતી. જ્યારે પ્રિતિ બોસ અને સોફી ડિવાઈને 1-1 વિકેટ લીધી હતી.

આવી છે બંને ટીમની પ્લેઈંગ ઈલેવન

રોયલ ચેલેન્જર બેંગ્લોરની પ્લેઈંગ ઈલેવન – સોફી ડેવાઈન, સ્મૃતિ મંધાના (કેપ્ટન), એલિસ પેરી, હીથર નાઈટ, રિચા ઘોષ (વિકેટકીપર), કનિકા આહુજા, શ્રેયંકા પાટિલ, દિશા કાસત, મેગન શુટ, આશા શોબાના, પ્રીતિ બોઝ.

ગુજરાત જાયન્ટ્સની પ્લેઇંગ ઇલેવન – સોફિયા ડંકલી, લૌરા વોલ્વાર્ડ, હરલીન દેઓલ, એશલે ગાર્ડનર, દયાલન હેમલથા, સભીનેની મેઘના, સુષ્મા વર્મા (વિકેટકીપર), કિમ ગાર્થ, સ્નેહ રાણા (કેપ્ટન), તનુજા કંવર, અશ્વની કુમારી.

વુમેન્સ પ્રીમિયર લીગનું શેડયુલ

4 માર્ચથી 26 માર્ચ વચ્ચે ટુર્નામેન્ટ રમાશે. 17 અને 19 માર્ચે લીગ રાઉન્ડમાં કોઈ મેચ રમાશે નથી. લીગ રાઉન્ડ 21 માર્ચે સમાપ્ત થશે, એલિમિનેટર ત્રણ દિવસ પછી ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાશે છે અને એક દિવસના વિરામ પછી ફાઇનલ મેચ રમાશે.

પ્રથમ પ્રીમિયર લીગની સૌથી મોંઘી ખેલાડીઓ

5 ટીમના 87 ખેલાડીઓ

માસ્કોટ શક્તિ

વુમેન્સ પ્રીમિયર લીગના માસ્કોટનું નામ શક્તિ છે. મહિલાઓને ધ્યાનમાં રાખીને આ માસ્કોટ તૈયાર કરવામાં આવ્યું છે. આ લીગની તમામ મેચ મહારાષ્ટ્રના સ્ટેડિયમમાં રમાશે. લીગની તમામ મેચમાં મહિલાઓને ફ્રિમાં એન્ટ્રી આપવામાં આવશે.

WPL 2023નું એન્થમ સોન્ગ

BCCIએ મહિલા પ્રીમિયર લીગની ઉદઘાટન સિઝન માટે એક આકર્ષક થીમ સોંગ રિલીઝ કર્યું છે. ‘યે તો બસ શુરુઆત હૈ’ શીર્ષક ધરાવતું આ ગીત ભારતીય મહિલા ક્રિકેટરોની હિંમત વધારવા માટે છે. જેમણે રમતના શિખર સુધી પહોંચવા માટે અસંખ્ય અવરોધોને પાર કર્યા છે.

થીમ સોંગ લીગનો ઉદ્દશેય અને ખેલાડીઓની ભાવનાને કેપ્ચર કરે છે. ગીતના બોલ ખેલાડીઓએ જે પડકારોનો સામનો કર્યો છે અને જે નિશ્ચય સાથે તેઓએ તેનો સામનો કર્યો છે તેની વાત કરે છે. આ ગીત ખેલાડીઓને તેમની યાત્રા ચાલુ રાખવા માટે પ્રોત્સાહિત કરે છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati