વુમન્સ પ્રીમિયર લીગમાં મુંબઈ-યુપી વચ્ચેની મેચ બાદ આજે બીજી મેચ બેંગ્લોર -ગુજરાત વચ્ચે છે. વુમન્સ પ્રીમિયર લીગની આ 16મી મેચ બ્રેબોન સ્ટેડિયમમાં છે. પ્લેઓફની રેસમાં રહેવા માટે બંને ટીમોએ આજની મેચ જીતવી જરુરી છે.
16મી ઓવરના પ્રથમ બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. આ સાથે જ બેંગ્લોર જીતના આરે પહોંચ્યુ હતુ. નાઈટે સ્નેહ રાણાના બોલ પર ડ્રાઈવ કરવાના પ્રયાસમાં બાઉન્ડરી મળી હતી.
કિમ ગાર્થ 12મી ઓવર લઈને આવી હતી. ઓવરના પાંચમાં બોલ પર તેણે અશ્વિની કુમારના હાથમાં કેચ ઝડપાવતા જ સોફી ડિવાઈન સદી ચૂકી ગઈ હતી. તેણે 36 બોલમાં 99 રન નોંધાવ્યા હતા.
11મી ઓવર લઈને અશ્વિની કુમારી આવી હતી. સોફી ડિવાઈને ઓવરની શરુઆતે જ છગ્ગો જમાવ્યો હતો. લોંગ ઓન પર તેણે સિક્સર જમાવી દીધી હતી. ઓવરના ચોથા બોલે ડિવાઈને ચોગ્ગો જમાવ્યો હતો. જ્યારે પેરીએ અંતિમ બોલ પર ચાર રન મેળવ્યા હતા.
10મી ઓવરમાં મંધાનાની ઈનીંગનો અંત થયો છે. તે 37 રન નોંધાવીને પરત ફરી હતી. 125 રનની ભાગીદારી રમત ડિવાઈન અને મંધાના વચ્ચે થઈ હતી. સ્નેહ રાણાએ તેની વિકેટ ઝડપી હતી.
9મી ઓવરમાં સોફી ડિવાઈને ત્રણ છગ્ગા જમાવ્યા હતા. તનુજા કંવર લઈને આવેલી ઓવરના ત્રીજા બોલ પર વિશાળ છગ્ગો જમાવ્યો હતો. બાદમાં આગળના બોલ પર ચોગ્ગો જમાવ્યો હતો. ઓવરના પાંચમા બોલ ફરી છગ્ગો અને અંતિમ બોલ પર વધુ એક છગ્ગો જમાવ્યો હતો. ઓવરમાં 25 રન નોંધાવ્યા હતા.
8મી ઓવર લઈને હરલીન દેઓલ આવી હતી. સોફી ડિવાઈને તોફાની અડધી સદી છગ્ગો ફટકારીને પુરી કરી હતી. તેણે 20 બોલમાં જ અડધી સદી પુરી કરી લીધી હતી. છગ્ગો ફટકારવા માટે ડિવાઈન આગળ આવીને ઉઠાવી શાનદાર છગ્ગો ફટકાર્યો હતો.
7 ઓવર બાદ બેંગ્લોરનો સ્કોર 90/0.. ડિવાઈન 47 રન અને સ્મૃતિ મંધાના 34 રન સાથે રમી રહી છે. આ ઓવરમાં ચોગ્ગો અને સિક્સર જોવા મળ્યા.
6 ઓવર બાદ બેંગ્લોરનો સ્કોર 77/0. ડિવાઈન 36 રન અને સ્મૃતિ મંધાના 32 રન સાથે રમી રહી છે. આ ઓવરમાં 2 ચોગ્ગા જોવા મળ્યા
5 ઓવર બાદ બેંગ્લોરનો સ્કોર 68/0.. ડિવાઈન 32 રન અને સ્મૃતિ મંધાના 27 રન સાથે રમી રહી છે.
4 ઓવર બાદ બેંગ્લોરનો સ્કોર 58/0. ડિવાઈન - 28 રન અને સ્મૃતિ મંધાના 22 રન સાથે રમી રહી છે. આ ઓવરમાં પણ સરસ મજાના સિક્સર અને ચોગ્ગા જોવા મળ્યા છે.
બેંગ્લોરની ધમાકેદાર શરુઆત, 2 ઓવર બાદ બેંગ્લોરનો સ્કોર 37/0. બેંગ્લોરને જીતવા માટે 18 ઓવરમાં 152 રનની જરુર.
આ ઓવરમાં બે ચોગ્ગા જોવા મળ્યા, 1 ઓવર બાદ બેંગ્લોરનો સ્કોર 13/0. બેંગ્લોરને જીતવા માટે 19 ઓવરમાં 176 રનની જરુર.
છેલ્લી ઓવરમાં બે ચોગ્ગા અને બેસિક્સર જોવા મળી. 20 ઓવર બાદ ગુજરાતનો સ્કોર 188/4
આ ઓવરમાં 2 ચોગ્ગા જોવા મળ્યા. 19 ઓવર બાદ ગુજરાતનો સ્કોર 166/4
ગાર્ડરન 41 રન બનાવી આઉટ, 18.3 ઓવરમાં ગુજરાતનો સ્કોર 161/4
લૌરા વોલ્વાર્ડ 68 રન બનાવી આઉટ, 17 ઓવર બાદ ગુજરાતનો સ્કોર 148/3
વોલ્વાર્ડે આ ઓવરમાં એક સિક્સર ફટકારી. ગાર્ડરન 17 રન અને વોલ્વાર્ડ 68 રન સાથે બેટિંગ કરી રહી છે.
આ ઓવરમાં છેલ્લો બોલ નો બોલ હતો. એલિસ પેરીની ઓવરમાં છેલ્લા બોલ પર સિકસ જોવા મળી. 14 ઓવર બાદ ગુજરાતનો સ્કોર 113/2. લૌરા વોલ્વાર્ડે ફટકારી ફિફટી
આ ઓવરમાં એક સિક્સર જોવા મળી. 13 ઓવર બાદ ગુજરાતનો સ્કોર 98/2
ગુજરાતની બીજી વિકેટ પડી, મેઘના 31 રન બનાવી આઉટ. 12 ઓવર બાદ ગુજરાતનો સ્કોર 90/2
મેઘના અને લૌરા વોલ્વાર્ડ વચ્ચે 50 રનની પાર્ટનરશિપ થઈ. મેઘના 26 રન અને લૌરા વોલ્વાર્ડ 40 રન સાથે ગુજરાતની પારી સંભાળી રહ્યાં છે. 11 ઓવર બાદ ગુજરાતનો સ્કોર 83/1
મેઘના 16 રન અને લૌરા વોલ્વાર્ડ 33 રન સાથે ગુજરાતની પારી સંભાળી રહ્યાં છે. 9 ઓવર બાદ ગુજરાતનો સ્કોર 66/1
મેઘના અને લૌરા વોલ્વાર્ડ ગુજરાતની પારી સંભાળી રહ્યાં છે.8 ઓવર બાદ ગુજરાતનો સ્કોર 58/1
મેઘના અને લૌરા વોલ્વાર્ડ ગુજરાતની પારી સંભાળી રહ્યાં છે. 6 ઓવર બાદ ગુજરાતનો સ્કોર 45/1
ગુજરાતની પ્રથમ વિકેટ પડી, સોફિયા ડંકલી 16 રન બનાવી આઉટ. 4 ઓવર બાદ ગુજરાતનો સ્કોર 35/1
આ ઓવરમાં 2 ચોગ્ગા જોવા મળ્યા. સોફિયા ડંકલી અને લૌરા વોલ્વાર્ડ ગુજરાત તરફથી બેટિંગ કરી રહ્યાં છે.
આ ઓવરમાં એક ચોગ્ગો જોવા મળ્યો. સોફિયા ડંકલી અને લૌરા વોલ્વાર્ડ ગુજરાત તરફથી બેટિંગ કરી રહ્યાં છે.
A look at the Playing XIs of #RCBvGG
Follow the match ▶️ https://t.co/uTxwwRnRxl#TATAWPL pic.twitter.com/hF4CmukZpH
— Women's Premier League (WPL) (@wplt20) March 18, 2023
રોયલ ચેલેન્જર બેંગ્લોરની પ્લેઈંગ ઈલેવન - સોફી ડેવાઈન, સ્મૃતિ મંધાના (કેપ્ટન), એલિસ પેરી, હીથર નાઈટ, રિચા ઘોષ (વિકેટકીપર), કનિકા આહુજા, શ્રેયંકા પાટિલ, દિશા કાસત, મેગન શુટ, આશા શોબાના, પ્રીતિ બોઝ.
ગુજરાત જાયન્ટ્સની પ્લેઇંગ ઇલેવન - સોફિયા ડંકલી, લૌરા વોલ્વાર્ડ, હરલીન દેઓલ, એશલે ગાર્ડનર, દયાલન હેમલથા, સભીનેની મેઘના, સુષ્મા વર્મા (વિકેટકીપર), કિમ ગાર્થ, સ્નેહ રાણા (કેપ્ટન), તનુજા કંવર, અશ્વની કુમારી.
વુમન્સ પ્રીમિયર લીગમાં મુંબઈ-યુપી વચ્ચેની મેચ બાદ આજે બીજી મેચ બેંગ્લોર -ગુજરાત વચ્ચે છે. વુમન્સ પ્રીમિયર લીગની આ 16મી મેચ બ્રેબોન સ્ટેડિયમમાં છે. પ્લેઓફની રેસમાં રહેવા માટે બંને ટીમોએ આજની મેચ જીતવી જરુરી છે.
Published On - Mar 18,2023 6:48 PM