WPL 2023 Orange Cap Winner : દિલ્હીના કેપ્ટને જીતી રનની રેસ, મુંબઈના 3 ખેલાડીઓને પાછળ છોડી દીધા

WPL 2023 Final Orange Cap Holder : દિલ્હી કેપિટલ્સ ટીમ ભલે ટાઇટલ જીતી ન શકી હોય, પરંતુ તેની કેપ્ટન સમગ્ર સિઝન દરમિયાન બોલરો માટે માથાનો દુખાવો બની હતી અને તેથી જ તે ઓરેન્જ કેપ જીતવામાં સફળ રહી છે.

WPL 2023 Orange Cap Winner : દિલ્હીના કેપ્ટને જીતી રનની રેસ, મુંબઈના 3 ખેલાડીઓને પાછળ છોડી દીધા
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 27, 2023 | 9:39 AM

વિમેન્સ પ્રીમિયર લીગની પ્રથમ સિઝન પૂરી થઈ ગઈ છે. આ લીગને તેનો પ્રથમ વિજેતા મળ્યો છે. રવિવારે બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલ મેચમાં હરમનપ્રીત કૌરની કપ્તાનીવાળી મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને હરાવીને ટાઈટલ જીત્યું હતું. દિલ્હી ખિતાબ જીતી શકી ન હતી, પરંતુ તેની કેપ્ટન મેગ લેનિંગ ચોક્કસપણે તેના નામે એવોર્ડ લેવામાં સફળ રહી હતી. લેનિંગ આ ટુર્નામેન્ટમાં ઓરેન્જ કેપ જીતવામાં સફળ રહી છે.

આઈપીએલની જેમ WPLમાં પણ ઓરેન્જ કેપ આપવામાં આવી હતી. આ કેપ એવા બેટ્સમેનને આપવામાં આવે છે જેણે સિઝનના અંતે સૌથી વધુ રન બનાવ્યા હોય. સિઝન દરમિયાન પણ આ કેપના હક બદલાતા રહે છે પરંતુ ફાઈનલ પછી આ કેપનો સાચ્ચો હકદાર કોણ છે તેનો નિર્ણય લેવામાં આવે છે.

લેનિંગે કર્યું શાનદાર કામ

મેગ લેનિંગ એક જાણીતી કેપ્ટન છે.તેણે પોતાની કેપ્ટનશીપમાં ઘણી વખત ઓસ્ટ્રેલિયાને વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યું હતું પરંતુ તે દિલ્હીને ખિતાબ અપાવી શકી ન હતી.જોકે, લેનિંગે તેના બેટની તાકાત બતાવી હતી અને તે આ સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની હતી. તેણે કુલ નવ મેચ રમી જેમાં તેણે 49.28ની એવરેજથી 345 રન બનાવ્યા. આ દરમિયાન તેણે બે વખત અડધી સદી ફટકારી હતી. બીજા નંબર પર મુંબઈની નેટ સિવર હતી જેણે 10 મેચમાં 66.40ની એવરેજથી 332 રન બનાવ્યા હતા. તેણે ત્રણ અડધી સદી પણ ફટકારી હતી, જેમાંથી તેણે ફાઇનલમાં એક અડધી સદી ફટકારી હતી.

IPL 2025માં MS ધોનીના રમવા પર સસ્પેન્સ યથાવત
માંસ કેમ ન ખાવું જોઈએ ? દેવરાહા બાબાએ જણાવ્યું મોટું કારણ, જુઓ Video
Indian Oil ભારતમાં, તો પછી વિશ્વની સૌથી મોટી Oil Company કઈ છે?
ઘરે તુલસી છે ! જાણી લો મંજરી કયા દિવસે ન તોડવી જોઈએ?
સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન આવી મોટી ગાડીઓમાં ફરતા હતા મહાત્મા ગાંધી, જુઓ Photos
ખાલી પેટ ખીરા કાકડીનું જ્યુસ પીવાથી જાણો શું થાય છે?

યુપી વોરિયર્સની તાલિયા મેકગ્રા ત્રીજા નંબરે રહી હતી. આ ખેલાડીએ નવ મેચ રમી અને 50.33ની એવરેજથી 302 રન બનાવ્યા. મેકગ્રાએ નવમાંથી ચાર ઇનિંગ્સમાં અડધી સદી ફટકારી હતી.ચોથા નંબર પર મુંબઈની કેપ્ટન હરમનપ્રીત કૌર હતી. તેણે 10 મેચમાં 40.14ની એવરેજથી 281 રન બનાવ્યા અને તેના બેટમાંથી ત્રણ અડધી સદી નીકળી. પાંચમા નંબરે હેલી મેથ્યુઝ હતી જેણે 10 મેચમાં 30.11ની એવરેજથી 271 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેના બેટમાંથી અડધી સદી નીકળી હતી.

ભારતીય બેટ્સમેનોએ નિરાશ કર્યા

આ લીગમાં ભારતીય બેટ્સમેનોએ ઘણી નિરાશ કરી હતી. ટોપ-5માં હરમનપ્રીત એકમાત્ર ભારતીય છે, પરંતુ જો આપણે આ સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર ટોપ-10 બેટ્સમેનોની યાદી પર નજર કરીએ તો તેમાં ફક્ત બે જ ભારતીય છે જેમાંથી એક હરમનપ્રીત અને બીજી શેફાલી વર્મા છે. શેફાલીએ નવ મેચમાં 31.50 રન બનાવ્યા. બે અડધી સદીની મદદથી 252 રન બનાવ્યા.

કોલેજ કેમ્પસમાં દારૂની મહેફિલ, પોલીસે 5 સિક્યુરિટી ગાર્ડની કરી ધરપકડ
કોલેજ કેમ્પસમાં દારૂની મહેફિલ, પોલીસે 5 સિક્યુરિટી ગાર્ડની કરી ધરપકડ
સ્વામીના નવરાત્રી અંગેના બફાટથી સનાતમ ધર્મના અગ્રણીઓ થયા લાલઘુમ- Video
સ્વામીના નવરાત્રી અંગેના બફાટથી સનાતમ ધર્મના અગ્રણીઓ થયા લાલઘુમ- Video
વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખથી શરૂ થશે વરસાદી રાઉન્ડ
વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખથી શરૂ થશે વરસાદી રાઉન્ડ
ઘોડા, કાર પર ક્ષત્રાણિયોએ તલવાર સાથે કરતબ કરી ગરબે ઘૂમ્યા
ઘોડા, કાર પર ક્ષત્રાણિયોએ તલવાર સાથે કરતબ કરી ગરબે ઘૂમ્યા
સ્વામીનારાયણના વધુ એક સ્વામીએ નવરાત્રીને લઈને કર્યો વાણીવિલાસ- Video
સ્વામીનારાયણના વધુ એક સ્વામીએ નવરાત્રીને લઈને કર્યો વાણીવિલાસ- Video
ધ્રોલ તાલુકાનો મુખ્ય રોડ બન્યો બિસ્માર, સ્થાનિકોમાં રોષ
ધ્રોલ તાલુકાનો મુખ્ય રોડ બન્યો બિસ્માર, સ્થાનિકોમાં રોષ
સુરતમાંથી MD ડ્રગ્સ સાથે બે આરોપીની ધરપકડ
સુરતમાંથી MD ડ્રગ્સ સાથે બે આરોપીની ધરપકડ
ગોવાથી દ્વારકાના શિવરાજપુર પહોંચી NIWSની ટીમ
ગોવાથી દ્વારકાના શિવરાજપુર પહોંચી NIWSની ટીમ
સરગાસણ ગરબામાં બજરંગ દળ અને VHPના કાર્યકર્તાઓ સાથે તકરાર
સરગાસણ ગરબામાં બજરંગ દળ અને VHPના કાર્યકર્તાઓ સાથે તકરાર
ગુજરાતના વિવિધ જિલ્લામાં છૂટા છવાયા વરસાદની આગાહી
ગુજરાતના વિવિધ જિલ્લામાં છૂટા છવાયા વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">