ICC T20 World Cup Breaking News: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અફઘાની પ્લેયરે પગ મૂકતાની સાથે જ ક્યારેય ન ભૂલાય તેવો રેકોર્ડ પોતાના નામે કર્યો
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે એક નવો 'વર્લ્ડ રેકોર્ડ' રચાયો છે, જેણે ક્રિકેટ જગતનું ધ્યાન ખેંચ્યું છે. અફઘાનિસ્તાનના દિગ્ગજ ઓલરાઉન્ડરે સાઉથ આફ્રિકા સામેની મેચમાં મેદાનમાં પગ મૂકતાની સાથે જ ક્યારેય ન ભૂલાય તેવો ઐતિહાસિક રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.

ICC T20 વર્લ્ડ કપ 2026માં આજે અફઘાનિસ્તાન અને સાઉથ આફ્રિકા વચ્ચે મહત્વની મેચ રમાઈ રહી છે. જો કે, આ મેચે એક ખાસ કારણસર ઇતિહાસના પાનાઓમાં સ્થાન મેળવી લીધું છે. અફઘાનિસ્તાનના દિગ્ગજ ઓલરાઉન્ડર મોહમ્મદ નબીએ આ મેચમાં મેદાનમાં ઉતરતાની સાથે જ T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. નબી હવે એવા દિગ્ગજ ખેલાડીઓના ક્લબમાં જોડાયો છે કે, જેમાં રોહિત શર્મા જેવા ખેલાડીઓ પહેલાથી જ સ્થાન ધરાવે છે.
!
Afghanistan’s cricketing ace, @MohammadNabi007, becomes the first player from Afghanistan and the fourth overall to reach this remarkable milestone.
Go well, Nabi! Have a great game ahead! pic.twitter.com/zzFiT3cSJC
— Afghanistan Cricket Board (@ACBofficials) February 11, 2026
મોહમ્મદ નબીએ T20I ક્રિકેટમાં પોતાના 150 મેચ પૂર્ણ કરી લીધા છે. આવું કરનાર તે અફઘાનિસ્તાનના પ્રથમ ખેલાડી અને વિશ્વના ચોથો ક્રિકેટર બની ગયો છે. અગાઉ આ સિદ્ધિ માત્ર આયર્લેન્ડના જ્યોર્જ ડોકરેલ, પોલ સ્ટર્લિંગ અને ભારતના રોહિત શર્માએ જ હાંસલ કરી હતી. હવે આ ખાસ યાદીમાં મોહમ્મદ નબીનો પણ સમાવેશ થઈ ગયો છે.
બંને ટીમોમાં 1-1 ફેરફાર
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહેલી ગ્રુપ-Dની આ મેચમાં અફઘાનિસ્તાને ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. બંને ટીમોએ પોતાની પ્લેઈંગ ઈલેવનમાં એક-એક ફેરફાર કર્યો છે. અફઘાનિસ્તાન તરફથી ઝિયા-ઉર-રહેમાન આ મેચમાં રમી રહ્યો નથી. તેના સ્થાને યુવા સ્પિનર નૂર અહેમદને ટીમમાં એડ (Add) કરવામાં આવ્યો છે, જેનાથી બોલિંગ આક્રમણને વધુ મજબૂતી મળશે.
હાલની પરિસ્થિતિ મુજબ, સાઉથ આફ્રિકાની શરૂઆત થોડી ધીમી રહી હતી અને કેપ્ટન એડન માર્કરામ માત્ર 5 રન બનાવી ફઝલહક ફારુકીનો શિકાર બન્યો હતો. જો કે, ત્યારબાદ ઓપનર ક્વિન્ટન ડી કોક અને રાયન રિકલટને અફઘાન બોલરોની લાઇન-લેન્થ બગાડી નાખી હતી. ડી કોકે 59 રન અને રિકલટને તોફાની 61 રન બનાવીને ટીમને સ્થિરતા આપી હતી.
સાઉથ આફ્રિકાએ 188 રનનો ટાર્ગેટ આપ્યો
સાઉથ આફ્રિકાએ 20 ઓવરમાં 6 વિકેટે 187 રન બનાવી લીધા છે. રાશિદ ખાને બે મહત્વની વિકેટ (ડી કોક અને રિકલટન) ઝડપીને અફઘાનિસ્તાનની મેચમાં વાપસી કરાવી હતી. આ સિવાય અફઘાન ઓલ-રાઉન્ડર ઓમરાઝાઈએ પણ 3 વિકેટ ઝડપી હતી. માર્કો જેન્સેન અને ડેવિડ મિલરના કેમિયોએ આફ્રિકાનો સ્કોર 180 રનને પાર પહોંચાડ્યો હતો.
