Breaking News : વર્લ્ડ કપ 2026 ક્વોલિફાયર: કતાર સામે ભારતની 0-3 થી હાર
કતારે આ મેચમાં ગોલ કરવાના 20 પ્રયાસો કર્યા હતા. આમાંથી છ લક્ષ્યાંક પર હતા અને ત્રણમાં ટીમ સ્કોર કરવામાં સફળ રહી હતી. આ ટીમનો બોલ પર 54 ટકા કંટ્રોલ હતો. કતારે મેચમાં 416 પાસ કર્યા હતા. આમાંથી 79 ટકા પાસ યોગ્ય જગ્યાએ હતા.

ફિફા વર્લ્ડ કપ 2026 ક્વોલિફાયરના બીજા રાઉન્ડમાં ભારતીય ટીમને તેની બીજી મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. કલિંગા સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં કતારે ભારતને 3-0થી હરાવ્યું હતું. 2022 ફિફા વર્લ્ડ કપની યજમાની કરી રહેલા કતારને હરાવવું ભારત માટે આસાન નહોતુ. હાર છતાં ભારતીય ટીમ ફિફા વર્લ્ડ કપ 2026 માટે ક્વોલિફાય થવાની રેસમાંથી બહાર નથી.
આ મેચમાં કતારે શાનદાર શરૂઆત કરી હતી અને સમગ્ર મેચ દરમિયાન પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું હતું. કતારે મેચની ચોથી મિનિટે ગોલ કરીને 1-0ની સરસાઈ મેળવી લીધી હતી. કતાર તરફથી મુસ્તફા મેશાલે એક કોર્નરમાંથી ગોલ કર્યો હતો. તે બોક્સની અંદર હતો અને ભારતીય ટીમ સમયસર બોલ ક્લિયર કરી શકી ન હતી.
આવી સ્થિતિમાં તેણે તકનો ફાયદો ઉઠાવ્યો અને પોતાની ટીમને લીડ અપાવી. આ પછી, બંને ટીમોએ પ્રથમ હાફમાં ઘણા પ્રયાસો કર્યા, પરંતુ એક પણ ગોલ થઈ શક્યો નહીં. પ્રથમ હાફના અંતે કતારની ટીમ 1-0થી આગળ હતી.
A brave fight from the #BlueTigers in Bhubaneswar wasn’t enough to get a result against the Asian champions.#INDQAT ⚔️ #FIFAWorldCup #IndianFootball ⚽ pic.twitter.com/EE3uOVNlKc
— Indian Football Team (@IndianFootball) November 21, 2023
બીજા હાફની શરૂઆતમાં કતારે બીજો ગોલ કરીને તેની લીડ 2-0થી વધારી દીધી હતી. અલ્મોઝ અલીએ 47મી મિનિટે કતાર માટે બીજો ગોલ કર્યો હતો. 86મી મિનિટમાં યુસુફે કતાર માટે ત્રીજો ગોલ કરીને પોતાની ટીમની જીત લગભગ સુનિશ્ચિત કરી લીધી હતી. અંતે સ્કોરકાર્ડ એ જ રહ્યું અને ભારતને 0-3ના માર્જિનથી હારનો સામનો કરવો પડ્યો.
કતારે આ મેચમાં ગોલ કરવાના 20 પ્રયાસો કર્યા હતા. આમાંથી છ લક્ષ્યાંક પર હતા અને ત્રણમાં ટીમ સ્કોર કરવામાં સફળ રહી હતી. આ ટીમનો બોલ પર 54 ટકા કંટ્રોલ હતો. કતારે મેચમાં 416 પાસ કર્યા હતા. આમાંથી 79 ટકા પાસ યોગ્ય જગ્યાએ હતા. જો કે, આ ટીમે સાત ફાઉલ પણ કર્યા હતા.
જો ભારતની વાત કરીએ તો ટીમ ઈન્ડિયાએ સાત વખત સ્કોર કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમાંથી કોઈ પણ નિશાના પર નહોતું. બોલ પર ભારતીય ટીમનો કંટ્રોલ 46 ટકા હતો. ભારતે 363 પાસ કર્યા અને 73 ટકા પાસ યોગ્ય જગ્યાએ હતા. ભારતે 14 ફાઉલ પણ કર્યા હતા. એક ભારતીય ખેલાડીને યલો કાર્ડ મળ્યું હતુ.
વર્લ્ડ કપ ક્વોલિફાયર માટે ભારતીય ટીમ
- ગોલકીપર્સ: ગુરપ્રીત સિંહ સંધુ, અમરિંદર સિંહ, વિશાલ કૈથ
- ડિફેન્ડર્સઃ સંદેશ ઝિંગન, મહેતાબ સિંઘ, લાલચુંગનુંગા, રાહુલ ભેકે, નિખિલ પૂજારી, આકાશ મિશ્રા, રોશન સિંહ નૌરેમ, સુભાષીષ બોઝ
- મિડફિલ્ડર્સ: સુરેશ સિંહ વાંગજામ, અનિરુદ્ધ થાપા, લાલેંગમાવિયા અપુયા, બ્રાન્ડોન ફર્નાન્ડિસ, રોહિત કુમાર, સાહલ અબ્દુલ સમદ, લિસ્ટન કોલાકો, નોરેમ મહેશ સિંહ, ઉદંતા સિંહ
- ફોરવર્ડ: સુનિલ છેત્રી, લાલિયાનઝુઆલા ચાંગતે, મનવીર સિંહ, ઈશાન પંડિતા, રાહુલ કેપી
આ પણ વાંચો: ભારતની હારનું કારણ બન્યું એમ્પાયરનું ડિસિઝન?, જાણો ડીઆરએસમાં અમ્પાયરના કોલનો નિયમ શું છે?