ભારતીય ટીમના ખેલાડી રવિન્દ્ર જાડેજાના કોચ મહેન્દ્રસિંહ ચૌહાણે જાડેજા વિશે શું કહ્યુ? TV9 સાથે કરી ખાસ વાતચીત, જુઓ વીડિયો

રવિન્દ્ર જાડેજાએ જામનગરમાં મહેન્દ્રસિંહ ચૌહાણ પાસેથી ક્રિકેટની તાલીમ લીધી છે. જાડેજાના પ્રદર્શનને લઈને મહેન્દ્રસિંહ ગૌરવ અનુભવી રહ્યા છે. વર્લ્ડ કપની ફાઇનલ મેચ રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમનારી ફાઇનલ મેચને લઈને કરોડો ભારતીય જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો.

| Updated on: Nov 25, 2023 | 2:39 PM

આવતીકાલે એટલે કે, 19 નવેમ્બરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વિશ્વ કપ 2023ની ફાઈનલ મેચ રમાશે. આ મેચને લઈને લોકોમાં ઉત્સાહનો માહોલ છે. લોકો ભારતની જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે, ત્યારે ભારતીય ટીમના ખેલાડી રવિન્દ્ર જાડેજાએ જેમની પાસે તાલીમ લીધી તે કોચ પણ વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે કે, આ વખતે ફાઈનલ ટ્રોફી ભારત જ જીતશે.

આ પણ વાંચો : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આવતીકાલે વિશ્વ કપ 2023ની ફાઈનલ મેચ અમદાવાદમાં રમાશે, જાણો કાર્યક્રમનું સંપૂર્ણ શેડ્યુલ

રવિન્દ્ર જાડેજાએ જામનગરમાં મહેન્દ્રસિંહ ચૌહાણ પાસેથી ક્રિકેટની તાલીમ લીધી છે. જાડેજાના પ્રદર્શનને લઈને મહેન્દ્રસિંહ ગૌરવ અનુભવી રહ્યા છે. વર્લ્ડ કપની ફાઇનલ મેચ રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમનારી ફાઇનલ મેચને લઈને કરોડો ભારતીય જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો.

ઓલરાઉન્ડર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના કોચ મહેન્દ્રસિંહ ચૌહાણએ કહ્યુ કે, રવિન્દ્ર જાડેજા સારુ પ્રદર્શન કરી જીત અપાવશે. રવિન્દ્રએ જામનગર જ નહિ પરંતુ દેશનું નામ રોશન કર્યું છે. ઇન્ટરનેશનલ લેવલ પર નામના મેળવી છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">