AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઓસ્ટ્રેલિયા-શ્રીલંકા મેચ દરમિયાન સ્ટેડિયમમાં બેનર પડ્યા, દર્શકો બાલ-બાલ બચ્યા, જુઓ Video

ભારતમાં ચાલી રહેલ વર્લ્ડ કપમાં એક મેચ દરમિયાન એક મોટી દુર્ઘટના થઈ હતી, જેમાં મેચ જોવા સ્ટેડિયમમાં હાજર દર્શકો બાલ-બાલ બચી ગયા હતા. મેચ દરમિયાન વરસાદ શરૂ થાય બાદ અચાનક વાવાઝોડું આવતા સ્ટેડિયમમાં લાગેલું એક બેનર પડી સ્ટેડિયમની ઉપરથી પડી ગયું હતું અને દર્શકોના બેસવા માટેના સ્ટેન્ડ પર પડ્યું હતું, જેનો વિડિયો હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

ઓસ્ટ્રેલિયા-શ્રીલંકા મેચ દરમિયાન સ્ટેડિયમમાં બેનર પડ્યા, દર્શકો બાલ-બાલ બચ્યા, જુઓ Video
Ikana Cricket Stadium
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 17, 2023 | 12:30 PM
Share

વર્લ્ડ કપ 2023 (World Cup 2023) શરૂ થયાને બે અઠવાડિયાની આસપાસનો સમય થઈ ગયો છે અને સારી વાત એ છે કે હજી સુધી વર્લ્ડ કપમાં કોઈ મોટી દુર્ઘટના કે વિવાદ થયો નથી. જોકે સોમવારે લખનૌના ઈકાના ક્રિકેટ સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા (Australia) અને શ્રીલંકા વચ્ચેની મેચમાં એક મોટી દુર્ઘટના થતા રહી ગઈ હતી.

લખનૌમાં વાવાઝોડા સાથે વરસાદ

વર્લ્ડ કપ 2023ની 14મી મેચ લખનૌના ઈકાના સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા વચ્ચે રમાઈ હતી, જેમાં ચાલુ મેચ દરમિયાન વરસાદ શરૂ થતાં મેચને થોડા સમય માટે રોકવામાં આવી હતી. વરસાદની સાથે વાવાઝોડું પણ આવતા મેદાનમાં અચાનક વાતાવરણ બદલાઈ ગયું હતું.

સ્ટેડિયમમાં બેનર ઉખડી ગયા

મેચ વરસાદ શરૂ થતાં મેચ રોકવામઆ આવી, ત્યારે અચાનક વાવાઝોડું પણ આવ્યું, જેના કારણે ઈકાના ક્રિકેટ સ્ટેડિયમમાં લગાવવામાં આવેલા બેનર ઉખડી ગયા હતા. આ બેનર ઉખડીને સ્ટેડિયમમાં જ દર્શકોના સ્ટેડ તરફ પડ્યા હતા.

બાલ-બાલ બચ્યા દર્શકો

લખનૌના ઈકાના ક્રિકેટ સ્ટેડિયમમાં લાગેલા બેનરો વાવાઝોડાના કારણે પડ્યા, એ પહેલા જ વરસાદના કારણે દર્શકોએ ત્યાંથી હટી ગયા હતા, જેના કારણે સદનસીબે કોઈને પણ આ બેનરના પડવાથી નુકસાન થયું નથી. કોઈ જાનહાનિ કે કોઈ ઈજા પણ નથી થઈ.

ઈકાના ક્રિકેટ સ્ટેડિયમમાં મોટી દુર્ઘટના ટળી

વરસાદ અને વાવાઝોડાના કારણે બેનર પડ્યા, પરંતુ કોઈ જાનહાનિ ન થઈ અને કોઈ મોટી દુર્ધટના ન ઘટી, એ દર્શકો માટે સારી બાબત છે. જોકે આ ઘટના બાદ ચોક્કથી સ્ટેડિયમમાં બેનર લગાવવા કે નહીં, અને લગાવવા તો ક્યાં, આ સવાલ દર્શકોના મનમાં ઊભા થયા છે.

આ પણ વાંચો : IND vs BAN : ભારત સામે મેચ પહેલા બાંગ્લાદેશનો કેપ્ટન થયો ઈજાગ્રસ્ત, મેચમાં રમવા અંગે સસ્પેન્સ

વીડિયો સોશિયલ મીડિયા પર થયા વાયરલ

ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા વચ્ચેની મેચ દરમિયાન વાવાઝોડું આવતા બેનર પડવાની ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે. જેના પર ફેન્સ અલગ-અલગ અભિપ્રાય આપી રહ્યા છે. અનેક ફેન્સ આ ઘટનાની નિંદા પણ કરી રહ્યા છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
મહીસાગરના 123 કરોડના ‘નલ સે જલ’ કૌભાંડમાં મોટો ખુલાસો, વધુ 2ની ધરપકડ
મહીસાગરના 123 કરોડના ‘નલ સે જલ’ કૌભાંડમાં મોટો ખુલાસો, વધુ 2ની ધરપકડ
માનસિક તણાવ ટાળો, ઘરેલું જીવન શાંતિપૂર્ણ રહેશે
માનસિક તણાવ ટાળો, ઘરેલું જીવન શાંતિપૂર્ણ રહેશે
જામનગરના કાલાવડ પંથકમાં કાળજાળ ગરમી બાદ કમોસમી વરસાદ
જામનગરના કાલાવડ પંથકમાં કાળજાળ ગરમી બાદ કમોસમી વરસાદ
ડેટિંગ અને મેટ્રોમોનિયલ એપ પર યુવતીઓને ફસાવતો નકલી PSI ઝડપાયો
ડેટિંગ અને મેટ્રોમોનિયલ એપ પર યુવતીઓને ફસાવતો નકલી PSI ઝડપાયો
બ્રહ્મસમાજ સાથે શાસ્ત્રી સૂર્યપ્રકાશ સ્વામીએ બેઠક યોજીને માગી માફિ
બ્રહ્મસમાજ સાથે શાસ્ત્રી સૂર્યપ્રકાશ સ્વામીએ બેઠક યોજીને માગી માફિ
ખેડૂતો રોડ પર આવ્યા! આણંદ-ખેડામાં ડીઝલની ભયંકર અછત - જુઓ Video
ખેડૂતો રોડ પર આવ્યા! આણંદ-ખેડામાં ડીઝલની ભયંકર અછત - જુઓ Video
બ્રહ્મસમાજે સ્વામી સામે ખોલ્યો મોરચો,માફી નહીં માંગે તો વિરોધની ચેતવણી
બ્રહ્મસમાજે સ્વામી સામે ખોલ્યો મોરચો,માફી નહીં માંગે તો વિરોધની ચેતવણી
ડીઝલનો 40 ટકા જથ્થો ઉપલબ્ધ, સાંસદ પરષોત્તમ રુપાલાનું નિવેદન!
ડીઝલનો 40 ટકા જથ્થો ઉપલબ્ધ, સાંસદ પરષોત્તમ રુપાલાનું નિવેદન!
કચ્છ જિલ્લાના તહેરા ગામ પાસે ઝાડીમાંથી શંકાસ્પદ ડ્રોન મળ્યું
કચ્છ જિલ્લાના તહેરા ગામ પાસે ઝાડીમાંથી શંકાસ્પદ ડ્રોન મળ્યું
હાઈડ્રોલિક મશીનથી 4 લોકોનું રેસ્ક્યુ કરાયું જુઓ Video
હાઈડ્રોલિક મશીનથી 4 લોકોનું રેસ્ક્યુ કરાયું જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">