AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

World Cup 2023 : ઓસ્ટ્રેલિયાએ શ્રીલંકાને હરાવી ખાતું ખોલાવ્યું, માર્શ-ઝમ્પાનું વિજયી પ્રદર્શન

શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ સતત બે મેચમાં હારનો સામનો કર્યા બાદ સોમવારે એકબીજા સામે મેદાનમાં રમવા ઉતર્યા હતા. બંને ટીમો પર જીત મેળવવાનું દબાણ હતું. જેમાં ઓસ્ટ્રેલિયન ટીમ સફળ રહી હતી. જ્યારે શ્રીલંકાએ હજુ વર્લ્ડ કપ 2023માં પહેલી જીત માટે રાહ જોવી પડશે. ઓસ્ટ્રેલિયા તરફથી મિશેલ માર્શે અને વિકેટકીપર બેટ્સમેન જોસ ઈંગ્લિસે અડધી સદી ફટકારી હતી.

World Cup 2023 : ઓસ્ટ્રેલિયાએ શ્રીલંકાને હરાવી ખાતું ખોલાવ્યું, માર્શ-ઝમ્પાનું વિજયી પ્રદર્શન
Australia
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 17, 2023 | 8:27 AM
Share

વર્લ્ડ કપ 2023 (World Cup 2023) માં પાંચ વખતની વર્લ્ડ ચેમ્પિયન ટીમે આખરે બે મેચમાં હાર બાદ ત્રીજી મેચમાં જીત મેળવી ઓસ્ટ્રેલિયા (Australia) એ પોઈન્ટ ટેબલમાં પોતાનું ખાતું ખોલાવ્યું હતું. પેટ કમિન્સની કપ્તાનીવાળી ટીમે લખનૌના એકાના સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ શ્રીલંકા (Sri Lanka) ને પાંચ વિકેટે હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયાએ આ જીત માટે ઘણી મહેનત કરવી પડી હતી.

પરેરા અને નિસાન્કાની મજબૂત બેટિંગ

સોમવારે યોજાયેલ મુકાબલામાં શ્રીલંકાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાની ટીમ 43.3 ઓવરમાં 209 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. પરેરા અને નિસાન્કાએ શ્રીલંકાને મજબૂત શરૂઆત અપાવી હતી. પહેલી વિકેટ માટે બંનેએ 125 રનની પાર્ટનરશિપ કરી હતી. નિસાન્કાએ 67 બોલમાં 61 રન બનાવ્યા હતા જ્યારે પરેરાએ 82 બોલમાં 12 ચોગ્ગાની મદદથી 78 રનની ઈનિંગ રમી હતી.

ઓસ્ટ્રેલિયને જીતવા 210 રનનો ટાર્ગેટ મળ્યો

પરેરા અને નિસાન્કાના આઉટ થયા બાદ અન્ય કોઈ બેટ્સમેન શ્રીલંકા માટે કંઈ ખાસ કરી શક્યા નહીં, માત્ર ચરિતા અસલંકાએ 25 રન બનાવ્યા હતા. આ સિવાય અન્ય કોઈ બેટ્સમેન ડબલ ફિગર સુધી પણ પહોંચી શક્યો નહોતો. ઓસ્ટ્રેલિયા તરફથી એડમ ઝમ્પાએ ચાર વિકેટ ઝડપી હતી જ્યારે મિચેલ સ્ટાર્ક અને કમિન્સને બે-બે વિકેટ મળી હતી.

ઓસ્ટ્રેલિયાની ખરાબ શરૂઆત

210 રનના ટાર્ગેટનો પીછો કરવા ઊતરેલ ઓસ્ટ્રેલિયન ટીમની શરૂઆત ખરાબ રહી હતી. પહેલી ચાર ઓવરમાં જ ડેવિડ વોર્નર અને સ્ટીવ સ્મિથ સસ્તામાં આઉટ થઈ જતાં ઓસ્ટ્રેલિયા મુશ્કેલીમાં આવી ગયું હતું. વોર્નર 11 અને સ્મિથ શૂન્ય પર આઉટ થયો હતો. જે બાદ મિશેલ માર્શ અને માર્નસ લાબુશેને ટીમની કમાન સંભાળી હતી. બંનેએ 57 રનની ભાગીદારી કરી હતી.

મિશેલ માર્શ-ઈંગ્લિસની ફિફ્ટી

મિશેલ માર્શે શ્રીલંકા સામે પોતાની અડધી સદી પૂરી કરી હતી. માર્શ 81 રન બનાવી આઉટ થયો હતો. તે 52 બનાવી આઉટ થયો હતો. માર્શ સિવાય વિકેટકીપર બેટ્સમેન જોસ ઈંગ્લિસે 59 બોલમાં પાંચ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 58 રન બનાવ્યા હતા. લાબુશેન પોતાની અડધી સદી પૂરી કરી શક્યો નહોતો અને 40 રન બનાવી આઉટ થયો હતો.

આ પણ વાંચો : ક્રિકેટનો “મિલ્ખા સિંહ” : ભારતનો સ્ટાર બેટ્સમેન અજિંક્ય રહાણે રનિંગ કરી 4358 રન બનાવવા કેટલા કિલોમીટર દોડ્યો ?

ઓસ્ટ્રેલિયાએ પાંચ વિકેટ ગુમાવી લક્ષ્યાંક હાંસલ કર્યો

ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર્સ માર્કસ સ્ટોઈનિસ અને ગ્લેન મેક્સવેલે તોફાની બેટિંગ કરી હતી. સ્ટોઈનિસે 10 બોલમાં બે ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી અણનમ 20 રન અને મેક્સવેલે 21 બોલમાં અણનમ 31 રન બનાવ્યા હતા અને ટીમને જીત આપવી હતી.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
મહીસાગરના 123 કરોડના ‘નલ સે જલ’ કૌભાંડમાં મોટો ખુલાસો, વધુ 2ની ધરપકડ
મહીસાગરના 123 કરોડના ‘નલ સે જલ’ કૌભાંડમાં મોટો ખુલાસો, વધુ 2ની ધરપકડ
માનસિક તણાવ ટાળો, ઘરેલું જીવન શાંતિપૂર્ણ રહેશે
માનસિક તણાવ ટાળો, ઘરેલું જીવન શાંતિપૂર્ણ રહેશે
જામનગરના કાલાવડ પંથકમાં કાળજાળ ગરમી બાદ કમોસમી વરસાદ
જામનગરના કાલાવડ પંથકમાં કાળજાળ ગરમી બાદ કમોસમી વરસાદ
ડેટિંગ અને મેટ્રોમોનિયલ એપ પર યુવતીઓને ફસાવતો નકલી PSI ઝડપાયો
ડેટિંગ અને મેટ્રોમોનિયલ એપ પર યુવતીઓને ફસાવતો નકલી PSI ઝડપાયો
બ્રહ્મસમાજ સાથે શાસ્ત્રી સૂર્યપ્રકાશ સ્વામીએ બેઠક યોજીને માગી માફિ
બ્રહ્મસમાજ સાથે શાસ્ત્રી સૂર્યપ્રકાશ સ્વામીએ બેઠક યોજીને માગી માફિ
ખેડૂતો રોડ પર આવ્યા! આણંદ-ખેડામાં ડીઝલની ભયંકર અછત - જુઓ Video
ખેડૂતો રોડ પર આવ્યા! આણંદ-ખેડામાં ડીઝલની ભયંકર અછત - જુઓ Video
બ્રહ્મસમાજે સ્વામી સામે ખોલ્યો મોરચો,માફી નહીં માંગે તો વિરોધની ચેતવણી
બ્રહ્મસમાજે સ્વામી સામે ખોલ્યો મોરચો,માફી નહીં માંગે તો વિરોધની ચેતવણી
ડીઝલનો 40 ટકા જથ્થો ઉપલબ્ધ, સાંસદ પરષોત્તમ રુપાલાનું નિવેદન!
ડીઝલનો 40 ટકા જથ્થો ઉપલબ્ધ, સાંસદ પરષોત્તમ રુપાલાનું નિવેદન!
કચ્છ જિલ્લાના તહેરા ગામ પાસે ઝાડીમાંથી શંકાસ્પદ ડ્રોન મળ્યું
કચ્છ જિલ્લાના તહેરા ગામ પાસે ઝાડીમાંથી શંકાસ્પદ ડ્રોન મળ્યું
હાઈડ્રોલિક મશીનથી 4 લોકોનું રેસ્ક્યુ કરાયું જુઓ Video
હાઈડ્રોલિક મશીનથી 4 લોકોનું રેસ્ક્યુ કરાયું જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">