AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વર્લ્ડ ચેમ્પિયન ભારતીય કોચ રાહુલ દ્રવિડનો દીકરો પહેલી જ મેચમાં નિષ્ફળ ગયો

રાહુલ દ્રવિડના પુત્ર સમિતે કર્ણાટકની ડોમેસ્ટિક T20 લીગ મહારાજા ટ્રોફીમાં ડેબ્યૂ કર્યું છે. સમિતની બેટિંગ જોઈને ચાહકો ખૂબ જ ઉત્સાહિત હતા, પરંતુ તે પોતાની ડેબ્યૂ મેચમાં નિષ્ફળ રહ્યો હતો. તેણે 9 બોલમાં માત્ર 7 રન બનાવ્યા હતા. આ લીગમાં મૈસૂર વોરિયર્સે તેને 50 હજાર રૂપિયામાં ખરીદ્યો છે.

વર્લ્ડ ચેમ્પિયન ભારતીય કોચ રાહુલ દ્રવિડનો દીકરો પહેલી જ મેચમાં નિષ્ફળ ગયો
Samit & Rahul Dravid
| Updated on: Aug 16, 2024 | 3:51 PM
Share

રાહુલ દ્રવિડ ભારતીય ક્રિકેટમાં ધ વોલ તરીકે પ્રખ્યાત છે. તાજેતરમાં જ તેણે પોતાના કોચિંગ હેઠળ ટીમ ઈન્ડિયાને T20 વર્લ્ડ કપ પણ જીતાડ્યો હતો. પોતાની શાનદાર કારકિર્દીમાં રાહુલ દ્રવિડે ટેસ્ટમાં 52ની સરેરાશથી 13 હજારથી વધુ અને ODIમાં તેણે 39ની એવરેજથી લગભગ 11 હજાર રન બનાવ્યા હતા. દ્રવિડ તેની ઉત્તમ બેટિંગ શૈલી અને મજબૂત ટેકનિક માટે જાણીતો હતો. હવે તેમના પુત્ર સમિત દ્રવિડે પણ પિતાના પગલે ચાલીને ક્રિકેટની દુનિયામાં પ્રવેશ કર્યો છે. સમિતને મહારાજા ટ્રોફીમાં એન્ટ્રી મળી છે. જોકે, તે પોતાની પ્રથમ મેચમાં ખરાબ રીતે નિષ્ફળ રહ્યો હતો.

કર્ણાટકની સ્થાનિક T20 લીગમાં સમિતનું ડેબ્યૂ

મહારાજા ટ્રોફી એ એક સ્થાનિક T20 લીગ છે, જેનું આયોજન કર્ણાટક ક્રિકેટ દ્વારા કરવામાં આવે છે. જેમાં 6 ટીમો ભાગ લઈ રહી છે. રાહુલ દ્રવિડના પુત્રને મૈસૂર વોરિયર્સ તરફથી રમવાની તક મળી છે. સમિતની ટીમમાં કરુણ નાયર અને કૃષ્ણપ્પા ગૌતમ જેવા ઘણા મોટા ખેલાડી છે, જેઓ IPLની સાથે ટીમ ઈન્ડિયા માટે પણ રમ્યા છે. રાહુલ દ્રવિડની જેમ ચાહકોને પણ સમિત પાસેથી ઘણી અપેક્ષાઓ હતી. ટીમનો કેપ્ટન કરુણ નાયર પોતે તેને જોઈને ઉત્સાહિત થઈ ગયો હતો.

સમિત માત્ર 7 રન બનાવી આઉટ થયો

જોકે, તે લીગની પ્રથમ મેચમાં નમ્મા શિવમોગ્ગા સામે મોટી ઈનિંગ રમી શક્યો નહીં. પ્રથમ બેટિંગ દરમિયાન કેપ્ટન નાયરે સમિતને ચોથા નંબર પર તક આપી હતી, પરંતુ તે 9 બોલમાં માત્ર 7 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. મેચ દરમિયાન તેણે મોટી ભૂલ કરી હતી અને હાર્દિક રાજના બોલ પર ડોદ્દામણી આનંદના હાથે કેચ આઉટ થયો. તમને જણાવી દઈએ કે સમિત ઓલરાઉન્ડર છે અને તે બેટિંગની સાથે મીડિયમ પેસ બોલિંગ પણ કરે છે.

મૈસુરની ટીમ જીતી હતી

ભલે રાહુલ દ્રવિડનો પુત્ર સમિત બેટથી કોઈ યોગદાન ન આપી શક્યો, પરંતુ તેની ટીમ જીતી ગઈ. શિવમોગ્ગાએ ટોસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું. પ્રથમ બેટિંગ કરતા મૈસુરની ટીમે ઝડપથી વિકેટ ગુમાવી દીધી હતી. તેમ છતાં તે મનોજ ભંડાગેની 16 બોલમાં 42 રનની ઈનિંગની મદદથી 159 રન બનાવવામાં સફળ રહી હતી. તેનો પીછો કરવા આવેલા શિવમોગ્ગાની શરૂઆત સારી રહી ન હતી. પાવરપ્લેમાં ટીમે 3 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી શિવમોગ્ગાએ ઝડપથી રન બનાવ્યા અને 9 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 80 રન બનાવ્યા. આ પછી વરસાદે મેચમાં વિક્ષેપ પાડ્યો અને મૈસૂરની ટીમે ડકવર્થ-લુઈસ નિયમનો ઉપયોગ કરીને 7 રનથી મેચ જીતી લીધી.

આ પણ વાંચો: ખુલ્યું મોટું રહસ્ય, આ ડરને કારણે દુલીપ ટ્રોફીમાં નથી રમી રહ્યા રોહિત-વિરાટ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">