Women’s World Cup 2025: ટીમ ઈન્ડિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ફાઈનલ, કોણ પહેલીવાર બનશે વિશ્વ ચેમ્પિયન?
ભારત અને દક્ષિણ આફ્રિકા માટે ફાઇનલમાં પહોંચવું બિલકુલ આસાન નહોંતુ, કારણ કે સેમિફાઇનલમાં બંને ટીમો સામે મોટો પડકાર હતો. દક્ષિણ આફ્રિકાનો સામનો ઇંગ્લેન્ડ સામે હતો, જ્યારે ભારત સામે 7વારની વિશ્વ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાની ટીંમ હતી. જો કે ગુરુવારે 30 ઓક્ટોબરે મુંબઈમાં રમાયેલી મહિલા વિશ્વ કપની આ સેમિફાઈનલ મેચએ સમગ્ર દેશનું જ નહીં પરંતુ સમગ્ર ક્રિકેટવિશ્વનું ધ્યાન ખેંચ્યુ છે અને દેશને ગદગદિત કરી દીધો છે. વિમેન્સ ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વન ડે ક્રિકેટનો સૌથી મોટો રન ચેઝ કરીને ક્રિકેટ ફેન્સને આશ્ચર્યચકિત કર્યા છે. તો સાથે સાથે ઓસ્ટ્રેલિયાની હરાવીને ફાઈનલ સુધી પહોંચી ગઈ છે હવે સહુ કોઈની નજર 2 જી નવેમ્બરે રમાનારી વર્લ્ડ કપની ફાઈનલ પર ટકેલી છે.

અત્યાર સુધી જે ક્રિકેટ ફેન્સ મેન્સ ક્રિકેટના સ્કોર ચેક કર્યા કરતા હતા તેઓ વિમેન્સ વર્લ્ડ કપની સેમિફાઈનલ મેચની હાઈલાઈટ્સને રિપીટ પર રિપીટ મારીને જોઈ રહ્યા છે. વર્લ્ડ કપની આ સેમિફાઈનલ મેચમાં વિમેન્સ ટીમ ઈન્ડિયાએ 338 રન ચેઝ કરીને ઈતિહાસ રચી દીધો છે. ઈન્ડિયન બેટર જેમીમા રોડ્રિ્ંગ્સ અને કેપ્ટન હરમીન પ્રીત કૌરે એસ્ટ્રેલિયાઈ બોલર્સને સમગ્ર મેચ દરમિયાન હાવિ થવાનો એકપણ મોકો ન આપ્યો. જેમિમાએ 127 રનની ઈનિંગ રમી અને એ ત્યાં સુધી ક્રીઝ પર ટકી રહી જ્યાં સુધી ટીમ ઈન્ડિયા જીતી ન ગઈ. ઈનિંગની બીજી ઓવરમાં શેફાલી વર્માના આઉટ થયા બાદ આવેલી જેમિમા એક વોલની જેમ ઉભી રહી ગઈ. તે 46 ઓવર સુધી ક્રીઝ પર ટકી રહી અને એ સુનિશ્ચિત કર્યુ કે ટીમ ઈન્ડિયા સેમીફાઈનલ જીતીને ફાઈનલમાં પહોંચે. function loadTaboolaWidget() { ...
