Women’s World Cup 2022, Final: ઓસ્ટ્રેલિયાની રશેલ હેન્સે રચ્યો ઈતિહાસ, વર્લ્ડ કપની રન મશીન બની, તોડ્યો 25 વર્ષ જૂનો રેકોર્ડ

Women's World Cup 2022: રશેલ હેન્સે વિમેન્સ વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડની ડેબી હોકલીને પછાડીને સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ તોડ્યો હતો.

Women’s World Cup 2022, Final: ઓસ્ટ્રેલિયાની રશેલ હેન્સે રચ્યો ઈતિહાસ, વર્લ્ડ કપની રન મશીન બની, તોડ્યો 25 વર્ષ જૂનો રેકોર્ડ
Alyssa Healy (PC: ICC)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 03, 2022 | 9:09 AM

મહિલા વર્લ્ડ કપ 2022 (Women World Cup 2022) ની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા ટીમની ઓપનર રશેલ હેન્સે (Rachael Haynes) એક વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો. આ બેટ્સમેને વર્લ્ડ કપની એક ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ બનાવ્યો છે. રશેલ હેન્સે આ ટૂર્નામેન્ટમાં 457 રન બનાવ્યાની સાથે જ આ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. રશેલ પહેલા આ રેકોર્ડ ન્યૂઝીલેન્ડની ડેબી હોકલીના નામે હતો. જેણે 1997 ના વર્લ્ડ કપમાં 456 રન બનાવ્યા હતા. પરંતુ 25 વર્ષ બાદ રશેલે આ રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

તમને જણાવી દઈએ કે રશેલ હેન્સે મહિલા વર્લ્ડ કપ 2022 ની ફાઈનલ દરમિયાન દક્ષિણ આફ્રિકાની લૌરા વોલ્વાર્ડને પણ પછાડી હતી. લૌરાના નામે 433 રન હતા. રશેલ હેન્સે મહિલા વર્લ્ડ કપ 2022 ની શરૂઆત સદીથી કરી હતી. રશેલે હેમિલ્ટનમાં ઈંગ્લેન્ડ સામે 130 રનની ઇનિંગ રમી હતી. તો રશેલે વેસ્ટ ઈન્ડિઝ સામે અણનમ 83 રન બનાવ્યા હતા.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

રશેલ-હીલીએ ઇંગ્લેન્ડ પર કહેર મચાવ્યો

રશેલે સેમિ ફાઇનલમાં વેસ્ટ ઇન્ડિઝ સામે 85 રન બનાવ્યા હતા. રેચલ હેન્સે ફાઇનલમાં 93 બોલમાં 68 રન બનાવ્યા હતા. રશેલે એલિસા હીલી સાથે સદીની ભાગીદારી નોંધાવી હતી. એલિસા હીલીએ પણ રશેલ સાથે શાનદાર અડધી સદી ફટકારી હતી. તેણે 62 બોલમાં પોતાની અડધી સદી ફટકારી હતી.

ઇંગ્લેન્ડની ખરાબ ફીલ્ડિંગ

મહિલા વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં અડધી સદી પહેલા રેચલ હેન્સ અને વિકેટકીપર એલિસા હીલીને જીવનદાન મળ્યું હતું. 21મી ઓવરમાં એલિસા હીલી અને રશેલ હેન્સના કેચ 4 બોલમાં જ છુટ્યા હતા. કેટ ક્રોસના બોલ પર ડેનિયલ વ્યાટે પહેલા હેન્સનો કેચ છોડ્યો અને પછી એ જ ઓવરના ત્રીજા બોલ પર સિવરે એલિસા હીલીનો કેચ છોડ્યો હતો.

મેચની વાત કરીએતો ઇંગ્લેન્ડ ટોસ જીતીને ઓસ્ટ્રેલિયાને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ઇંગ્લેન્ડ ટીમમાં કોઇ ફેરફાર થયો ન હતો. તો ઓસ્ટ્રેલિયાએ ઇજામાંથી બહાર આવ્યા બાદ એલિસ પેરીને ટીમમાં જગ્યા આપી હતી.

ઓસ્ટ્રેલિયાની પ્લેઇંગ ઇલેવનઃ

રશેલ હાઈન્સ, એલિસા હીલી, મેગ લેનિન્સ, એલિસ પેરી, બેથ મૂની, તાહિલા મેકગ્રા, અશેલાહ ગાર્ડનર, જેસ જોનાસન, એલેના કિંગ, મેગન શુટ અને ડાર્સી બ્રાઉન.

ઇંગ્લેન્ડની પ્લેઇંગ ઇલેવનઃ

ટેમી બ્યુમોન્ટ, ડેનિયલ વ્યાટ, હીથર નાઈટ, નતાલી સિવર્સ, એમી જોન્સ, સોફિયા ડંકલી, કેથરિન બ્રન્ટ, સોફી એક્લેસ્ટોન, કેટ ક્રોસ, ચાર્લોટ ડીન અને અન્યા શ્રબસોલ.

આ પણ વાંચો : Women’s World Cup 2022, Final: ઈંગ્લેન્ડે 4 બોલમાં એલિસા અને રશેલના કેચ છોડી દીધા, ફાઈનલમાં જ કરી દીધી મોટી ભૂલ Video

આ પણ વાંચો : IPL 2022 DC VS GT: ગુજરાતે 14 રને દિલ્હીને હરાવ્યું, લોકી ફર્ગ્યુસનની 4 વિકેટ

g clip-path="url(#clip0_868_265)">