IPL 2022 DC VS GT: ગુજરાતે 14 રને દિલ્હીને હરાવ્યું, લોકી ફર્ગ્યુસનની 4 વિકેટ

IPL માં પ્રથમ વખત રમી રહેલા ગુજરાત ટાઇટન્સ માટે આ સતત બીજી જીત છે અને તેઓ અજેય રહ્યા છે. હવે તે 4 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે.

IPL 2022 DC VS GT: ગુજરાતે 14 રને દિલ્હીને હરાવ્યું, લોકી ફર્ગ્યુસનની 4 વિકેટ
Gujarat Titans (PC: IPL)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 03, 2022 | 12:01 AM

શુભમન ગિલ (Shubman Gill) ના આક્રમક 84 રન બાદ ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) ના ફાસ્ટ બોલર લોકી ફર્ગ્યુસન (Lockie Ferguson) ની નિર્ણાયક 4 વિકેટને પગલે ગુજરાતે ટુર્નામેન્ટમાં દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) ને 14 રનથી હરાવ્યું. તેની આ સતત બીજી જીત છે. દિલ્હીની ટીમ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 157 રન જ બનાવી શકી હતી. ફર્ગ્યુસને અહીં 30 રનમાં 4 વિકેટ ઝડપી હતી, જેનાથી મેચનો પલટો આવ્યો હતો. 172 રનનો પીછો કરવા ઉતરેલી દિલ્હીની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ટિમ સેફર્ટ (3) બીજી ઓવરમાં આઉટ થયો હતો. ત્યારબાદ પૃથ્વી શો (10) પણ કઇ ખાસ પ્રદર્શન કરી શક્યો ન હતો. દિલ્હીએ તેની ત્રીજી વિકેટ મનદીપ સિંહ (18) ના રૂપમાં ગુમાવી. જ્યારે સ્કોરબોર્ડ પર કુલ 34 રન બાકી હતા.

અહીંથી સુકાની ઋષભ પંત (43) અને લલિત યાદવે (25) ઇનિંગ્સને સંભાળીને ટીમને જીતની નજીક લઇ ગયા હતા. પરંતુ 12મી ઓવરમાં લલિત રન કરવા માંગતો હતો પરંતુ રિષભ પંતે તેને પરત મોકલી દીધો હતો. જો કે, ત્યાં સુધીમાં મોડું થઈ ગયું હતું અને વિજય શંકરે બોલિંગ છેડે અભિનવ મનોહરનો થ્રો પકડ્યો અને તેને રન આઉટ કર્યો. પરિણામે દિલ્હીને ચોથો ફટકો લાગ્યો. આ વિકેટ સાથે દિલ્હીએ પણ પોતાની ગતિ ગુમાવી દીધી હતી.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

ત્યારબાદ રિષભ પંતે પણ લોકી ફર્ગ્યુસનની ઓવરમાં ચોગ્ગો ફટકારવાનો પ્રયાસ કર્યો પણ અભિનવ મનોહરે બાઉન્ડ્રી પર કેચ પકડી લીધો હતો. આ પછી દિલ્હીની ટીમ મેચમાં પરત આવી શકી ન હતી અને તેણે એક પછી એક વિકેટ ગુમાવવાનું શરૂ કર્યું હતું. છેલ્લી ઓવરમાં તેની ટીમ વિકેટને સંભાળી શકી ન હતી અને બીજી તરફ રનનું દબાણ પણ વધતું રહ્યું અને અંતે દિલ્હીને અહીં 14 રનથી હારનો સામનો કરવો પડ્યો.

અગાઉ ગુજરાત ટાઇટન્સે શુભમન ગિલ (84) અને સુકાની હાર્દિક પંડ્યા (31)ની ઇનિંગ્સને કારણે 20 ઓવરમાં 171 રન બનાવ્યા હતા. હાર્દિક અને શુભમને ત્રીજી વિકેટ માટે 65 રનની ભાગીદારી નોંધાવી હતી. હાર્દિકના આઉટ થયા બાદ ગુજરાતે અવાર-નવાર વિકેટો ગુમાવી હતી. પરંતુ ટીમના બેટ્સમેનો મોટી ઇનિંગ રમવામાં નિષ્ફળ રહ્યા હતા. જેના કારણે ટીમનો સ્કોર 20 ઓવરમાં 6 વિકેટે 171 રન સુધી પહોંચ્યો હતો.

આ પણ વાંચો : Hockey: હોકી પ્રો લીગમાં ટોચ પર પહોંચવાનો પ્રયાસ કરશે ભારત, ઈંગ્લેન્ડ સામે ટકરાશે

આ પણ વાંચો : FIFA World Cup: પહેલીવાર ગલ્ફ દેશમાં યોજાનારી ટૂર્નામેન્ટમાં રસપ્રદ ડ્રો થયો, હવે ફૂટબોલના મેદાન પર અમેરિકા અને ઈરાન ટકરાશે

g clip-path="url(#clip0_868_265)">