WPL Auction: ટીમોના એલાન બાદ હવે ખેલાડીઓના ઓક્શન પર નજર, જાણો ક્યારે થશે હરાજી

બુધવારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા મહિલા પ્રીમિયર લીગની પાંચ ટીમોની જાહેર કરી હતી. અમદાવાદ, મુંબઈ, દિલ્લી, લખનૌ અને બેંગ્લુરુની મહિલા ટીમો લીગમાં મેદાને ઉતરશે.

WPL Auction: ટીમોના એલાન બાદ હવે ખેલાડીઓના ઓક્શન પર નજર, જાણો ક્યારે થશે હરાજી
ટીમો બાદ હવે WPL Auction થશે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 25, 2023 | 10:25 PM

ભારતીય ટીમે મહિલા પ્રીમિયર લીગ નુ આયોજન જોરશોર થી ચાલી રહ્યુ છે. BCCI એ સૌથી પહેલુ કામ મહિલા લીગની ટીમોની ઘોષણા કરવાનુ કરી દીધુ છે. હવે ટૂંક સમયમાં પાંચેય ફ્રેન્ચાઈઝીઓની સ્ક્વોડ બનાવવા માટેનુ કાર્ય શરુ થશે. પાંચેય ટીમ આ માટે હવે ફ્રેન્ચાઈઝી ખરીદ કર્યા બાદ તુરતજ સ્ટાફ અને ખેલાડીઓની પસંદગી માટેની પ્રક્રિયા શરુ કરી દેશે. ખાસ કરીને હવે ખેલાડીઓના ઓક્શન પર સૌની નજર છે. વિશ્વભરની મહિલા ખેલાડીઓ ઓક્શનમાં હિસ્સો લેશે. દુનિયાના ખૂણે ખૂણેથી મહિલા લીગની ભારતમાં શરુ થવાની રાહ જોવાઈ રહી છે.

ભારતમાં પ્રથમ વાહ મહિલા પ્રીમિયર લીગ શરુ થઈ રહી છે. જેમાં પાંચ ટીમો હવે હિસ્સો બની છે. અમદાવાદ, મુંબઈ, દિલ્લી, બેંગ્લુરુ અને લખનૌની ટીમો હિસ્સો લેતી જોવા મળશે. આ પાંચેય ટીમો હવે સ્ક્વોડમાં ખેલાડીઓ પસંદ કરવા માટેની પ્રક્રિયાની શરુઆત કરશે.

ટૂંક સમયમાં શરુ થશે ઓક્શન

હવે ખેલાડીઓના ઓક્શનને લઈ રાહ જોવાઈ રહી છે. આ માટે બીસીસીઆઈ દ્વારા ખેલાડીઓનુ રજીસ્ટ્રેશન કરવાની શરુઆત કરવામાં આવી હતી. જેમાં દેશ વિદેશના ખેલાડીઓએ નોંધણી કરાવી છે. બોર્ડ દ્વારા હવે ખેલાડીઓનુ ઓક્શન હાથ ધરવામાં આવશે.

સરગવાના પાન છે સુપર ફુડ, જાણો તેને ખાવાના ફાયદા
કંકોડા ખાવાથી થાય છે અઢળક ફાયદા
Monsoon Health Tips : ચોમાસામાં આ શાકભાજી ન ખાવા જોઈએ
Hair care in Monsoon : વરસાદની ઋતુમાં આ રીતે રાખો વાળની ​​સંભાળ
આજનું રાશિફળ તારીખ : 26-06-2024
કરોડોનો માલિક છે ખેલાડી, ઈજાગ્રસ્ત થવાનું નાટક કરવાનો લાગ્યો આરોપ

મીડિયા રિપોર્ટ મુજબ આગામી સપ્તાહ દરમિયાન ઓક્શન થઈ શકે છે. બોર્ડના સચિવ જય શાહે જ આ માટે સંકેતો આપ્યા હતા કે, ફેબ્રુઆરી માસની પ્રથમ સપ્તાહ દરમિયાન ખેલાડીઓ માટે ઓક્શનની પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવશે. 10 ફેબ્રુઆરીથી દક્ષિણ આફ્રિકામાં મહિલા ટી20 વિશ્વકપ શરુ થનાર છે. જો 26 ફેબ્રુઆરી સુધી તે ચાલશે. આવી સ્થિતીમાં બોર્ડ દ્વારા હવે ઓક્શનની પ્રક્રિયા આ પહેલા જ આટોપી લેવાઈ શકે છે.

માર્ચના પ્રથમ સપ્તાહમાં શરુ થશે લીગ

ઓક્શનના બરાબર એકાદ મહિને લીગની પ્રથમ સિઝનની શરુઆત થઈ જશે. બોર્ડ દ્વારા ટી20 વિશ્વકપ સમાપ્ત થવા સાથે જ પ્રથમ સિઝનનૂ શરુઆત કરાશે. રિપોર્ટ મુજબ 4 માર્ચથી ટૂર્નામેન્ટ શરુ થઈ શકે છે અને 24 માર્ચ સુધી ચાલશે. આઈપીએલની શરુઆત પણ 1 એપ્રિલ ની આસપાસથી કરવાની આશા છે. આમ મહિલા અને પુરુષ લીગની ટૂર્નામેન્ટ વચ્ચે થોડો સમય રાખવામાં આવી શકે છે. મેદાન થી લઈને પિચ સુધીની તૈયારીઓ માટે પણ સમયનો ગેપ જરુરી છે. આવી સ્થિતીમાં સ્થળ પણ એ રીતે નક્કી કરવામાં આવી શકે છે, કે પૂરતો તૈયારીઓનો સમય મળી શકે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">