AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Satta Sammelan 2026 : અક્ષર પટેલ ક્યા અકસ્માતના કારણે ટીમ ઈન્ડિયામાં પહોંચ્યો ? દિલની વાત જણાવી

અક્ષર પટેલે ભારત માટે 15 ટેસ્ટ મેચમાં 57 વિકેટ લીધી છે. આ સાથે તેના બેટમાંથી 688 રન આવ્યા છે. 71 વનડે મેચમાં તેમણે 858 રન બનાવ્યા છે અને તેમણે 75 વિકેટ લીધી છે. ટી20 ઈન્ટરનેશનલમાં આ ખેલાડીએ 702 રન બનાવ્યા છે અને 97 વિકેટ લીધી છે.

Satta Sammelan 2026 : અક્ષર પટેલ ક્યા અકસ્માતના કારણે ટીમ ઈન્ડિયામાં પહોંચ્યો ? દિલની વાત જણાવી
| Updated on: Mar 24, 2026 | 3:41 PM
Share

TV9ના સત્તા સંમેલનમાં ભારતીય ઓલરાઉન્ડર અને ટી20 વાઈસકેપ્ટન અક્ષર પટેલે જણાવ્યું કે, તે કેવી રીતે ક્રિકેટર બન્યો. તેમણે ક્રિકેટર નહોતું બનવું પરંતુ એક અકસ્માતમાં તેની આખી જિંદગી બદલી ગઈ છે. અક્ષર પટેલે જણાવ્યું કે, દાદીના મૃત્યું પછી પિતાના આંસુએ તેને ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી કરવાની પ્રેરણા આપી હતી. અક્ષર પટેલે એ પણ કહ્યું કે, કેવી રીતે તેના નામનો સ્પેલિંગ ચેન્જ થયો હતો. કેવી રીતે તેનું નામ Akshar માંથી Axar થયું.

અક્ષર પટેલ કેવી રીતે ટીમ ઈન્ડિયાનો ક્રિકેટર બન્યો?

અક્ષર પટેલે કહ્યું ક્યારે વિચાર્યું પણ ન હતુ કે, ટીમ ઈન્ડિયામાં રમીશ. મને બસ ક્રિકેટ રમવું પસંદ હતુ. હું રમવા માંગતો હતો. દાદી ઈચ્છતી હતી કે ,હું ટીવી પર આવું. ટીમ ઈન્ડિયાની જર્સી પહેરું.દાદીને હંમેશા લાગતું હતુ કે, હું ટીવી પર આવીશ. તે સમયે હું જિલ્લાની ટીમમાં રમી રહ્યો હતો. એક દિવસ મારી દાદીનું મૃત્યું થયું મને કોઈએ કહ્યું ન હતુ.કે મારી દાદીનું મૃત્યું થયું. 3 દિવસ પછી મને મારા ફ્રેન્ડ દ્વારા જાણ થઈ. કે મારા દાદીનું મૃત્યું થયું છે. મારા પિતા ખુબ રડ્યા, તેમણે કહ્યું મારી દાદી ઈચ્છતી હતી કે, હું ટીમ ઈન્ડિયા માટે રમું. 2014માં મને ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી મળી હતી.

અક્ષર પટેલના નામનો સ્પેલિંગ ખોટો કઈ રીતે?

અક્ષર પટેલે પોતાના નામનો સ્પેલિંગ AXAR લખવા પર જણાવ્યું કે, તેની ભૂલ પ્રિન્સીપાલે કરી હતી. તેમણે કહ્યું હું અંડર 19માં ઓસ્ટ્રેલિયામાં સિલેક્ટ થયો હતો પરંતુ મારી પાસે પાસપોર્ટ ન હતો. પપ્પાએ કહ્યું ઈમરજન્સી પાસપોર્ટ બનાવી લે. તેમણે સર્ટિફિકેટ પર AXAR લખ્યું હતુ. પાસપોર્ટ બની ગયો તો ઈન્ડિયામાં પણ રમી ગયો.

અક્ષરે ગત્ત 2 વર્ષમાં 4 ટૂર્નામેન્ટ જીતાડી

અક્ષર પટેલે ગત્ત 2 વર્ષોમાં ભારતને 4 ટૂર્નામેન્ટ જીતાડી છે. જેમાં 2 ટી20 વર્લ્ડકપ, એક ચેમ્પિયન ટ્રોફી અને એશિયા કપ સામેલ છે. આ તમામ ટૂર્નામેન્ટમાં અક્ષર પટેલે શાનદાર પ્રદર્શન કર્યું.અક્ષર પટેલે ટી20 વર્લ્ડકપ 2024 સેમિફાઈનલ મેચમાં પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો. ઈંગ્લેન્ડ વિરુદ્ધ તેમણે 10 રન આપી 3 વિકેટ લીધી હતી.

ત્યારબાદ 2025 એશિયા કપમાં અક્ષર પટેલે ફાઈનલમાં પાકિસ્તાન વિરુદ્ધ 4 ઓવરમાં 26 રન આપી 2 વિકેટ લીધી હતી. પાકિસ્તાન વિરુદ્ધ ફાઈનલમાં તેમણે 15 ડોટ બોલ નાંખી હતી. આઈસીસી ચેમ્પિયન ટ્રોફીની ફાઈનલમાં અક્ષર પટેલે સતત શાનદાર પ્રદર્શન કર્યું. ટૂર્નામેન્ટમાં તેમણે 27ની સરેરાશથી 109 રન બનાવ્યા હતા.જેમાં ન્યુઝીલેન્ડ વિરુદ્ધ તેમણે 42 રન બનાવ્યા હતા.

અક્ષર પટેલનું કરિયર

અક્ષર પટેલે ભારત માટે 15 ટેસ્ટમાં 57 વિકેટ લીધી હતી. આ સાથે તેના બેટમાંથી 688 રન બનાવ્યા હતા. 71 વનડે મેચમાં તેમણે 858 રન બનાવ્યા હતા. તેમણે 75 વિકેટ લીધી હતી. ટી20 ઈન્ટરનેશનલમાં આ ખેલાડીએ 702 રન બનાવ્યા તેમજ 97 વિકેટ લીધી હતી.

ગુજરાતના બાપુની ધાકડ બોલિંગે ભારતને જીતાડ્યો T20 વર્લ્ડ કપ, આવો છે અક્ષર પટેલનો પરિવાર અહી ક્લિક કરો

Follow Us
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી
Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી
વાયરલ થવાની ઘેલછામાં નદીમાં SUV ઉતારી, આગળ જે થયું તે... જુઓ Video
વાયરલ થવાની ઘેલછામાં નદીમાં SUV ઉતારી, આગળ જે થયું તે... જુઓ Video
ભાણવડમાં મહેલિયે કિધી મહેર અને ધરતી પુત્રોમાં દોડી ગઈ ખુશીની લહેર.....
ભાણવડમાં મહેલિયે કિધી મહેર અને ધરતી પુત્રોમાં દોડી ગઈ ખુશીની લહેર.....
આ એક આઇડિયાથી બાલાજી વેફર્સે કઈ રીતે બજારમાં મચાવી ધૂમ?
આ એક આઇડિયાથી બાલાજી વેફર્સે કઈ રીતે બજારમાં મચાવી ધૂમ?
જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ચીકલિયા રોડ પર ભરાયા
જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ચીકલિયા રોડ પર ભરાયા
રાજકોટમાં ભારે વરસાદ: પોપટપરા નાળું બંધ, જનજીવન ઠપ્પ
રાજકોટમાં ભારે વરસાદ: પોપટપરા નાળું બંધ, જનજીવન ઠપ્પ
અમદાવાદના દરેક માર્ગો- સોસાયટીઓ થઈ જળબંબાકાર, કરોડોની ગાડીઓ પડી બંધ
અમદાવાદના દરેક માર્ગો- સોસાયટીઓ થઈ જળબંબાકાર, કરોડોની ગાડીઓ પડી બંધ
Trending Video: 1 કરોડ બંગડીઓથી બનેલા બાપ્પાને જોવા ભક્તોની લાગી લાઈન
Trending Video: 1 કરોડ બંગડીઓથી બનેલા બાપ્પાને જોવા ભક્તોની લાગી લાઈન
g clip-path="url(#clip0_868_265)">