T-20 વર્લ્ડ કપ ભારતમાં યોજાશે કે UAEમાં? સૌરવ ગાંગુલીએ કરી જાહેરાત

Cricket : ગાંગુલીએ જણાવ્યું કે, "અમે ICCને સત્તાવાર રીતે જાણ કરી છે કે, T-20 વર્લ્ડ કપ ભારતમાં નહિ પરંતુ સંયુક્ત આરબ અમીરાતમાં યોજાશે." આરોગ્યની સલામતીને ધ્યાનમાં રાખીને આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

T-20 વર્લ્ડ કપ ભારતમાં યોજાશે કે UAEમાં? સૌરવ ગાંગુલીએ કરી જાહેરાત
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 28, 2021 | 6:04 PM

Cricket: કોરોના સંક્રમણને કારણે સ્વાસ્થ્યની સલામતીને ધ્યાનમાં રાખીને ભારતમાં યોજાનાર ટી-20 વર્લ્ડ કપનું યુએઈમાં(UAE) સ્થળાંતર કરવામાં આવ્યું છે, જેની પુષ્ટિ BCCIના(Board of control for cricket in india) પ્રમુખ સૌરવ ગાંગુલીએ કરી છે.

ગાંગુલીએ જણાવ્યું કે, “અમે ICCને (International  Cricket Council) સત્તાવાર રીતે જાણ કરી છે કે, T-20 વર્લ્ડ કપ ભારતમાં નહીં પરંતુ સંયુક્ત આરબ અમીરાતમાં યોજાશે.” વધુમાં ઉમેર્યું કે, આ નિર્ણય આરોગ્યની સલામતીને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. જો કે, UAEમાં ક્યારે ટુર્નામેન્ટ યોજાશે તેની સતાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

આ ટુર્નામેન્ટ UAEમાં યોજવામાં આવે તે માટે સૌપ્રથમ 4 મેના રોજ રિપોર્ટ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ કોરોનાની પરિસ્થતિનેને કારણે આઈપીએલ (Indian Primer league) મુલતવી રાખવાની ફરજ પડી હતી. જેની બીજી ટુર્નામેન્ટ પણ સપ્ટેમ્બરમાં યુએઈમાં યોજવાની ફરજ પડી હતી.

આથી, 16 દેશોની ટુર્નામેન્ટ ભારતના નવ શહેરોમાં યોજવી તે સ્વાસ્થ્ય સુરક્ષાની દ્રષ્ટિએ ચિંતાનો વિષય બન્યો હતો. ત્યારે સ્થિતિને ધ્યાનમાં રાખીને ICCએ અગાઉથી UAEના અબુધાબી, દુબઈ અને શારજાહમાં તૈયારીઓ શરૂ કરી હતી. IPL ટુર્નામેન્ટ સંયુક્ત આરબ અમીરાતમાં શિફ્ટ (Shift) કર્યા બાદ કોરોનાની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કરવામાં આવ્યો હતો. UAEમાં  IPLની 31 મેચો યોજવામાં આવશે.

મહત્વપૂર્ણ છે કે ICCએ મહિનાની શરૂઆતમાં BCCIને દેશની કોવિડ -19 (Corona) પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ઈવેન્ટનું આયોજન કરી શકે છે કે કેમ તે અંગે નિર્ણય લેવા માટે ચાર અઠવાડિયા જેટલો સમય આપવામાં આવ્યો હતો.

T-20 વર્લ્ડ કપ સંભવિત ઓક્ટોબર-નવેમ્બરમાં (October-November) યોજાશે તેવી શક્યતા હાલ સેવાઈ રહી છે અને આ ટૂર્નામેન્ટમાં UAEના અબુધાબી, દુબઈ, શારજહાં અને મસ્કત યજમાન શહેરો બને તેવી સંભાવના છે. જ્યારે T-20 વર્લ્ડ કપનો ક્વોલિફાઈંગ રાઉન્ડ મસ્કતમાં યોજવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમના ક્રિક્ટરો સપ્ટેબરમાં 15 ચાર્ટર પ્લેનમાં IPL મેચ માટે UAEની રાજધાની અબુધાનીમાં પહોંચશે.

આ પણ વાંચો: યુનિવર્સિટી આપી રહી હતી માનદ ડોક્ટરેટની ડીગ્રી, પરંતુ રાહુલ દ્રવિડે કહી દીધું હતું ના, જાણો કારણ

Latest News Updates

પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
સુરતમાં ભર ઉનાળે વરસાદ વરસ્યો
સુરતમાં ભર ઉનાળે વરસાદ વરસ્યો
g clip-path="url(#clip0_868_265)">