AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs WI : હાર્દિક પંડ્યાએ ટ્રોફી લઈને મહેન્દ્ર સિંહ ધોનીની પરંપરા તોડી દીધી, રોહિત શર્માએ મેદાનમાં કાર ચલાવી, VIDEO

વેસ્ટ ઈન્ડિઝ સામેની સિરીઝની પાંચમી T20 મેચમાં હાર્દિક પંડ્યાએ રોહિત શર્માની ગેરહાજરીમાં ટીમની કમાન સંભાળી હતી. સિરીઝની પાંચમી મેચ અમેરિકાના ફ્લોરિડામાં રમાઈ હતી. જેમાં ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝને 88 રને હરાવ્યું હતું. આ રીતે ભારતે પાંચ મેચની T20 શ્રેણી 4-1થી જીતી લીધી છે.

IND vs WI : હાર્દિક પંડ્યાએ ટ્રોફી લઈને મહેન્દ્ર સિંહ ધોનીની પરંપરા તોડી દીધી, રોહિત શર્માએ મેદાનમાં કાર ચલાવી, VIDEO
Rohit Sharma Drive Car (PC: Twitter)
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 08, 2022 | 1:09 PM
Share

ભારતીય ક્રિકેટ ટીમ (Team India) એ વેસ્ટ ઈન્ડિઝને તેના ઘરઆંગણે વનડે બાદ T20 શ્રેણીમાં પણ હરાવ્યું છે. સિરીઝની પાંચમી મેચ અમેરિકાના ફ્લોરિડામાં રમાઈ હતી. જેમાં ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝને 88 રનના માર્જિનથી હરાવ્યું હતું. આ રીતે ભારતે પાંચ મેચની T20 શ્રેણી 4-1થી જીતી લીધી છે. આ મેચમાં રોહિત શર્મા (Rohit Sharma) ની ગેરહાજરીમાં હાર્દિક પંડ્યા (Hardik Pandya) એ ટીમની કમાન સંભાળી હતી. સુકાની તરીકે જીત્યા બાદ જ્યારે હાર્દિક પંડ્યાએ ટ્રોફી લેવા આવ્યો ત્યારે તેણે પૂર્વ સુકાની મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) નો અનોખો રેકોર્ડ તોડ્યો.

આ રીતે હાંર્દિક પંડ્યાએ તોડ્યો ધોનીનો રેકોર્ડ

ખરેખર હાર્દિક પંડ્યા ટ્રોફી લીધા બાદ ફોટો સેશન માટે આવી રહ્યો હતો. ટીમ તેની રાહ જોઈ રહી હતી. જ્યારે હાર્દિક પંડ્યા (Hardik Pandya) એ સ્ટાફમાંથી એકને બોલાવ્યો અને તેને ટ્રોફી આપી અને તેને ટીમની વચ્ચે ઉભા રહીને ફોટોગ્રાફ માટે પોઝ આપવા કહ્યું. આ રીતે હાર્દિકે રેકોર્ડ કહો કે પ્રેક્ટિસ કહો તે પ્રથા તોડી દીધી હતી જે ધોનીએ શરૂ કરી હતી.

જાણો, સીરિઝ જીત્યા બાદ ધોની શું કરતો હતો

ભારતના પુર્વ દિગ્ગજ સુકાની મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) જીત બાદ યુવા કે નવોદિત ખેલાડીને ટ્રોફી આપતો હતો. આ પ્રેક્ટિસને વિરાટ કોહલી (Virat Kohli) થી લઈને રોહિત શર્મા (Rohit Sharma) સુધી બધાએ આગળ ધપાવી હતી. પરંતુ આ વખતે હાર્દિક પંડ્યાએ કંઈક અલગ કરીને આ પ્રથા તોડી નાખી. જો કે હાર્દિક પંડ્યા દ્વારા આ ટ્રોફી કોને સોંપવામાં આવી હતી તે સ્ટાફ મેમ્બરનું નામ જાહેર કરી શકાયું નથી.

રોહિત શર્મા ગાડીમાં બેસીને ખેલાડીઓ સાથે મેદાન પર ફર્યો

આ સિવાય ભારતીય ખેલાડીઓ મેચની સાથે શ્રેણી જીતવાની ખુશીમાં અલગ જ રીતે ઉજવણી કરતા જોવા મળ્યા હતા. સ્ટાર સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિન (Ravi Ashwin), વિકેટકીપર દિનેશ કાર્તિક (Dinesh Kartik) અને રોહિત શર્મા (Rohit Sharma) મેદાનમાં દોડતી બગીમાં બેસીને મેદાનની પ્રદક્ષિણા કરતા જોવા મળ્યા હતા. આ બગી રોહિત શર્મા ચલાવતો હતો.

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">