AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India : છેલ્લી ODI પહેલા ભારતીય બેટ્સમેને વ્યક્ત કરી નારાજગી, વિન્ડીઝમાં પોતાના પ્રદર્શન પર આપ્યું મોટું નિવેદન

Team India vs West Indies: ભારતીય ટીમ (Team India) ના એક બેટ્સમેને ODI સિરીઝની છેલ્લી મેચ પહેલા મોટું નિવેદન આપ્યું છે. આ ખેલાડીએ પોતાના પ્રદર્શનને લઈને નિરાશા વ્યક્ત કરી છે.

Team India : છેલ્લી ODI પહેલા ભારતીય બેટ્સમેને વ્યક્ત કરી નારાજગી, વિન્ડીઝમાં પોતાના પ્રદર્શન પર આપ્યું મોટું નિવેદન
Team India (PC: BCCI)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 27, 2022 | 12:23 PM
Share

ભારતીય ટીમ (Team India) ની નજર વેસ્ટ ઈન્ડિઝ (West Indies Cricket) સામેની વનડે શ્રેણીમાં ક્લીન સ્વીપ કરવા પર છે. ત્રણ મેચોની વનડે શ્રેણીની છેલ્લી મેચ 27 જુલાઈએ રમાશે. આ શ્રેણીમાં ટીમ ઈન્ડિયા 2-0 થી આગળ છે. આ મેચ પહેલા ટીમ ઈન્ડિયાના એક બેટ્સમેને મોટું નિવેદન આપ્યું છે. આ ખેલાડી આ પ્રવાસમાં પોતાની રમતથી નિરાશ જોવા મળે છે.

આ ખેલાડીએ નારાજગી દર્શાવી

વેસ્ટ ઈન્ડિઝ સામે રમાઈ રહેલી આ વનડે શ્રેણીમાં શુભમન ગિલ (Shubhman Gill) સુકાની શિખર ધવન (Shikhar Dhawan) સાથે ઓપનર તરીકે ઈનિંગ્સની શરૂઆત કરી રહ્યો છે. શુભમન ગિલ આ શ્રેણીમાં રમાયેલી બંને મેચમાં ટીમને શાનદાર શરૂઆત અપાવવામાં સફળ રહ્યો છે. પરંતુ તે પોતાની સારી શરૂઆતને મોટી ઇનિંગ્સમાં બદલી શક્યો નથી. તેણે સારી શરૂઆતને મોટી ઇનિંગ્સમાં પરિવર્તિત ન કરી શકવા પર નિરાશા વ્યક્ત કરી હતી.

અંતિમ વન-ડેમાં રમવા માંગે છે મોટી ઇનિંગ

શુભમન ગિલ (Shubman Gill) અત્યાર સુધી મોટી ઇનિંગ રમવામાં નિષ્ફળ રહ્યો છે. જેના કારણે તે પોતાની જાત પર ગુસ્સે છે. સિરીઝની ત્રીજી મેચ પહેલા ગિલે કહ્યું, ‘મને સારી શરૂઆત મળી રહી છે. પરંતુ હું તેને મોટી ઇનિંગમાં બદલી શકતો નથી. તેથી હું મારી જાત પર ગુસ્સે છું. આ બે ઇનિંગ્સે મારો આત્મવિશ્વાસ ઘણો વધાર્યો છે. વેસ્ટ ઈન્ડિઝ સારી ટીમ છે અને અમે તેમની સામે બે શાનદાર સ્કોર બનાવ્યા છે. આશા છે કે હું ત્રીજી મેચમાં મોટી ઇનિંગ્સ રમી શકીશ. મને જે પ્રકારની શરૂઆત મળી રહી છે હું તેને મોટા સ્કોરમાં કન્વર્ટ કરવા માંગુ છું.

પહેલી મેચ મેચમાં આવી રહી છે ગિલની ઇનિંગ

આ સિરીઝમાં અત્યાર સુધી શુભમન ગિલનું શાનદાર પ્રદર્શન રહ્યું છે. આ શ્રેણીની પ્રથમ મેચમાં શુભમન ગિલે 53 બોલમાં 6 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 64 રન બનાવ્યા હતા. બીજી વનડેમાં તેણે 49 બોલમાં 43 રન બનાવ્યા હતા. આ ઇનિંગમાં તેના બેટથી 5 ચોગ્ગા જોવા મળ્યા હતા. તેના પ્રદર્શનને જોતા સિરીઝની છેલ્લી મેચમાં શુભમન ગીલનું રમવું નક્કી હોય તેવું લાગી રહ્યું છે. આ સિરીઝમાં રોહિત શર્માની જગ્યાએ શુભમન ગિલ રમી રહ્યો છે. તેણે આ તકનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો છે અને આગામી મેચોમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવા માટે છેલ્લી મેચમાં મોટી ઇનિંગ્સ રમવા માંગશે.

આજે તમને માનસિક શાંતિ મળશે, દિવસ આનંદથી ભરેલો રહેશે
આજે તમને માનસિક શાંતિ મળશે, દિવસ આનંદથી ભરેલો રહેશે
CM ભૂપેન્દ્ર પટેલ સહીત અન્યોએ વાવ થરાદમાં નિહાળ્યું શસ્ત્ર પ્રદર્શન
CM ભૂપેન્દ્ર પટેલ સહીત અન્યોએ વાવ થરાદમાં નિહાળ્યું શસ્ત્ર પ્રદર્શન
ખારીકટ કેનાલની કામગીરી ખોરંભે ચઢવા મુદ્દે ધારાસભ્યએ લગાવ્યા આરોપ
ખારીકટ કેનાલની કામગીરી ખોરંભે ચઢવા મુદ્દે ધારાસભ્યએ લગાવ્યા આરોપ
PM મોદીએ ગુજરાતના ગામનુ કામ, મન કી બાતમાં ઉલ્લેખ કરીને દેશને જણાવ્યું
PM મોદીએ ગુજરાતના ગામનુ કામ, મન કી બાતમાં ઉલ્લેખ કરીને દેશને જણાવ્યું
ગુજરાતમા SIRમાં કાવાદાવા સફળ રહ્યાં તો BJP દેશભરમાં તેનો અમલ કરશે
ગુજરાતમા SIRમાં કાવાદાવા સફળ રહ્યાં તો BJP દેશભરમાં તેનો અમલ કરશે
ચીનની અંદર શું બદલાઈ રહ્યું છે? શી જિનપિંગ પર કેમ વધી રહ્યું છે દબાણ?
ચીનની અંદર શું બદલાઈ રહ્યું છે? શી જિનપિંગ પર કેમ વધી રહ્યું છે દબાણ?
ઘરે બેઠા અપડેટ કરો તમારી આધાર વિગતો
ઘરે બેઠા અપડેટ કરો તમારી આધાર વિગતો
મેવાણીએ પટેલને કહ્યું-તારા જેવા ફુદાનું ચણુંઈ નહીં આવે, Video
મેવાણીએ પટેલને કહ્યું-તારા જેવા ફુદાનું ચણુંઈ નહીં આવે, Video
નાઈઝિરીયન મહિલા પાસેથી સૌથી ઘાતક ડ્રગ્સ ઝડપાયું
નાઈઝિરીયન મહિલા પાસેથી સૌથી ઘાતક ડ્રગ્સ ઝડપાયું
Breaking News : ભાજપના સાંસદ હેમાંગ જોષીનું ચોંકાવનારું નિવેદન
Breaking News : ભાજપના સાંસદ હેમાંગ જોષીનું ચોંકાવનારું નિવેદન
g clip-path="url(#clip0_868_265)">