WI vs IND 1st ODI: અંતિમ ઓવરમાં બચાવવાના હતા 15 રન, મો. સિરાજ અને સંજુ સેમસને કરી કમાલ, ભારતની જીતના રહ્યા હિરો

Cricket : ધવનની 97 રનની ઈનિંગના કારણે ટીમ ઈન્ડિયાએ 7 વિકેટે 308 રન બનાવ્યા હતા. શુભમન ગીલે 64 અને શ્રેયસ અય્યરે 54 રન બનાવ્યા હતા. વિન્ડીઝ તરફથી ગુડાકેશ અને અલઝારીએ બે-બે વિકેટ લીધી હતી.

WI vs IND 1st ODI: અંતિમ ઓવરમાં બચાવવાના હતા 15 રન, મો. સિરાજ અને સંજુ સેમસને કરી કમાલ, ભારતની જીતના રહ્યા હિરો
Sanju Samson (PC: Twitter)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 23, 2022 | 9:49 AM

ભારતીય ટીમ (Team India) એ વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસની શરૂઆત જીત સાથે કરી હતી. ભારતે ત્રણ મેચની વનડે શ્રેણીની પ્રથમ મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 3 રને હરાવ્યું હતું. આ જીતનો હીરો શિખર ધવન (Shikhar Dhawan) છે. તેમાં વધુ ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ (Mohammed Siraj) અને વિકેટકીપર સંજુ સેમસન (Sanju Samson) પણ છે.

હકિકતમાં શિખર ધવન 97 રનની ઇનિંગ રમીને મેન ઓફ ધ મેચ તરીકે જાહેર થયો હતો. પણ છેલ્લી ઓવરમાં મોહમ્મદ સિરાજે વિન્ડીઝ ટીમ (West Indies Cricket) ને જીતવા માટે 15 રન બનાવવા દીધા ન હતા અને મેચ પલટાઈ ગઈ હતી. પરંતુ આ છેલ્લી ઓવરમાં સંજુ સેમસને (Sanju Samson) પણ શાનદાર ડાઈવ લઈને 4 રન બચાવ્યા હતા. જો તે આમ કરી શક્યો ન હોત તો મેચ હાથમાંથી નીકળી ગઈ હોત.

જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
આજનું રાશિફળ તારીખ : 14-05-2024
પતિની હારથી નહિ આ કારણે ટેન્શનમાં જોવા મળી ધનશ્રી વર્મા
એક્સપાયરી ડેટ પછી ફેકી ન દેતા આ વસ્તુઓ, જાણો ક્યાં કરી શકો છો ઉપયોગ
Contact Number Recover : Mobile માંથી ડિલિટ થયેલા નંબરને આ રીતે પાછા મેળવો
શું નીતા અંબાણીથી વધારે અમીર છે સાસુ કોકિલાબેન? આટલા કરોડના છે માલિક

તમને જણાવી દઈએ કે મેચમાં ભારતે આપેલા 309 રનના લક્ષ્યનો પીછો કરતી વખતે વિન્ડીઝની ટીમે 49 ઓવરમાં 6 વિકેટે 294 રન બનાવ્યા હતા. અહીંથી છેલ્લી ઓવરમાં ટીમને જીતવા માટે 15 રનની જરૂર હતી અને રોમારિયો શેફર્ટ 31 અને અકીલ હુસૈન 32 રને ક્રિઝ પર રમી રહ્યા હતા.

સંજુ સેમસને આ રીતે ડાઇવ લગાવીને મેચ બચાવી

અહીં છેલ્લી ઓવર લાવનાર મોહમ્મદ સિરાજે માત્ર 11 રન જ બનાવવા દીધા. મોહમ્મદ સિરાજની આ ઓવરમાં માત્ર એક બાઉન્ડ્રી (ચાર) વાગી હતી. જે શેફર્ટે ફટકારી હતી. પણ અહીં જોવાનું એ છે કે વિન્ડીઝ ટીમને છેલ્લા 2 બોલમાં 8 રનની જરૂર હતી. પછી શેફર્ડ વ્યૂહરચના હેઠળ લેગ સાઇડમાં ખૂબ પાછળ રમી રહ્યો હતો. આ દરમિયાન મોહમ્મદ સિરાજ શેફર્ડની પાછળ ગયો અને બોલને પગ તરફ ફેંક્યો. પરંતુ તે લેગ સાઇડ તરફ વધુ પડતો ગયો.

બોલ વાઈડ થઈ ગયો અને બાઉન્ડ્રી તરફ જવાનો હતો. ત્યારે વિકેટકીપર સંજુ સેમસને પોતાની પૂરી શક્તિથી ડાઈવ મારી. અહીં સંજુએ પોતાને સંપૂર્ણ સ્ટ્રેચ કરી ડાઇવ મારી બોલને પકડી લીધો હતો અને અહીં વિન્ડીઝને માત્ર એક રન વાઈડ મળ્યો. જો ચોગ્ગો હોત તો વિન્ડીઝ ટીમને 5 રન મળ્યા હોત. આવી સ્થિતિમાં છેલ્લા બે બોલમાં જીતવા માટે માત્ર 3 રનની જરૂર હતી. પરંતુ સંજુએ ચોગ્ગાને રોકીને શાનદાર વિકેટકીપરિંગ કરી હતી અને ભારતની જીતમાં મહત્વની ભુમિકા ભજવી હતી.

મો. સિરાજની અંતિમ ઓવરમાં ન બન્યા 15 રન

પહેલો બોલઃ અકીલ રન બનાવી ન શક્યો. બીજો બોલઃ અકીલે એક રન બનાવ્યો. ત્રીજો બોલઃ શેફર્ડે ચોગ્ગો ફટકાર્યો. ચોથો બોલઃ શિફર્ડે 2 રન બનાવ્યા. પાંચમો બોલઃ વાઇડનો એક રન મળ્યો. પાંચમો બોલઃ શેફર્ડે 2 રન લીધા. છઠ્ઠો બોલઃ શેફર્ડને બાયનો એક રન લઇ શક્યો.

ટીમ ઇન્ડિયાએ 3 રનથી પહેલી વન-ડે મેચ જીતી

મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયા (Team India) એ શિખર ધવન (Shikhar Dhawan) ની 97 રનની ઈનિંગને કારણે 7 વિકેટે 308 રન બનાવ્યા હતા. જેમાં શુભમન ગિલે 64 અને શ્રેયસ અય્યરે 54 રનનું યોગદાન આપ્યું હતું. વિન્ડીઝ તરફથી ગુડાકેશ મોતી અને અલ્ઝારી જોસેફે બે-બે વિકેટ લીધી હતી. તો રોમારિયો શેફર્ડ અને અકીલ હુસૈનને એક-એક વિકેટ મળી હતી.

ત્યાર બાદ 309 રનના લક્ષ્યાંકનો પીછો કરવા મેદાન પર ઉતરેલી વિન્ડીઝની ટીમ 305 રન બનાવી શકી હતી અને આ મેચ 3 રનથી હારી ગઇ હતી. ભારત માટે સિરાજ, શાર્દુલ ઠાકુર અને યુઝવેન્દ્ર ચહલે 2-2 વિકેટ ઝડપી હતી.

Latest News Updates

રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
"મેન્ટરિંગ બિયોન્ડ AI" પુસ્તકનું જે એમ વ્યાસના હસ્તે કરાયું વિમોચન
ભારજ નદી પરનો પુલ બેસી જતા તંત્રએ કરોડોના ખર્ચે બનાવ્યુ કામચલાઉ છલિયુ
ભારજ નદી પરનો પુલ બેસી જતા તંત્રએ કરોડોના ખર્ચે બનાવ્યુ કામચલાઉ છલિયુ
g clip-path="url(#clip0_868_265)">