લો બોલો ! Team India ને વેસ્ટ ઈન્ડિઝ મોકલવા માટે ફ્લાઈટ પાછળ ખર્ચ્યા 3.5 કરોડ રૂપિયા
Cricket : વેસ્ટ ઇન્ડિઝ (Windies Cricket) સામેની સીરિઝની શરૂઆત 22 જુલાઈ 2022 થી થઇ રહી છે. તમને જણાવી દઇએ કે ભારતીય ટીમ (Team India) વેસ્ટ ઇન્ડિઝ સામે ત્રણ વન-ડે અને પાંચ ટી20 મેચની સીરિઝ રમશે.
ભારતીય ક્રિકેટ ટીમ વેસ્ટ ઇન્ડિઝ પહોંચી ગઇ છે. વેસ્ટ ઇન્ડિઝ સામેની સીરિઝની શરૂઆત 22 જુલાઈ 2022 થી થઇ રહી છે. તમને જણાવી દઇએ કે ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડિઝ સામે ત્રણ વન-ડે અને પાંચ ટી20 મેચની સીરિઝ રમશે. ત્યારે એક એવી વાત સામે આવી છે જેનાથી ક્રિકેટ ચાહકો ચોંકી ઉઠશે. ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) એ ટીમ ઈન્ડિયા (Team India) માટે વેસ્ટ ઈન્ડિઝ પહોંચવા માટે ચાર્ટર્ડ ફ્લાઇટ બુક કરવા માટે આશરે રૂ. 3.5 કરોડનો ખર્ચ કર્યો છે.
કોચ દ્રવિડ સહિત 16 ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફ અને તેમની પત્ની-બાળકોએ મુસાફરી કરી હતી
મળતી માહિતી પ્રમાણે “ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) એ ચાર્ટર્ડ ફ્લાઇટ પર 3.5 કરોડ રૂપિયા ખર્ચો કર્યો છે. જે ટીમ ઇન્ડિયા (Team India) ને માન્ચેસ્ટરથી મંગળવારે બપોરે 11.30 વાગ્યે પોર્ટ ઑફ સ્પેન (The capital of Trinidad and Tobago) લઈ જતી હતી. ટીમ માટે ચાર્ટર્ડ ફ્લાઇટ બુક કરવામાં આવી હતી તેનું કારણ કોવિડ-19 ન હતું. કોમર્શિયલ ફ્લાઇટમાં આટલી બધી ટિકિટો બુક કરવી મુશ્કેલ છે. ઇંગ્લેન્ડથી વેસ્ટ ઇન્ડિઝ જનારામાં ભારતીય ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ (Rahul Dravid) સહિત 16 ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફના સભ્યોનો સમાવેશ થાય છે. ખેલાડીઓની પત્નીઓ પણ છે જેઓ કેરેબિયનની મુસાફરી કરી રહ્યા છે,” આ અંગેની માહિતી ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના સુત્રોએ તેમને બુધવારે જણાવી હતી.
Trinidad – WE ARE HERE! 👋😃#TeamIndia | #WIvIND pic.twitter.com/f855iUr9Lq
— BCCI (@BCCI) July 20, 2022
Gearing up for ODI No.1 against the West Indies 💪
Here’s @ShubmanGill giving a lowdown on #TeamIndia‘s 🇮🇳 first net session in Trinidad 🇹🇹#WIvIND pic.twitter.com/oxF0dHJfOI
— BCCI (@BCCI) July 21, 2022
England ✅ 🛫 to the Caribbean 🤩#WIvIND #TeamIndia pic.twitter.com/mOvqfvSzHv
— Delhi Capitals (@DelhiCapitals) July 19, 2022
કોમર્શિયલ ફ્લાઈટમાં આવો ખર્ચો લગભગ 2 કરોડ જેટલો થતો હોય છે
સુત્રોએ વધુ માં જણાવ્યું કે, “સામાન્ય રીતે કોમર્શિયલ ફ્લાઇટ માં આ ખર્ચ લગભગ 2 કરોડ રૂપિયા જેટલો થતો હયો છે. માન્ચેસ્ટરથી પોર્ટ ઑફ સ્પેનની બિઝનેસ ક્લાસની ટિકિટ લગભગ 2 લાખ રૂપિયા હશે. ચાર્ટર્ડ ફ્લાઇટ વધુ મોંઘી છે. પરંતુ તે લેવાનો એક તાર્કિક વિકલ્પ છે. તમને જણાવી દઇએ કે મોટા ભાગની ટોચની ફૂટબોલ ટીમો પાસે હવે ચાર્ટર છે.”