RR vs LSG Preview: રાજસ્થાન રોયલ્સ સામે લખનૌ સુપર જાયન્ટ્સનો પડકાર, કોણ બનશે નંબર વન?
Rajasthan Royals vs Lucknow Super Giants IPL 2023 Match Preview: IPL 2023માં રાજસ્થાન રોયલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ બંને 5-5 મેચ રમી છે. રાજસ્થાને તેની 5માંથી 4 મેચ જીતી છે, જ્યારે લખનૌએ 5 માંથી 3 જીતી છે અને 2 હારી છે.
રાજસ્થાન રોયલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ બંને ટીમો વચ્ચેની આ મેચ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાશે, જે રાજસ્થાન રોયલ્સનું હોમ ગ્રાઉન્ડ છે. જયપુરમાં આ સિઝનની આ પ્રથમ મેચ છે. અહીં જે પણ ટીમ જીતશે તે નંબર વન બની જશે. બંન્ને ટીમની સારી ટક્કર જોવા મળશે, હાલમાં પોઈન્ટ ટેબલ પર રાજસ્થાન 8 અંક સાથે પ્રથમ સ્થાન પર છે તો લખનઉની ટીમ 6 અંક સાથે બીજા નંબર પર છે, પરંતુ જો આજે લખનઉની ટીમ રાજસ્થાનને હાર આપે છે તો પોઈન્ટ ટેબલમાં તે પહેલા સાથે પહોંચી શકે છે.
આ પણ વાંચો : IPL 2023 : જાણો પર્પલ કેપ અને ઓરેન્જ કેપની રેસમાં કોણ સૌથી આગળ છે
રાજસ્થાન અને લખનઉ વચ્ચે અત્યારસુધી 5-5 મેચ રમાય
આઈપીએલ 2023માં રાજસ્થાન રોયલ્સ અને લખનઉ સુપર જાયન્ટસ બંન્ને ટીમે 5-5 મેચ રમી છે. રાજસ્થાને 5માંથી 4 મેચ જીતી છે, જ્યારે લખનઉએ 5માંથી 3 જીત અને 2માં હાર મળી છે. આજે આ સીઝનમાં પ્રથમ વખત બંન્નેની ટક્કર જોવા મળશે. આજે બંન્ને ટીમ પોતાની છઠ્ઠી મેચ રમવા મેદાનમાં ઉતરશે.
IPL 2023 : રાજસ્થાન રોયલ્સ v/s લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે આજે મુકાબલો,મેચમાં કોણ મારશે બાજી ? #IPL2O23 #IPL #RajasthanRoyals #LucknowSuperGiants #RRvsLSG #LSGvRR #TV9News
— Tv9 Gujarati (@tv9gujarati) April 19, 2023
રાજસ્થાન જો આજની મેચ જીતે છે તો 10 અંકની સાથે પ્લે ઓફમાં જવાની દાવેદાર બની જશે. તેમજ જો લખનઉની ટીમ જીતે છે તો રાજસ્થાન વધુ મજબુત બનશે.
View this post on Instagram
આ પણ વાંચો : સુહાના ખાને ઈશાન કિશનને અપશબ્દો કહ્યા ? Video જોયા બાદ લોકોને યાદ આવ્યો શાહરૂખાનનો વાનખેડે વિવાદ
કેવી છે પીચ
જ્યાં સુધી પિચ અને ટીમની વાત કરીએ તો. જયપુરમાં રનનો વરસાદ થશે. આ સિવાય બંન્ને ટીમ પોઈન્ટ ટેબલમાં જે સ્થાને હાલમાં છે તેનાથી તેની ટીમની મજબુતાઈનો અંદાજો લગાવી શકાય છે.લખનઉના કેપ્ટન કેએલ રાહુલનું છેલ્લી મેચથી ફોર્મમાં આવવું આજની મેચને વધુ રોમાંચક બનાવી શકે છે.
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો