AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

એરપોર્ટ પર MS ધોનીને કોણે કહ્યું ‘I Love You’, માહીએ આપી અદ્ભુત પ્રતિક્રિયા, જુઓ Video

MS ધોની એવો ક્રિકેટર છે જેની ફેન ફોલોઈંગ દરેક જગ્યાએ છે અને તે જ્યાં પણ જાય છે, તેના ચાહકો તેની એક ઝલક મેળવવા આતુર હોય છે. તાજેતરમાં ધોની એરપોર્ટ પર હતો અને આ દરમિયાન તે તેના એક પ્રશંસકને મળ્યો જેણે માહીને જોઈને બૂમો પાડવાનું શરૂ કર્યું, ધોનીને જોઈને તેના હાથ ધ્રૂજવા લાગ્યા હતા.

એરપોર્ટ પર MS ધોનીને કોણે કહ્યું 'I Love You', માહીએ આપી અદ્ભુત પ્રતિક્રિયા, જુઓ Video
MS Dhoni
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 01, 2023 | 6:00 PM
Share

ભારતીય ક્રિકેટ ટીમનો પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) જ્યાં પણ જાય છે ત્યાં તેના ફેન્સ હાજર હોય છે. તેના ચાહકો દુનિયાના ખૂણે ખૂણેમાં જોવા મળે છે. આ ચાહકો (Fans) તેની એક ઝલક મેળવવા આતુર હોય છે. ધોનીને જોયા બાદ તે ચાહકોની ખુશીની કોઈ સીમા હોતી નથી.

એરપોર્ટ પર MS ધોનીને મળ્યો તેનો ખાસ ફેન

ધોનીને લઈને જે પ્રકારનો ક્રેઝ છે તે ફરી એકવાર જોવા મળ્યો છે. ધોની તાજેતરમાં એરપોર્ટ પર સિક્યોરીટી ચેકિંગમાંથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે તેના એક ચાહકે તેને જોયો હતો. ધોનીના આ ચાહકે બાદમાં તેણે જોઈ જે કહ્યું તે સાંભળી આસપાસ હાજર તમામ ચોંકી ગયા હતા. ત્યારબાદ ધોનીએ જે રીએક્શન આપ્યું તે ખૂબ જ વાયરલ થયું છે.

માહીને જોઈને તેનો ફેન ખુશ થઈ ગયો

IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની આ દિવસોમાં ક્રિકેટથી દૂર છે. તે કાં તો કોઈ પ્રમોશનલ ઈવેન્ટ, શૂટિંગ અથવા પોતાના અંગત કામ માટે જ બહાર નીકળે છે. હાલ જ્યારે ધોની એરપોર્ટ પર તેની ફ્લાઈટ પકડવા જઈ રહ્યો હતો, ત્યારે તે તેના એક ખાસ ફેનને મળ્યો અને માહીને જોઈને તે ફેનની ખુશીનો કોઈ પાર રહ્યો નહીં.

‘I Love You માહી ભાઈ’

વ્હાઈટ ટીશર્ટ અને બ્લેક જીન્સમાં સિક્યોરિટી ચેક કરવા માટે જ્યારે ધોની એરપોર્ટ પહોંચ્યો ત્યારે સિક્યુરિટી ગાર્ડની પાછળ ઊભેલો ધોનીનો ફેન પોતાના હીરોને જોઈને ઘણો ખુશ થઈ ગયો. તેણે મોબાઈલથી વીડિયો બનાવવાનું શરૂ કર્યું. આ પછી આ ચાહકે જોરથી બૂમો પાડી ‘માહી ભાઈ I Love You’. ધોનીએ પહેલીવાર તેનો અવાજ સાંભળ્યો ન હતો. આ પછી જ્યારે ધોની નજીક આવ્યો ત્યારે ફરી તેણે ‘માહી ભાઈ I Love You’ની બૂમો પાડી. આ પછી ધોનીના ચાહકે કહ્યું, ‘સર, મારા હાથ સંપૂર્ણપણે ધ્રૂજી રહ્યા છે.’ આ સાંભળીને માહીના ચહેરા પર એક સુંદર સ્મિત આવી ગયું હતું.

આ પણ વાંચો : ક્રિકેટનો “મિલ્ખા સિંહ” : 13 હજારથી વધુ રન બનાવવા વિરાટ કોહલી કેટલા કિલોમીટર દોડ્યો ? જાણો ખાસ રેકોર્ડ

લાંબા વાળમાં ધોની

ધોનીએ પોતાના વાળ હાલ લાંબા કર્યા છે. જે વીડિયો વાયરલ થયો છે એમાં પણ ધોનીના વાળ લાંબા છે અને તેણે પોની ટેલ રાખી છે. એવામાં ધોની ફરી એકવાર લાંબા વાળમાં મેદાનમાં પણ રમતો જોવા મળશે એવી ફેન્સને આશા છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
g clip-path="url(#clip0_868_265)">