કોણ છે શ્રીસંતની નાનકડી દીકરી ? જેણે વાત કરવાની ના પાડતા હરભજનસિંહે કહ્યું – મારું દિલ તૂટી ગયું, હું રોઈ પડ્યો
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની પહેલી સીઝનમાં મેચ બાદ થપ્પડ મારવાની ઘટના આજે પણ બધાને યાદ હશે જ. જ્યારે હરભજન સિંહે મેદાનની વચ્ચે એસ. શ્રીસંતને થપ્પડ મારી હતી. ભૂતપૂર્વ ભારતીય સ્પિનરને આજે પણ આ ઘટનાનો ઘણો અફસોસ છે. આ ઘટનાને લઈને શ્રીસંતની પુત્રીએ, હરભજન સિંહ સાથે વાત કરવાનો પણ ઇનકાર કર્યો હતો.

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની પહેલી સીઝન ઘણી રીતે હેડલાઇન્સમાં રહી હતી. પહેલી સીઝનથી જ ક્રિકેટ ચાહકોના દિલ પર રાજ કરનારી આ લીગમાં એક એવી ઘટેલી ઘટનાથી સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા. જ્યારે મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમતા ભૂતપૂર્વ ભારતીય ખેલાડી હરભજન સિંહે મેદાનની વચ્ચે ફાસ્ટ બોલર એસ. શ્રીસંતને થપ્પડ મારી દીધી હતી. આ દરમિયાન, કિંગ્સ ઇલેવન પંજાબ તરફથી રમતા શ્રીસંત રડવા લાગ્યો હતો. હરભજન સિંહને આજે પણ આ ઘટનાનો અફસોસ છે અને તેણે લગભગ જાહેરમાં તેમજ ખાનગીમાં 200 વાર માફી માંગી છે. પરંતુ શ્રીસંતની 10 વર્ષની પુત્રીએ આ ભૂતપૂર્વ ભારતીય સ્પિનર હરભજનસિંહ સાથે વાત કરવાનો ઇનકાર કર્યો ત્યારે તેને બહુ મોટો આઘાત લાગ્યો. આ વાતનો ખુલાસો હરભજન સિંહે તાજેતરમાં જ એક ઇન્ટરવ્યુ દરમિયાન કર્યો હતો.
કોણ છે શ્રીસંતની પુત્રી ?
ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર એસ. શ્રીસંત IPL 2013 માં સ્પોટ ફિક્સિંગ પછી ક્રિકેટથી લગભગ દૂર થઈ ગયો હતો. 2007 T20 વર્લ્ડ કપ અને 2011 ODI વર્લ્ડ કપ વિજેતા ટીમનો ભાગ રહેલો શ્રીસંત આ પછી ક્યારેય ટીમ ઇન્ડિયામાં પાછો ફર્યો નથી. જોકે, આ સમય દરમિયાન તે પોતાના અંગત જીવનમાં આગળ વધતો રહ્યો. 2013 માં, તેણે ભુવનેશ્વરી કુમારી સાથે લગ્ન કર્યા અને બે વર્ષ પછી 2015 માં, તેને એક પુત્રીનો જન્મ થયો. તેણે તેની પુત્રીનું નામ શ્રીસાણવિકા રાખ્યું.
શ્રીસાનવિકા નામમાં સાણવી શબ્દનો અર્થ થાય છે મા લક્ષ્મી, ધનની દેવી. લક્ષ્મીજીને સાનવિ પણ કહેવામાં આવે છે. શ્રીસંત તેની પુત્રીને ખૂબ પ્રેમ કરે છે અને સોશિયલ મીડિયા પર તેના ફોટા શેર કરતો રહે છે. 2008 માં, જ્યારે હરભજન સિંહ અને શ્રીસંત વચ્ચે વિવાદ થયો હતો, ત્યારે શ્રીસાનવિકાનો જન્મ પણ થયો ન હતો, પરંતુ તે પછી પણ શ્રીસંત, હરભજન સિંહ સાથે વાત કરવા માંગતો નથી.

શ્રીસાનવિકાએ શું કહ્યું?
ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર રવિચંદ્રન અશ્વિનને આપેલા ઇન્ટરવ્યુમાં, હરભજન સિંહે કહ્યું કે મેં શ્રીસંતની ઘણીવાર થપ્પડ મારવાની ઘટનાને લઈને માફી માંગી છે. મને આજે પણ તે ઘટનાનો ઘણો અફસોસ છે. હવે આજે શ્રીસંત અને હું સારા મિત્રો છીએ, પરંતુ શ્રીસંતની પુત્રીએ મારી સાથે વાત કરવાનો ઇનકાર કર્યો, ત્યારે મારું હૃદય અંદરથી તૂટી ગયું.
ભજ્જીએ કહ્યું કે, જ્યારે હું શ્રીસંતની પુત્રી શ્રીસાનવિકાને મળ્યો, ત્યારે હું તેની સાથે વાત કરવા માંગતો હતો. હું તેની સાથે ખૂબ પ્રેમથી વાત કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પરંતુ, તેણે કહ્યું કે તમે મારા પિતાને માર્યા છે, હું તમારી સાથે વાત નહીં કરું. આનાથી મારું હૃદય તૂટી ગયું અને હું રડવા લાગ્યો. હરભજન સિંહે સ્વીકાર્યું કે, જો તેને તેની કારકિર્દીની યાદીમાં એક વસ્તુ બદલવી હોય, તો તે ઘટના બદલવા માંગશે.
આ પણ વાંચો : હું તમારી સાથે વાત નહીં કરું, તમે મારા પપ્પાને માર્યા છે….., 200 વાર માફી માંગી છતા પણ હરભજન સિંહની આવી હાલત છે