હું તમારી સાથે વાત નહીં કરું, તમે મારા પપ્પાને માર્યા છે….., 200 વાર માફી માંગી છતા પણ હરભજન સિંહની આવી હાલત છે
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી અને રાજ્યસભાના સાંસદ હરભજન સિંહે, રવિચંદ્રન અશ્વિનની યુટ્યુબ ચેનલ ઉપર IPLની મેચ બાદ શ્રીસંતને થપ્પડ મારવાની ઘટના પર ફરીથી પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. હરભજન સિંહે સ્વીકાર્યું કે "જે કંઈ થયું તેમાં મારી મોટી ભૂલ હતી. આ ઘટનાને કારણે શ્રીસંતની પુત્રી, મારી સાથે વાત કરતી નથી."

હરભજનસિંહ તેની કારકિર્દીમાંથી એક એવી ગંભીર ભૂલ સ્વરૂપ ઘટનાને કાયમ માટે નષ્ટ કરી દેવા માંગે છે. આ ઘટના અંગે ઓછામાં ઓછા 200 વાર જાહેરમાં અને ખાનગીમાં માફી માગી છે. આ વાત ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી ટર્બોનેટર તરીકે ઓળખાતા હરભજનસિંહે રવિચંદ્રન અશ્વિનની યુટયુબ ચેનલના પોડકાસ્ટમાં કરી છે.
હરભજનસિંહ ઉર્ફે ભજ્જીએ કહ્યું કે આ દુંખદ ઘટના 2008ની આઈપીએલ મેચ દરમિયાન મેદાનમાં બની હતી. મુંબઈ ઈન્ડિયન્સ માટે રમતા હરભજનસિંહે, પંજાબ કિંગ્સ XIના ખેલાડી શ્રીસંતને થપ્પડ મારી દીધી હતી. 2008ની, IPLની પહેલી સીઝનની લીગ મેચ દરમિયાન, ભજ્જીએ શ્રીસંતને થપ્પડ મારી હતી. તે ઘટના બાદ કડક શિક્ષાત્મક કાર્યવાહી કરતા, BCCIએ હરભજન સિંહને આગામી બધી મેચોમાંથી સસ્પેન્ડ કરી દીધો હતો.
હરભજન સિંહની આ એક બહુ મોટી ભૂલ કરી હતી, જેને તે પોતાની કારકિર્દીમાંથી કાયમ માટે કાઢી નાખવા માંગે છે. જેના માટે તેણે ઓછામાં ઓછા 200 વાર જાહેરમાં અને ખાનગીમાં માફી માંગી છે. આ વાતનો ખુલાસો હરભજન સિંહે પોતે અશ્વિનના યુટ્યુબ પોડકાસ્ટમાં આ વાત કહી છે.
ભજ્જીને દુઃખ પહોંચાડનારી ઘટના 2008ની, IPLનના મેદાન ઉપર બની હતી. ભજ્જી ત્યારે મુંબઈ ઇન્ડિયન્સ માટે રમ્યો હતો અને શ્રીસંત કિંગ્સ XI પંજાબનો ભાગ હતો. 2008માં, IPLની પહેલી સીઝનની લીગ મેચ દરમિયાન, ભજ્જીએ શ્રીસંતને થપ્પડ મારી હતી. તે ઘટના બાદ કાર્યવાહી કરતા, BCCIએ હરભજન સિંહને આગામી બધી મેચોમાંથી સસ્પેન્ડ કર્યો હતો.
શ્રીસંતની પુત્રી હરભજન સિંહ સાથે વાત નથી કરતી
હરભજન સિંહને તે સમયે થપ્પડ મારવાની સજા થઈ હતી, પરંતુ તેને હજુ પણ એ વાતનું દુઃખ છે, જે તેને સતત સતાવે છે. તેનાથી તેને અહેસાસ થાય છે કે તેણે ભૂલ કરી છે. હરભજનસિંહે, આર અશ્વિનને વાતચીતમાં કહ્યું કે, શ્રીસંતની પુત્રી તેની સાથે વાત નથી કરતી.
તેણે કહ્યું કે, જ્યારે હું શ્રીસંતની પુત્રીને મળ્યો ત્યારે હું તેની સાથે વાત કરવા ઈચ્છતો હતો. મે તેની સાથે ખૂબ પ્રેમથી વાત કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, તેણે કહ્યું કે તમે મારા પિતાને માર્યા છે, હું તમારી સાથે વાત નહીં કરું.
આ ઘટનાએ હરભજનના હૃદયને દુઃખ પહોચાડ્યું
હરભજનએ કહ્યું કે તે ઘટનાના આટલા વર્ષો પછી પણ, તેનું હૃદય તે ઘટના વિશે દુઃખી છે. તેણે કહ્યું કે એવું નથી કે મેં તેના માટે ક્યારેય માફી માંગી નથી. જ્યારે પણ મને તક મળી, ગમે તે તબક્કે મળી હોય ત્યારે મેં માફી માંગી છે અને કહેવાનો પ્રયાસ કર્યો કે, જે પણ કંઈ થયું તે ફક્ત એક ભૂલ હતી. હરભજન સિંહે સ્વીકાર્યું કે, જો તેને તેની કારકિર્દીની યાદીમાંથી કોઈ એક વસ્તુ બદલવી હોય, તો તે આ ઘટનાને ચોક્કસ બદલવા ઈચ્છશે.