Boxing Day Test: ક્રિકેટની દુનિયામાં બોક્સિંગ ડે ટેસ્ટ મેચ શુ હોય છે? જાણો પૂરો ઈતિહાસ

ટેસ્ટ ક્રિકેટમાં 26 ડિસેમ્બરથી શરુ થતી મેચને બોક્સિંગ ડે કહેવામાં આવે છે, શુ છે આનો ઈતિહાસ અને કેમ આ મેચને બોક્સિંગ ડે તરીકે ઓળખવામાં આવે છે, જાણો

Boxing Day Test: ક્રિકેટની દુનિયામાં બોક્સિંગ ડે ટેસ્ટ મેચ શુ હોય છે? જાણો પૂરો ઈતિહાસ
Boxing Day Test History in Cricket
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 26, 2022 | 9:27 AM

ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની ટેસ્ટ શ્રેણી પૂર્ણ થઈ છે. રોમાંચક અંતમાં પહોંચેલી મેચ સાથે જ સિરીઝ ખતમ થઈ હતી. ટેસ્ટ ક્રિકેટના ચાહકોને માટે ઢાકામાં રમાયેલી મેચમાં ભરપૂર મનોરંજન મળ્યુ હતુ. પરંતુ 26 ડિસેમ્બરે શરુ થતી ટેસ્ટ મેચને બોક્સિંગ ડે તરીકે ઓળખવામાં આવે છે. તેને ક્રિકેટમાં બોક્સિંગ ડે ટેસ્ટ તરીકે જ કહેવામાં આવે છે. વિશ્વભરમાં આ દિવસે ટેસ્ટ મેચ શરુ થતી હોય એટલે એને બોક્સિંગ ડે ટેસ્ટથી ઓળખવામાં આવે છે. હવે સવાલ એ થાય તે આમ કેમ. શા માટે 26 ડિસેમ્બરે શરુ થતી મેચના માટે આ નામ રાખવામાં આવ્યુ હશે. અહી બતાવીશુ આ સવાલનો જવાબ.

ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટેસ્ટ 3 ટેસ્ટ મેચોની શ્રેણી રમાઈ રહી છે. જેમાં આજે સોમવારથી શરુ થયેલી મેચ બોક્સિંગ ડે ટેસ્ટ મેચ જ છે. આ ટેસ્ટ મેચ સિરીઝની બીજી ટેસ્ટ ઠે અને જે મેલબોર્નમાં રમાઈ રહી છે.

કેમ કહેવાય છે Boxing Day Test

25મી ડિસેમ્બર એટલે નાતાલ. ક્રિસમસના તહેવારનો આગળની તારીખ એટલે 26મી ડિસેમ્બર અને આ દિવસ સામાન્ય રીતે બોક્સિંગ ડે તરીકે જ ઓળખવામાં આવે છે. વર્ષના અંતિમ મહિનાની 26મી તારીખને વિશ્વમાં ગ્રેટ બ્રિટન, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ સહિતના રાષ્ટ્રમંડળ દેશોમાં બોક્સિંગ ડે તરીકે મનાવવામાં આવે છે. માટે જ આ દિવસે શરુ થતી ટેસ્ટ મેચને બોક્સિંગ ડે તરીકે ઓળખવામાં આવે છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

Boxing Day ની અલગ અલગ કહાની

સવાલ એ પણ થતો હશે કે, આમ જ કેમ બોક્સિંગ ડે જ નામ. આ નામ આવ્યુ ક્યાંથી હશે. તો એના માટે પણ અલગ અલગ વાતો છે. જેમાં એક વાત મુજબ ચર્ચમાં ક્રિસમસ નિમિત્તે રાખવામાં આવેલા બોક્સને ક્રિસમસના આગળના દિવસે ખોલવામાં આવે છે. એટલે આ દિવસને બોક્સિંગ ડે કહેવામાં આવે છે. બીજી વાત મુજબ જે લોકો ક્રિસમસના દિવસે પણ રજા નથી પાળતા અને પોતાની ફરજ નિભાવવા તૈયાર રહે છે, એટેલે કે કામ પર હાજર રહે છે તેમને ગિફ્ટ આપવામાં આવતી હોય છે.

આ પરંપરામાં તેમને ગિફ્ટ સ્વાભાવિક જ બોક્સના રુપમાં જ મળતી હોય છે. જે ગિફ્ટ તેઓ બીજા દિવસે પરિવાર સાથે તહેવારની રજાનો આનંદ માણવા માટે આપવામાં આવે છે. જે બીજા દિવસે પરીવાર સાથે ખોલીને મનાવે છે. માટે પણ નાતાલના બીજા દિવસને બોક્સિંગ ડે કહેવામાં આવે છે. જોકે બોક્સિંગ ડે માટે અલગ અલગ માન્યતાઓ ચાલી આવી છે. પરંતુ 26મી ડિસેમ્બરને બોક્સિંગ ડે તરીકે જાણવામાં આવે છે.

Boxing Day Testની પરંપરા ક્રિકેટમાં ક્યારથી શરુ થઈ

પ્રથમ વાર ક્રિકેટમાં બોક્સિંગ ડે ટેસ્ટ મેચ 1950માં રમાઈ હતી. જે મેચ ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ હતી. જે મેચની શરુઆત ડિસેમ્બરની 26મી તારીખે રમવાની શરુઆત થઈ હતી. આ દિવસ બોક્સિંગ ડે હતો અને આ પરંપરા ક્રિકેટમાં શરુ થઈ હતી. પ્રથમ બોક્સિંગ ડે ટેસ્ટ મેચ જીતનારી ટીમનુ નામ ઓસ્ટ્રેલિયા હતુ. ત્યાર બાદ ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પણ બોક્સિંગ ડે ટેસ્ટ મેચ રમાઈ હતી. જે વર્ષ 1952 નુ હતુ. જે મેચમાં ઓસ્ટ્રેલિયાએ હાર મેળવી હતી.

ત્યારબાદ બોક્સિંગ ડે ટેસ્ટ મેચ સીધી જ 1968માં રમાઈ હતી. જે ત્રીજી એવી ટેસ્ટ હતી કે તેને આ નામથી ઓળખવામાં આવી હતી. પરંતુ જ્યારે ચોથી બોક્સિંગ ડે ક્રિકેટની દુનિયામાં રમાઈ ત્યારથી જાણે કે એ પરંપરા નિયમિત શરુ થઈ ગઈ હતી. 1980થી દરવર્ષે બોક્સિંગ ડે ટેસ્ટ મેચ રમવાની પરંપરા શરુ થઈ હતી, જે આજે પણ ચાલી આવી છે. ભારતીય ટીમ પણ બોક્સિંગ ડે ટેસ્ટ મેચ રમી ચુક્યુ છે. ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકાતો આ પરંપરાને નિયમીત જાળવી રાખી રહ્યુ છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">