ભારતના પૂર્વ કેપ્ટન વિરુદ્ધ નોંધાયો ભ્રષ્ટાચારનો કેસ, એસોસિએશનના નાણાંનો દુરુપયોગ કરવાનો લાગ્યો આરોપ
ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીન ભ્રષ્ટાચારના આરોપોને કારણે ફરી ચર્ચામાં છે. તેના પર હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનમાં રહીને ફંડના દુરુપયોગનો આરોપ છે અને આ સંબંધમાં કેસ નોંધવામાં આવ્યો છે. હવે અઝહરે પણ આ આરોપોનો જવાબ આપ્યો છે. મોહમ્મદ અઝહરુદ્દીને ભ્રષ્ટાચારના આરોપોને નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે આ મારી છબી ખરાબ કરવાનો પ્રયાસ છે.
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીન (Mohammad Azharuddin) મુશ્કેલીમાં વધારો થયો છે. વાસ્તવમાં તેમની સામે ભ્રષ્ટાચારનો કેસ નોંધવામાં આવ્યો છે. વર્લ્ડ કપ (World Cup 2023) જેવી મોટી ક્રિકેટ ઈવેન્ટમાં ટીમ ઈન્ડિયાની કમાન સંભાળનાર અઝહરુદ્દીન પર ભ્રષ્ટાચારનો આ ડાઘ હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન (HCA) સાથે સંબંધિત છે.
ભારતના પૂર્વ કેપ્ટન HCA એટલે કે હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનના પૂર્વ અધ્યક્ષ પણ છે. HCAના CEO સુનીલ કાંત બોઝે અઝહર વિરુદ્ધ ભ્રષ્ટાચારની ફરિયાદ નોંધાવી છે. જો કે અઝહરુદ્દીને પોતાના પર લાગેલા આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે.
HCAના CEOએ નોંધાવી ફરિયાદ
હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનના CEOએ અઝહરુદ્દીન વિરુદ્ધ ઉપ્પલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમની ફરિયાદમાં, અઝહર અને કેટલાક અન્ય ભૂતપૂર્વ અધિકારીઓ વિરુદ્ધ HCAમાં કામ કરતી વખતે પદ અને નાણાંનો દુરુપયોગ કરવા બદલ કેસ દાખલ કર્યો હતો. પોલીસે ગુનો નોંધ્યો હતો. જ્યારે અઝહર સાથે આ સમગ્ર મામલાની વાત કરવામાં આવી તો તેણે તેને આરોપને પાયાવિહોણા ગણાવ્યા હતા.
भारतीय क्रिकेट टीम के पूर्व कप्तान मोहम्मद अजहरुद्दीन के खिलाफ कथित भ्रष्टाचार का मामला किया गया दर्ज#MohammadAzharuddin #HyderabadCricketAssociationhttps://t.co/t8OVSLVfrD
— TV9 Bharatvarsh (@TV9Bharatvarsh) October 20, 2023
અઝહરે આરોપોને નકારી કાઢ્યા
ભારતના પૂર્વ કેપ્ટન અઝહરુદ્દીને પોતાના પર લાગેલા ભ્રષ્ટાચારના આ આરોપોને નકારી કાઢ્યા અને કહ્યું કે આ સમગ્ર મામલા સાથે તેને કોઈ લેવાદેવા નથી. તેણે કહ્યું કે મેં મીડિયા રિપોર્ટ્સ જોયા છે. આ માત્ર મારી છબી ખરાબ કરવાનો પ્રયાસ છે. જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે હું આની સામે અવાજ ઉઠાવીશ અને મારા પર લાગેલા આરોપોનો જડબાતોડ જવાબ આપીશ.
આ પણ વાંચો : Viral : ટીમ ઈન્ડિયાએ 1 બોલ પર 14 રન લૂટી લીધા, કોહલીએ હંગામો મચાવ્યો, જુઓ Video
અઝહરુદ્દીનની શાનદાર કારકિર્દી
જ્યાં સુધી મોહમ્મદ અઝહરુદ્દીનના ભારતીય ક્રિકેટમાં યોગદાનની વાત છે, તો તેણે 3 વર્લ્ડ કપમાં ભારતીય ટીમની કપ્તાની કરી હતી. અઝહરુદ્દીન ભારત માટે 99 ટેસ્ટ અને 334 વનડે રમ્યા છે. વનડેમાં તેના નામે 7 સદી સાથે 9378 રન છે, જ્યારે ટેસ્ટમાં 22 સદી સાથે 6215 રન તેણે નોંધાયા હતા. ટેસ્ટમાં અઝહરની એવરેજ 45 અને વનડેમાં 36થી ઉપર રહી છે.