વિરાટ કોહલી એક લીડર હતો અને હંમેશા રહેશેઃ અજય જાડેજા

વિરાટ કોહલીએ રોહિત શર્માને વેસ્ટ ઇન્ડિઝ સામેની પહેલી વન-ડેમાં જરૂરી સલાહ-સુચન આપ્યા હતા તેને લઇને અજય જાડેજાએ વિરાટ કોહલીના વખાણ કર્યા હતા.

વિરાટ કોહલી એક લીડર હતો અને હંમેશા રહેશેઃ અજય જાડેજા
Rohit Sharma and Virat Kohli
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 07, 2022 | 11:22 PM

રોહિત શર્માએ (Rohit Sharma) 6 ફેબ્રુઆરીના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં (Narendra Modi Stadium) 1000મી વન-ડે મેચ 6 વિકેટે જીત મેળવી હતી. આ સાથે આ મેચથી રોહિત શર્માએ ટીમમાં કાયમી સુકાની તરીકેનો કારભાર સંભાળ્યો હતો અને ધમાકેદાર શરૂઆત કરી હતી. ભારત ત્રણ વન-ડે મેચની સીરિઝની તમામ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમશે. ત્યારબાદ કોલકાતાના ઇડન ગાર્ડન સ્ટેડિયમ ખાતે ત્રણ મેચની ટી20 સીરિઝ રમવાનું છે. રોહિત શર્માએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સુકાની તરીકે અને ઓપનિંગ બેટ્સમેન તરીકે પહેલી વન-ડેમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. પહેલી મેચ જીત સાથે ટીમ ઇન્ડિયા સીરિઝમાં 1-0થી આગળ થઇ ગયું હતું.

રોહિત શર્માએ સુકાની તરીકે ધમાકેદાર શરૂઆત કરી

રોહિત શર્માએ ઓપનિંગ કરતા 60 રનની શાનદાર ઇનિંગ રમી હતી અને સાથે સાથે ઈશાન કિશન (28 રન) સાથે પહેલી વિકેટ માટે 84 રનની ભાગીદારી નોંધાવી હતી. આમ ટીમ ઇન્ડિયાએ પહેલી વન-ડેમાં સહેલાઇથી 177 રનનો જીતનો લક્ષ્યાંક પાર પાડ્યો હતો. તો આ સાથે સુકાની રોહિત શર્માએ ત્રણ DRS નો સાચો કોલ લીધો હતો. જેની મદદથી ભારતે પહેલી વન-ડેમાં વેસ્ટ ઇન્ડિઝને માત્ર 176 રનમાં જ સીમીત રાખવામાં ઘણી મદદ કરી હતી.

જેને પગલે ભારતીય ટીમે જીતનો લક્ષ્યાંક 28મી ઓવરમાં જ પાર પાડ્યો હતો અને ઐતિહાસીક 1000મી વન-ડે મેચ પોતાના નામે કરી હતી. મેદાન પર રોહિત શર્માના પ્રદર્શનની સાથે સાથે પુર્વ સુકાની વિરાટ કોહલી પણ આકર્ષણનું કેન્દ્ર રહ્યો હતો. ક્રિકેટ ચાહકોને ખ્લાય છે કે વિરાટ કોહલી મેદાન પર પોતાની ભાવનાઓ વ્યક્ત કરવાથી પાછળ નથી હટતો, એવી જ રીતે વેસ્ટ ઇન્ડિઝ સામેની પહેલી વન-ડેમાં વિરાટ કોહલી એક લીડરની જેમ જોવા મળ્યો. આ અંગે ભારતના પુર્વ ક્રિકેટર અજય જાડેજાએ પણ નિવેદન આપ્યું હતું.

વિરાટ કોહલી એક લીડર છે અને લીડર રહેશેઃ અજય જાડેજા

અજય જાડેજાએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે કોઇ મતલબ નથી કે વિરાટ કોહલી પાસે હાલ કેપ્ટનશિપ છે કે નહીં. તેની પાસે કારકિર્દીની શરૂઆતથી જ નેતૃત્વના ગુણ છે અને તે હંમેશાથી એક લીડર રહ્યો છે, પછી તે સુકાની હોય કે ન હોય.

અજય જાડેજાએ વધુમાં કહ્યું કે, ‘વિરાટ કોહલીએ ભારત માટે ઘણા લાંબા સમય માટે સુકાની પદ સંભાળ્યું છે. એટલે એ સ્વાભાવિક વાત છે કે કોહલી જ્યારે મેદાન પર હોય ત્યારે તે પોતાના ઇનપુટ્સ આપવામાં પાછળ નહીં રહે. વિરાટ કોહલી કોઇ બેક બેંચર ન હતો, જે કોઇ ન હતું ને સુકાની બનાવી દીધો હતો. તેનામાં પહેલાથી જ એક લીડના ગુણ હતા અને તે હંમેશા એક લીડર રહ્યો છે.

આ પણ વાંચો : કોહલી જો RCB નું સુકાની પદ સંભાળી લે તો ટીમની બધી તકલીફો પુરી થઇ જશેઃ અજીત અગારકર

આ પણ વાંચો : INDvWI: સુર્યકુમારે જણાવ્યું પહેલી વન-ડેમાં પોલાર્ડ કઇ રીતે ઉશ્કેરતો હતો

Latest News Updates

સ્નાતકો માટે ઈન્સ્યોરન્સ ક્ષેત્રમાં મહિને 27,000થી વધુ પગાર
સ્નાતકો માટે ઈન્સ્યોરન્સ ક્ષેત્રમાં મહિને 27,000થી વધુ પગાર
સ્નાતકો માટે આઈટી ક્ષેત્રમાં મહિને 24,000થી વધુ પગાર
સ્નાતકો માટે આઈટી ક્ષેત્રમાં મહિને 24,000થી વધુ પગાર
સુરતમાં પાંચ વર્ષના બાળકનું ગણેશ વિસર્જનના ખાડામાં પડી જતા મોત
સુરતમાં પાંચ વર્ષના બાળકનું ગણેશ વિસર્જનના ખાડામાં પડી જતા મોત
સ્નાતકો માટે લોજીસ્ટીક ક્ષેત્રમાં મહિને 1,00,000થી વધુ પગાર
સ્નાતકો માટે લોજીસ્ટીક ક્ષેત્રમાં મહિને 1,00,000થી વધુ પગાર
મહેસાણા શહેર કોંગ્રેસ સમિતિનું ગધેડા સાથે વિરોધ પ્રદર્શન
મહેસાણા શહેર કોંગ્રેસ સમિતિનું ગધેડા સાથે વિરોધ પ્રદર્શન
સુરતમાં નવલાં નોરતાનો થનગનાટ 21 વર્ષીય યુવક માટે બન્યો મોતનું કારણ
સુરતમાં નવલાં નોરતાનો થનગનાટ 21 વર્ષીય યુવક માટે બન્યો મોતનું કારણ
ખાલિસ્તાની આંતકી પન્નુ સામે અમદાવાદ સાયબર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ FIR
ખાલિસ્તાની આંતકી પન્નુ સામે અમદાવાદ સાયબર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ FIR
Surat : ફરાર ડ્રગ્સ માફિયા ઇસ્માઇલ ગુર્જરને SOGએ ઝડપી પાડ્યો
Surat : ફરાર ડ્રગ્સ માફિયા ઇસ્માઇલ ગુર્જરને SOGએ ઝડપી પાડ્યો
રાજકોટનો રેલનગર અંડરબ્રિજ સમારકામને લઈ બે મહિના સુધી રહેશે બંધ
રાજકોટનો રેલનગર અંડરબ્રિજ સમારકામને લઈ બે મહિના સુધી રહેશે બંધ
Shamlaji: શામળાજી મંદિરે ભાદરવી પૂનમને લઈ ઉમટી ભક્તોની ભીડ
Shamlaji: શામળાજી મંદિરે ભાદરવી પૂનમને લઈ ઉમટી ભક્તોની ભીડ