વિરાટ કોહલી દીકરી વામિકાને લઈ ચડ્યો પહાડ, ફેન્સને Video બનાવવાથી રોક્યા

TV9 GUJARATI

|

Updated on: Feb 01, 2023 | 10:33 AM

ભારતીય સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી અને બોલિવુડ અભિનેત્રી પત્નિ અનુષ્કા શર્મા પુત્રી સાથે ઉત્તરાખંડના પ્રવાસે છે. આ દરમિયાન તેણે પહાડોમાં ટ્રેકિંગનો આનંદ માણ્યો હતો.

વિરાટ કોહલી દીકરી વામિકાને લઈ ચડ્યો પહાડ, ફેન્સને Video બનાવવાથી રોક્યા
Virat Kohli tracking in Rishikesh with Vamika

ટીમ ઈન્ડિયા નો સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી પત્નિ અનુષ્કા અને પુત્રી સાથે હાલમાં ઉત્તરાખંડ હતો. જ્યાં તે ઋષિકેશમાં સ્વામી દયાનંદ ગીરીના આશ્રમે અનુષ્ઠાન માટે પહોંચ્યો હતો. કોહલી અને તેના પરિવારે ધાર્મિક કાર્યોમાં હિસ્સો લેવા સાથે ઉત્તરાખંડના પહાડોમાં ફરવાનો પણ આનંદ માણ્યો હતો. કોહલીએ પુત્રી વામિકાને સાથે લઈને પહાડોમાં ટ્રકિંગ કર્યુ હતુ. કોહલીએ તેનો આની એક તસ્વીર પણ સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ પહેલા ચાહકોને તેણે વિડીયો કરતા રોક્યા હતા અને આમ નહીં કરવા માટે કહ્યુ હતુ.

બે દિવસના પ્રવાસ માટે વિરાટ કોહલી પરિવાર સાથે ઋષિકેશ પહોંચ્યો હતો. અહીં તે 30 જાન્યુઆરીએ એટલે કે સોમવારે સ્વામી દયાનંદ ગીરીના આશ્રમની મુલાકાત લીધી હતી. વિરાટ કોહલી બોલિવુડ અભિનેત્રી પત્નિ અનુષ્કા શર્મા અને પુત્રી વામિકા સાથે દરેક ધાર્મિક કાર્યોમાં હિસ્સો લેવા માટે પહોંચ્યો હતો. તેણે ગંગા આરતીમાં હિસ્સો લીધો હતો. આ ઉપરાંત આસપાસમાં જંગલ અને પહાડોમાં ફરવાનો આનંદ લેવાનુ પણ ચુક્યો નહોતો. તેણે પહાડોમાં જંગલ ટ્રેકિંગ કર્યુ હતુ.

વિરાટે શેર કરી તસ્વીર

ઋષિકેષ અને તેની આસપાસમાં રહેલા પહાડો અને જંગલની સુંદરતા ગજબ છે. અહીં આવનારા અહીં પહાડો અને જંગલમાં ઘૂમવા માટે પોતાને રોકી શકતા નથી. વિરાટ કોહલી અને અનુષ્કા પણ પોતાને રોકી શક્યા નહોતા. વિરાટ કોહલીએ જંગલમાં પહાડોમાં ટ્રેકિંગ પુત્રી વામિકા સાથે કર્યુ હતુ. પિતા-પુત્રીની જુગલબંધીની તસ્વીર ખુદ વિરાટ કોહવીએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટ ફોર્મ પર શેર કરી હતી. જેને ફેન્સે ખૂબ પસંદ કરી હતી.

View this post on Instagram

A post shared by Virat Kohli (@virat.kohli)

સોશિયલ મીડિયામાં વાયરલ થઈ તસ્વીરો

કેટલાક ફેન્સે સોશિયલ મીડિયામાં કેટલીક તસ્વીરોને શેર કરી છે. જમાં અનુષ્કા અને વામિકા સાથે વિરાટ ટ્રેકિંગ કરતો જોવા મળી રહ્યો છે.

આશ્રમમાં વિડીયો બનાવતા રોક્યા

સ્વામી દયાનંદ ગીરીના આશ્રમનો એક વિડીયો વાયરલ થયો હતો. જેમાં વિરાટ કોહલી ફેન્સને વિનંતી કરી રહ્યો છે કે, વિડીયો ના બનાવવામાં આવે. વિનંતીના સુરમાં ક્રિકેટર વિરાટ કોહલી એક ફેનને કહેતો વિડીયોમાં નજર આવી રહ્યો છે કે, આશ્રમ છે, કૃપા કરીને વિડીયો કે કોઈ ફિલ્મ ના બનાવો. આ વિડીયોમાં કોહલી ફેન્સને પોતાનો ઓટોગ્રાફ આપતો નજર આવી રહ્યો છે.

ટીમ ઈન્ડિયા સાથે તૈયારીમાં જોડાશે

ઓસ્ટ્રેલિયાની ટીમ ભારત પ્રવાસે આવી રહી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 ટેસ્ટ મેચોની બોર્ડર-ગાવાસ્કર સિરીઝ રમાનારી છે. આ સિરીઝને લઈ ભારતીય ટીમની તૈયારીઓ શરુ થનારી છે. વિરાટ કોહલી ટીમ ઈન્ડિયાના કેમ્પમાં જોડાઈ જશે અને ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝની તૈયારીઓ શરુ કરશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિરીઝની પ્રથમ ટેસ્ટ મેચ 9 ફેબ્રુઆરીથી રમાનારી છે. પ્રથમ ટેસ્ટ મેચ નાગપુરમાં રમાનારી છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati