શ્રેયસ અય્યર શ્રીલંકા સામે બોલિંગ કરતો જોવા મળ્યો હતો, તેના ટર્ન લેતા બોલ પર વિરાટ કોહલી દંગ રહી ગયો, જુઓ Video

ભારતીય ટીમની વિશાળ અંતરથી જીત નિશ્ચિત બની ગઈ હતી. આવી સ્થિતીમાં રોહિત શર્માએ શ્રેયસ અય્યરને અજમાવ્યો હતો, મેચમા મોહમ્મદ સિરાજે 4 વિકેટ ઝડપી હતી.

શ્રેયસ અય્યર શ્રીલંકા સામે બોલિંગ કરતો જોવા મળ્યો હતો, તેના ટર્ન લેતા બોલ પર વિરાટ કોહલી દંગ રહી ગયો, જુઓ Video
Virat Kohli Shocked after seeing Shreyas Iyer off spin turn
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 16, 2023 | 9:38 PM

તિરુવનંતપુરમમાં રવિવારે ભારત અને શ્રીલંકા વચ્ચે વનડે મેચ રમાઈ હતી. આ મેચમાં ભારતે વનડે ઇતિહાસની સૌથી મોટી જીત નોંધાવી હતી. ભારતે શ્રીલંકાને 317 રનના અંતરથી હાર આપી હતી. આ સાથે જ ભારતીય ટીમ અને ખેલાડીઓએ અનેક વિક્રમ રચી દીધા હતા. ઐતિહાસિક મેચ દરમિયાન ભારતીય ખેલાડીઓનુ પ્રદર્શન શાનદાર રહ્યુ હતુ. ભારતીય સુકાની શ્રેયસ અય્યરને પણ બોલિંગમાં અજમાવ્યો હતો. આમ તો ભારતે મેચમાં કુલ 4 જ બોલરનો જ ઉપયોગ કર્યો હતો, જેમાં ઐય્યરનો સમાવેશ હતો . જોકે અય્યરે માત્ર એક જ ઓવર કરી હતી.

રોહિત શર્માએ પાર્ટ ટાઈમ બોલર અય્યરને એક સમયે બોલ હાથમાં પકડાવી દીધો હતો. સૌને જોકે આશ્ચર્ય પણ નહોતું, કારણ કે મેચમાં ભારત ઐતિહાસિક જીત તરફ આગળ વધી રહ્યુ હતુ. આવી સ્થિતીમાં જોખમની કોઈ સ્થિતી નહોતી. જોકે અય્યરે પણ અન્ય ત્રણ બોલરોની જેમજ કસીને બોલિંગ કરી હતી.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

અય્યરના ટર્ન પર કોહલીને આશ્ચર્ય

ભારતીય બોલિંગ આક્રમણ સામે તિરુવનંતપુરમમાં શ્રીલંકાના એકય બેટ્સમેનો ક્રિઝ પર ટકી શક્યા નહોતા. તુ જા હું આવુ છું.. આજ રીત મુજબ દર બે-ત્રણ ઓવરે એક વિકેટની સરેરાશથી શ્રીલંકાન ટીમના શિકાર ભારતીય બોલરોએ કર્યા હતા. ખાસ કરીને મોહમ્મદ સિરાજે 4 વિકેટ ઝડપી હતી અને એક ગજબ ચપળતાથી રન આઉટ કર્યો હતો. આ દરમિયાન રોહિત શર્માએ પાર્ટ ટાઈમ બોલરને પણ અજમાવી લેવાનો પ્રયાસ કર્યો હતો. શ્રેયસ અય્યરને એક ઓવર માટે બોલ હાથમા આપ્યો હતો.

અય્યરે શ્રીલંકાની બેટિંગ ઈનીંગની 18મી ઓવર કરી હતી. ઓફ સ્પીન બોલિંગ કરતા અય્યરે જબરો બોલ ટર્ન કરાવ્યો હતો. ઓવરના પ્રથમ બોલને ઓફ સ્ટંપ લાઈન પર કર્યો હતો. જે ખૂબ ટર્ન થઈને વિકેટકીપર કેએલ રાહુલના હાથમાં પહોંચ્યો હતો. વિરાટ કોહલી આ દરમિયાન પ્રથમ સ્લિપમાં ફિલ્ડીંગ કરી રહ્યો હતો. કોહલી અય્યરના બોલને ટર્ન લેતો જોઈને દંગ રહી ગયો હતો. તે આશ્ચર્ય સાથે પોતાના મોંઢા પર હાથ રાખીને દબાવવા લાગ્યો હતો. ખુદ વિકેટકીપર કેએલ રાહુલ પણ ચકિત થઈ ગયો હતો.

ભારતે મેળવી હતી ઐતિહાસિક જીત

ભારતીય ટીમના સુકાની રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનુ પસંદ કર્યુ હતુ. પ્રથમ બેટિંગ કરીને મોટો સ્કોર ખડકતા ભારતે 390 રન કર્યા હતા. વિરાટ કોહલી અને ઓપનર શુભમન ગિલે સદી નોંધાવી હતી. બંનેની રમત વડે ટીમ ઈન્ડિયાએ આ વિશાળ સ્કોર ખડક્યો હતો. જવાબમાં ભારતીય બોલિંગ આક્રમણે શ્રીલંકન ટીમનો 22 ઓવરમાંજ ખેલ ખતમ કરી દીધો હતો. 73 રનમાં ટીમ સમેટાઈ જતા ભારતે ઐતિહાસિક 317 રનથી જીત મેળવી હતી.

Latest News Updates

વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
g clip-path="url(#clip0_868_265)">